| |
ભાવનગર, બુધવાર
શહેરના ગંગાજળિયા તળાવમાં આવેલા વેસ્ટ કન્વેન્ટરના પ્લાન્ટને અન્યત્ર ખસેડવાની ઝૂલેલાલ સિંધી વેપારી એસોસીએશનને કમિશનર સમક્ષ માંગણી કરી હતી.
ભયંકર દૂર્ગંધથી ત્રસ્ત ઝુલેલાલ સિંધી વેપારી એસોસીએશનની કમિશનરને રાવ
ગંગાજળીયા તળાવમાં ભાવનગર મહાનગરપાલીકા ઓર્ગેનીક વેસ્ટ કન્વેન્ટર આવેલ છે. આ વેસ્ટ કન્વેટરનું મશીન જ્યારે ચાલુ હોય છે ત્યારે અમો આ પ્લાન્ટની બાજુમાં જ ઝુલેલાલ વેપારી મારકેટ આવેલ છે અને બાજુમાં જ ફ્રુટ મારકેટ અને મુખ્ય ભાવનગર શહેરનું શાક મારકેટ અને તદ્દન બાજુમાં જ સીટી વિટકોસ બસ સ્ટેન્ડ આવેલ છે.
જેમાં આ રૃ મારકેટમાં ભાવનગર શહેર અને જીલ્લામાંથી રોજીંદા ૫૦ થી ૬૦ હજાર લોકો માલ સામાન હટાણુ ખરીદવા આવે છે, અને તેઓ આ પ્લાન્ટ જ્યારે ચાલુ હોય, ત્યારે અનેક લોકો નાગરીકોને ચક્કર આવતા હોય છે. આ અગાઉ એસોસીએશન મારફત અગાઉ રજુઆત થતા ખાતા તરફથી આ પ્લાન્ટ માત્ર ૩ માસ જેવો સમય કામચલાઉ બંધ કરેલ, પરંતુ આ પ્લાન્ટ આવા શહેરની વચ્ચે હોઈ શકે નહીં, અને અમો વેપારીઓને અનેક પબ્લીકને આવા પ્લાન્ટથી તેના આરોગ્ય ઉપર ખતરો ઉભો થયેલ છે. |