| Last Update : 21-Dec-2011,Wednesday |
|
|
| |
|
|
|
|
પતિ પાસે સગીર સંતાનોની કસ્ટડી ગેરકાયદે અટકાયત ન ગણાવી શકાય
|
| |
| ત્યક્તા પત્નીએ બે સગીર પુત્રોનો માજી પતિ પાસેથી સર્ચ વોરંટથી કબજો સોંપવા કરેલી અરજીને કોર્ટે નકારી કાઢી
(પ્રતિનિધિ દ્વારા) સુરત,મંગળવાર
કોસાડ-છાપરાભાઠા ખાતે રહેતી ત્યક્તા પરણીતાએ પોતાના માજી પતિ પાસેથી બે સગીર સંતાનોનો સર્ચ વોરંટથી કબજો સોંપવા કરેલી માંગને આજે જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કુ.એમ.એસ.પાંડેએ નકારી કાઢી હતી.કોર્ટે જણાવ્યું હતું કે પતિ પાસે સગીર સંતાનોની કસ્ટડીને ગેરકાયદે અટકાયત ન ગણાવી શકાય.
છાપરા ભાઠા વિસ્તારમાં સ્વીટ રેસીડેન્સી ખાતે રહેતી અરજદાર પ્રીતલ એમ.શાહના લગ્ન તા.૨૮-૪-૯૬ના રોજ પ્રવિણ ડુંગરસિંહ ખોના (રે.સાંઈ પ્રસાદ બિલ્ડીંગ,ડોંબીવલી (વેસ્ટ)મુંબઈ) સાથે થયા હતા.લગ્નજીવન દરમિયાન બે પુત્રો પ્રતિક તથા રાજનો જન્મ થયો હતો.પરંતુ દશ વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે ખટરાગ પેદા થતાં ફરિયાદી પ્રીતલ શાહને તેના પતિ પ્રવિણ ખોનાએ ઘરમાંથી કાઢી મુકી હતી.જેથી પતિ પ્રવિણ ખોનાએ શારીરિક માનસિક ત્રાસ આપી સગીર સંતોનોને પોતાની પાસે રાખી અન્ય મહીલા સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવી ફરિયાદી ત્યક્તાએ સગીર પુત્રોનો સર્ચ વોરંટથી કબજો અપાવવા માંગ કરી હતી.
જેથી કોર્ટે સામાવાળા પતિ પ્રવિણ ખોનાને નોટીસ ઈસ્યુ કરતા કોર્ટ સમક્ષ ત્યક્તા પ્રીતલ શાહે કરેલી સર્ચ વોરંટની અરજીના તમામ આક્ષેપોનું ખંડન કર્યું હતુ.પતિ પ્રવિણ ખોનાએ જણાવ્યું હતું કે અરજદારનો સ્વભાવ ઝઘડાળું હોઈ પોતે જ ઘર છોડીને ચાલ્યા જવાની છાશવારે ધમકી આપતા આવેલ છે.તદુપરાંત બાળકો પ્રત્યે પણ ઉપેક્ષાભર્યુ વર્તન કરતા હોવા ઉપરાંત કાયદેસરના છુટાછેડા લીધા બાદ ખોટા આક્ષેપો કરીને સર્ચ વોરંટથી બાળકોનો કબજો માંગ્યો હોવાની રજૂઆત કરી હતી.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા બંને પક્ષોની રજૂઆતો અને કાયદાકીય જોગવાઈને લક્ષમાં લઈને અરજદાર પ્રીતલ શાહની સર્ચ વોરંટની અરજી રદ કરતો હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે પિતા એ સગીર બાળકોનો કુદરતી વાલી ગણાય.જેથી સગીર સંતાનોની કસ્ટડી પતિ પાસે હોવાથી તેને ગેરકાયદે અટકાયત ન ગણાવી શકાય. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|