| Last Update : 25-Dec-2011,Sunday |
|
|
| |
|
|
|
|
ભાવનગર આર.ટી.ઓ.નાં સ્ટાફમાં ફેરફાર પરંતુ બિલ્ડીંગ જે સે થે
|
| |
| |
સરકારી તિજોરીમાં કરોડો રૃપીયા ઠલવનારી
ભાવનગર, શનિવાર
ભાવનગર આર.ટી.ઓ. કચેરીના કેમ્પસને રીનોવેશન કરવાની કામગીરી છેલ્લા લાંબા સમયથી સંભળાય છે પરંતુ આ કાર્યની આરંભ કરવામાં તંત્ર નિરસ હોવાનું ભાસી રહ્યું છે.
આધુનિક કોમ્પ્યુટરાઇઝ કરવાની વાતોને આકાર આપવામાં તંત્ર ચાંચુડી ઘડે છે
ભાવનગર આર.ટી.ઓ. છેલ્લા સમયમાં ભારે વિવાદમાં રહી હતી જે અંગે ઉચ્ચસ્તરીય વ્યાપક રજુઆતો થતા કચેરીના કર્મચારી અધિકારીઓની બદલીના ઓર્ડરો કરી કચેરીની વહીવટી પ્રક્રિયાને સ્થિર કરવા સફળ પ્રયાસ થયો છે. જ્યારે આર.ટી.ઓ. કચેરીને કોમ્પ્યુટરાઇઝ અને સરળ સીસ્ટમ સાથે અરજદારોને પ્રાથમિક સુવિધા આપવા તેમજ કચેરી બિલ્ડીંગને રીનોવેશન કરવા અને વ્હીકલ ટેસ્ટ માટે આધુનિક ગ્રાઉન્ડ બનાવવા સહિતની મોટી વાતો ટ્રાફીક સપ્તાહ દરમ્યાન કરવામાં આવી હતી પરંતુ આ રીનોવેશનના નામે આજસુધી એક ઇંટ પણ સરકારી તંત્ર દ્વારા આઘી કરાઇ નથી.
અરજદારોને બેસવા તેમજ કોમ્પ્યુટરાઇઝ સીસ્ટમથી સંપૂર્ણ કાર્યવાહી કરવા કે નવા ફર્નિચર બેઠક વ્યવસ્થા કરવામાં આવે તો સરકારના કમાઉ કચેરીમાની આ ભાવનગર આર.ટી.ઓ. કચેરીના રૃપરંગ બદલાય પરંતુ હાલમાં આર.ટી.ઓ. કચેરી પાસે જે ગ્રાઉન્ડ છે તે પણ નાનુ પડતુ હોય તેવું ભાસી રહ્યું છે. રોજના ૫૦ થી ૨૦૦ જેટલા મોટા વાહનો ૧૦૦ થી ૨૦૦ જેટલા નાના વાહનો તેમજ ટેસ્ટ દરમ્યાન કેટલાક મોટા વાહનોને રોડ પર ઉભા રહેવું પડે છે જેથી કચેરીની સાથો સાથ રોડ પર પણ ટ્રાફીકનો પ્રશ્ન ઉભો થવા પામે છે. જેથી રીનોવેશન તેમજ ગ્રાઉન્ડ સીસ્ટમમાં ફેરફાર કરવાથી વાહન માલિકોના પ્રશ્નો અને અરજદારોના પ્રશ્નો હલ થઇ શકશે પરંતુ રીનોવેશનનું કામ શરૃ થાય ત્યારે ! |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|