| Last Update : 20-Dec-2011,Tuesday |
|
|
| |
|
|
|
|
સુરત મીની ભારત બન્યુ છે, તમામ પ્રાંતના લોકો સાથે મીક્સ થાઓ
|
| |
| સદ્દભાવના બાદની બેઠકમાં મુખ્યમંત્રીની ચૂંટણીલક્ષી ટકોર
મુખ્યમંત્રીએ સદ્દભાવના અંગેના લઘુમતિઓના પ્રતિભાવ જાણ્યાઃ મુસ્લિમો ભાજપ તરફ વળ્યાનો કોર્પોરેટરોનોે મુખ્યમંત્રી સમક્ષ દાવો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરતમાં યોજાયેલા સદ્દભાવના મીશન બાદ મુખ્યંત્રી નરેન્દ્ર મોદીએ કોર્પોરેટરો તથા ભાજપના હોદ્દેદારો સાથે એક બેઠક કરી હતી. જેમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમો કરવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત સદ્દભાવના સંમેલન અંગે અભિપ્રાય અને ખાસ કરીને લઘુમતી સમુદાયમાથી મળેલા પ્રતિભાવ જાણ્યા હતા. સુરત મીની ભારત બની ગયું હોવાથી અન્ય પ્રાંતમાથી આવતા લોકો સાથે મીક્સ થવા તેમણે નેતાઓને ટકોર કરી હતી.
સુરતના સદ્દભાવના મીશન બાદ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ શહેર ભાજપના હોદ્દેદારો, વોર્ડના પ્રમુખ અને પાલિકાના કોર્પોરેટરો સાથે એક બેઠક કરી હતી. જેમાં તેઓએ તમામ પાસેથી સદ્દભાવના અંગેના રિવ્યુ માગ્યા હતા. જેમાં ખાસ કરીને પોતાના અભિપ્રાય બાદ લઘુમતિમાં સમાજમાં કેવા પ્રકારનો અભિપ્રાય છે તે અંગેની માહિતી મેળવી હતી. જેમાં ભાજપના અનેક હોદ્દેદારોએ સદ્દભાવના સંમેલનમાં તથા ચૂંટણીઓમાં મુસ્લીમો ભાજપ તરફ થયાં હોવાની વાત કરી હતી.
મુખ્યમત્રીએ શહેર ભાજપને તાકીદ કરી હતી કે, સુરત હવે મીની ભારત જેવું બની ગયું છે. જેના કારણે ગુજરાત સિવાયના અનેક પ્રાંતના લોકો સુરતમાં વસે છે. આવા લોકોમા મીક્સ થવા માટે તેઓના તહેવાર અને અન્ય પ્રસંગોમાં પણ હાજરી આપવી જોઈએ. જેના કારણે હવે આગામી દિવસોમાં પરપ્રાંતિયોના તહેવારમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોની હાજરી જોવા મળશે.
આ ઉપરાંત તેઓએ ભાજપમાં ચાલતી ટિફીન બેઠક અંગેની માહિતી મેળવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી સુધી આ ટિફીન બેઠકનું આયોજન વ્યવસ્થિત કરવા માટે સુચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓ અને ભાજપના નેતાઓ-કોર્પોરેટરો સાથેની બેઠખમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે સુચનાઓ અપાતા આગામી દિવસોમાં સુરતના લોકોને ભાજપીઓ તેમની વચ્ચે દેખાય તો નવાઇ નહી.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|