| Last Update : 23-Dec-2011,Friday |
|
|
| |
|
|
|
|
વરાછામાં પાલિકાનો રિઝર્વ પ્લોટ મેળવવા પોલીસ બોલાવવી પડી
|
| |
| સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડની જગ્યામાં બ ૧૪ મકાનો દુર કરાતા ૩૦૦૦ મીટર જગ્યા ખુલ્લી કરાઇઃ કોંગ્રેસી નેતાને પોલીસે ઝડપી લીધા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમા આજે રિઝર્વેશન પ્લોટનો કબ્જો મેળવવામાં અનેક વિધ્ન આવ્યા હતા. પાલિકા સાથે કેટલાક લોકોએ ઘર્ષણ કરતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પાલિકાની કામગીરીમાં રૃકાવટ કરનારાને પોલીસે કબ્જામાં લીધા બાદ ૩૦૦૦ મીટર જગ્યાનો કબ્જો પાલિકાએ લીધો હતો. લોકો સાથે વિરોધ કરનારા યુવા કોંગ્રેસના એક નેતાની પોલીસે કબ્જામાં લઈ લીધા હતા.
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર-૮ ફાઈનલ પ્લોટ નંબર ૬માં પાલિકાનો સ્કુલ અને પ્લેગ્રાઉન્ડ માટેનો અનામત પ્લોટ હતો. છેલ્લા ઘણાં વર્ષોથી પાલિકાના આ પ્લોટ પર અનેક લોકોએ દબાણ કરી દીધા હતા. પાલિકા દ્વારા આજે દબાણ દુર કરવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકો સાથે કેટલાક રાજકારણીઓએ પાલિકાની કામગીરીમા રૃકાવટ કરવાની કોશીશ કરી હતી.
પાલિકા દ્વારા લોકો તથા રાજકારણી સાથે સમજાવટથી વાત કરવા છતાં વધુ વિરોધ કરી કામગીરીમાં વિધ્ન ઉભુ કરાતા પાલિકાએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે કડકાઈ વાપરીને પાલિકાની કામગીરીમાં વિધ્ન ઉભુ કરનારાઓને રાઉન્ડઅપ કરી લીધા હતા. જેમાં વરાછા વિસ્તારના કોંગ્રેસના નેતા જયેશ લીલીયાવાલા સહિત અનેકને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા હતા. જેના કારણે પાલિકા દ્વારા અનામત પ્લોટનો કબ્જો લેવામાં સફળતા મળી હતી.
સુરત પાલિકા દ્વારા કબ્જો લેવાયો ત્યારે આ જગ્યા પર ૧૪ જેટલા મકાનો હતા. પાલિકાએ આ મકાન દુર કરતાં ૩૦૦૦ મીટરની જગ્યા ખુલ્લી થઈ હતી. હવે આ જગ્યા પર પાલિકા શાળા તથા પ્લેગ્રાઉન્ડ માટે આયોજન કરશે. પાલિકાની કામગીરી તરફ અસરગ્રસ્તો દ્વારા વિરોધ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, પાલિકા દ્વારા કોઈ પણ જાતની નોટિસ વિના કામગીરી કરી અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|