(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
શહેરના હાર્દસમા મંગળબજાર વિસ્તારમા રામગલોલા તેમજ આર.જી.ચેમ્બર્સને રહેણાંક મિલ્કત તરીકે દર્શાવી અને ખોટુ માત દર્શાવી વેચાણનો દસ્તાવેજ કરી લેનાર સુનીલ બજાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ના ડાયરેક્ટરો પાસેથી રૃા.૪૬ લાખ જેટલી માતબર રકમ વસુલ કરવાનો નાયબ કલેકટરેે હુકમ કર્યો હતો.
સુનિલ બજાજ ઇન્ફ્રાસ્ટ્કચર પાસેથી વસુલાતનો હુકમ
પ્રાપ્ત માહિતિ મુજબ મંગળબજાર વિસ્તારમા રામગલોલા બિલ્ડીંગ તેમજ આરજી ચેમ્બર્સવાળી મિલ્કતનુ બાંધકામ કોર્પોરેશન દ્વારા વાણિજ્યીક હેતુ અર્થે મંજુર કરવામા આવ્યુ હતુ. તેમ છતા આ મિલ્કતના દસ્તાવેજ રહેણાંક હેતુ દર્શાવી કરવામા આવ્યા હતા. મિલ્કતનુ સ્થળ પર નિરિક્ષણ તેમજ પંચક્યાસ કરવામા આવતા ગ્રાઉન્ડ, ફસ્ટ, સેકન્ડ અને થર્ડ ફ્લોર પર બાંઘકામ કરી અનેક દુકાનો બનાવીને તેનુ વેચાણ કરવામા આવ્યુ હતુ અને મોટી રકમની સ્ટેમ્પડયુટીની ચોરી કરવામા આવી હોવાની વિગતો ધ્યાન પર આવી હતી જેના અનુસંધાને સ્ટેમ્પડયુટી ક્લેક્ટર સમક્ષ આ કેસ ચાલી જતા નાયબ ક્વેક્ટરે સુનીલ બજાજ ઉન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ના ડાયરેક્ટર સુનીલ જમનાદાસ બજાજ તેમજ મીના સુનીલ બજાજ પાસેથી રૃા.૪૬૧૪૮૬૮ વસુલ કરવાનો હુકમ કરવામા આવ્યો હતો. જો આ રકમ ૯૦ દિવસમા ના ભરપાઇ થાય તો ૧૫ ટકા વ્યાજ સાથે વસુલ કરવી તેમ હુકમમા જણાવવામા આવ્યુ હતુ.