| Last Update : 25-Dec-2011,Sunday |
|
|
| |
|
|
|
|
| પોરબંદરમાં નવા બંગલામાં યુવાને અગ્નિસ્નાન કરી લીધું |
| |
પોરબંદર, તા.૨૪
પોરબંદરમાં વાઘેશ્વરી પ્લોટ જેવા પોશ વિસ્તારમાં લાખોના ખર્ચે બની રહેલા નવા બંગલામાં જ બંગલો બનાવનાર પરીવારના યુવાને કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
માનસિક બિમારીથી કંટાળી આત્યંતિક પગલું ભરી લેનાર યુવકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત
હરીશ ટોકીઝ નજીક એવરેસ્ટ એન્જીનીયરીંગ નામની પેઢી ધરાવતા ચંદુભાઈ આડસરાના પુત્ર મનીશ (ઉ.વ. ૩૮)નો નવો બંગલો વાઘેશ્વરી પ્લોટમાં છેલ્લા કેટલાક મહીનાઓથી બની રહ્યો હતો. આજે અમાસ હોવાને કારણે કડીયાઓને રજા હતી. સવારના સમયે જ મનીશ ઘરેથી ક્યાંક ચાલી જતા તેના પરીવારના સભ્યોએ શોધખોળ આરંભી હતી. તે માનસીક રીતે છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ થઈ ગયો હોવાનું જણાયું હતું.
દરમ્યાનમાં બપોરના સમયે તેના નવા બનતા બંગલામાં જ છ ફુટ ઉંચી અને સાત ફુટ પહોળી ટાંકી બનાવી હતી તેમાં સીડી ગોઠવીને પાંચ લીટરનું કેરોસીનનું કેન લઈને મનીશ આવી ગયો હતો અને અંદરના ભાગે આ જગ્યા હોવાથી બહારના લોકોને જાણ પણ થઈ ન હતી અને જોતજોતામાં જ મનીષે કેરોસીન પોતાના શરીર ઉપર છાંટીને દીવાસળીની કાંડી ચાંપીને સળગવા લાગ્યો હતો. અલબત ફાયર બ્રિગેડના જવાનો સમયસર આવી જતા યુવાન બચી ગયો હતો. તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. માનસિક બિમારીથી કંટાળી આત્યંતિક પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|