| થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે જ પિયકડોમાં નાલેશી
ભુજ, મંગળવાર
મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે ખંડેર મકાનમાં છુપાવાયેલો જુદી-જુદી બ્રાન્ડનો રૃા.૭૮,૬૦૦નો ઈંગ્લિશ શરાબ પોલીસને મળી આવ્યો હતો. બાતમીના આાૃધારે મુન્દ્રા મરીન પોલીસે દરોડો પાડી ગામના એક શખ્સને પકડી પાડયો હતો જયારે, અન્ય એક શખ્સ ભાગી છુટયો હતો. આજે સવારના આઠેક વાગ્યાના અરસામાં પોલીસે પાડેલી રેડાૃથી બુટલેગરોમાં નાશભાગ મચી જવા પામી હતી.
મુન્દ્રાના બારોઈ ગામે ઈંગ્લિશ શરાબના દરોડામાં એક ઝડપાયોઃ અન્ય એક ફરાર
આ અંગે મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે નિખિલ રામજી કેનિયાના ખંડેર મકાનમાં શરાબ સંતાડાયેલો છે તેવી બાતમી મુન્દ્રા મરીન પોલીસને મળી હતી. બાતમીના આાૃધારે પી. એસ. આઈ. પી. જી. ગોહિલ સહિતના સ્ટાફે રેડ પાડી રૃા. ૭૮,૬૦૦નો દારૃ પકડી પાડયો હતો. આજે સવારે ખંડેર મકાનમાંાૃથી ભારતીય બનાવટની ઈંગ્લિશ વ્હિસ્કીની બોટલ નંગ-૭૮ કિ. રૃા. ૨૩,૪૦૦ વ્હીસ્કી બોટલ નંગ-૩૬, કિ. રૃા. ૧૦,૮૦૦, રોયલ આર્મ્સ રીયાલ વ્હીસ્કી બોટલ નંગ-૬૨, કિં. રૃા. ૧૮,૬૦૦, સીલ્વર પેક વ્હીસ્કી બોટલ નંગ-૫૭, કિ. રૃા. ૧૭,૭૦૦, એવરી ગોલ્ડ બોટલ નંગ-૨૬, કિ. રૃા. ૭૮૦૦, ડબલ વ્હીસ્કી પ્રિમીયમ નંગ-૩, કિ. રૃા. ૯૦૦, એમ કુલ ૨૬૨ બોટલ કિ. રૃા. ૭૮,૬૦૦ના શરાબ સાાૃથે બારોઈ ગામના રાજેન્દ્રસિંહ નીરૃભા રાઠોડ (૨૧)ને પકડી પાડવામાં આવ્યો હતો. જયારે અમિત ઉર્ફે અમાૃથો વિનોદ પરમાર ભાગી છુટયો હતો.
જેમ-જેમ અંગ્રેજી નવુ વર્ષ નજીક આવતો જાય છે તેમ-તેમ ાૃથર્ટી ફર્સ્ટની ઉજવણી રંગે-ચંગે કરવા શરાબની મદદ લેવાતી હોય તેમ વધુ એકવાર શરાબનો મોટો જથૃથો મળી આવ્યો છે. ાૃથોડા દિવસો પૂર્વે જ ભુજ તાલુકા પોલીસે પદ્ધર નજીક ટ્રકમાંાૃથી બે લાખની કિંમતનો શરાબ ઝડપ્યો હતો. તેવામાં વધુ એકવાર શરાબ પકડાતા પિયકડોની મોજમાં ઉજવણી પૂર્વે જ ભંગ ાૃથયો છે. |