| Last Update : 23-Dec-2011,Friday |
|
|
| |
|
|
|
|
| મતદાર જાગૃતિ અભિયાનથી ૩૦ ટકા પંચાયતો સમરસ થતાં અટકી |
|
| સમરસ માટે મહિલા, દલીતો પર દબાણના આક્ષેપો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
રાજ્યમા યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીમા વધારેમા વધારે પંચાયતો સમરસ થાય તે માટે સરકારી તંત્ર તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા ખુબ દબાણ કરવામા આવતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. મતદાર જાગૃતિ અભિયાનના કારણે રાજ્યની ૩૦ ટકા જેટલી ગ્રામ પંચાયતો સમરસ થતી અટકી ગઇ છે. સમરસ ગ્રામ પંચાયતો કરવા માટે મહિલા બેઠકો તેમજ દલીત અનામત બેઠકો હોય તેમને વધુ ટાર્ગેડ બનાવવામા આવતી હતી જેના કારણે મતદારોનો અધિકાર તેમજ કેટલાક ઉમેદવારોની ચુંટણી લડવાની ઇચ્છા મનમાને મનમાજ રહી ગઇ છે.
સમરસ ના થવા દેતી કેટલીક વ્યક્તિઓને ધમકી અપાય છે તેમજ હુમલાઓ પણ કરવામા આવે છે ઃ મહિલા અને દલીત બેઠકો વધારે ટાર્ગેટ હોય છે
ઉલ્લેખનિય છે કે ગ્રામજનો જ પોતાનો પ્રતિનિધિ ચુંટે અને વિકાસ માટે જવાબદાર બનાવે તે માટે ચુંટણી એ લોકશાહીની જીવંત પ્રક્રિયા ગણાવી શકાય. આ મહિનાના અંતમા યોજાનારી ૧૦૩૦૦ જેટલી ગ્રામપંચાયતોની ચુંટણી પ્રક્રિયા અસરકારક બનાવવા માટે રાજ્યની ૩૫ જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓએ ચુંટણી જાગૃતિ અભિયાન હાથ ધર્યુ હતુ. આ અભિયાન ૧૬ જિલ્લા, ૫૦ તાલુકા અને, ૨૧૯૩ ગામોમા કામગીરી કરવામા આવી રહી છે. જેમા ચોંકાવનારા પરિણામો બહાર આવ્યા છે. લોકશાહીના મુળમા રહેલી ચુંટણી પ્રક્રિયાને હનન કરનારી સમરસ યોજના લોકશાહી માટે પડકારરૃપ સાબીત થઇ રહી હોવાનુ જણાયુ હતુ.સમરસ યોજના માટે અંતરિયાળ ગામોમા રીતસરનુ દબાણ કરવામા આવતુ હોવાની વિગતો બહાર આવી હતી. મતદાર જાગૃતિ અભિયાન ચલાવતી મહિલાઓએ કહ્યુ હતુ કે કોઇ ગ્રામપંચાયતની ચુંટણી માટે ઉમેદવાર પોતે ઉમેદવારી નોંધાવવા માટે જાય તો તેના પર હુમલાના બનાવો પણ બન્યા છે. સંસ્થાઓના પ્રતિનિધિઓએ જણાવ્યુ હતુ કે ગ્રામ પંચાયતોની ચુંટણી પહેલા તેમજ દરમિયાન મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામા આવ્યુ તેની ઘણી અસર જોવા મળી રહી છે. દર વખતેે સમરસ ગ્રામપંચાયતો કરવાનો દર જે ઉંચો જતો હતો તેમા આ વખતે ઘણો ઘટાડો થયો છે. તેમના સર્વે મુજબ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત આ વખતે ૩૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. હવે આ ગ્રામ પંચાયતોમા ચુંટણી યોજાનાર છે. જબરજસ્તી સમરસ પંચાયતો કરવા પર અંકુશ આવ્યો છે.
સ્વૈચ્છીક સંસ્થાઓના સર્વે દરમિયાન ૭૩ જેટલી વ્યક્તિઓએ જણાવ્યુ હતુ કે સમરસની પ્રક્રિયાના કારણે ૯૫ વ્યક્તિઓએ ચુંટણી લડવાનો તેમનો અધિકાર ગુમાવ્યો હતો. એ જ રીતે તેમણે ચુંટણીમા મત આપવાનો પણ અધિકાર ગુમાવ્યો હતો. આ ૯૫ વ્યક્તિઓમાથી ૪૫ મહિલાઓ હતી. સ્રવેમા એવી વિગતો પણ પ્રકાશમા આવી હતી કે સમરસ માટેની પ્રક્રિયા મહિલા તેમજ વંચીતો સહભાગીતા વગરજ બંધ બારણે કરવામા આવે છે જેમા સ્થાપિત વગદાર પુરૃષો, રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીના હસ્તક્ષેપ હોય છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|