| વારંવાર થતા ગેસના કમરતોડ ભાવવધારા પર ગુજરાત સરકારનો કોઇ અંકુશ નથી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
તાજેતરમાં જ સીએનજીના ભાવમાં કરાયેલા ભાવવધારાના વિરોધમાં આજે કોંગ્રેસી કાર્યકરોએ વિશાળ રેલી કાઢી તાકીદે ભાવવધારો પાછો ખેંચી લેવાની માંગણી સાથે સુરત જિલ્લા કલેકટરમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગુજરાત ગેસ કંપની દ્વારા તાજેતરમાં જ સીએનજીના જુના ભાવ પ્રતિ કિલો રૃ।. ૩૯.૭૫માં રૃ।. ૩.૬૫નો વધારો કરીને રૃ।. ૪૩.૪૦ કરી દેતાં વિરોધ શરૃ થયો છે. આજે સુરત શહેર-જિલ્લા કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિશાળ રીક્ષા રેલી કાઢી અધિક કલેકટર આર.બી. બારડને આવનદપત્ર પાઠવી રજુઆત કરી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાત ગેસ કંપનીના વારંવારના ગેસના કમરતોડ ભાવ વધારા પર ગુજરાત સરકારનો કોઇ અંકુશ નથી. ભાવવધારાથી સુરત શહેરના ગરીબ રીક્ષા ચાલકો તેમજ મધ્યમ વર્ગના વાહન ચાલકો માટે આ અસહ્ય મોંઘવારીના વિકટ સમયમાં પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકારને મધ્યમ વર્ગના લોકોની ચિંતા હોય તો તાત્કાલિક અસરથી ગુજરાત ગેસ કંપની દ્વારા કરાયેલા સીએનજીના ભાવવધારો પાછો ખેંચી લેવાઇ, એવી માંગણી કરી હતી. |