| Last Update : 20-Dec-2011,Tuesday |
|
|
| |
|
|
|
|
| હોલીવૂડની જેમ બોલીવૂડમાં ઢળતી ઉંમરે અભિનેત્રીઓને હીરોઈનની ભૂમિકા મળતી નથી |
|
| એક દૂજે કે લિયે ફેઈમ રતિ અગ્નિહોત્રી વડોદરાની મહેમાન બની
પુરૃષ પ્રધાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડર્ટી પિક્ચર સિવાય પણ સંખ્યાબંધ હીરોઈન કેન્દ્રીત સુપરહીટ ફિલ્મો આવી ચુકી છે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
હોલીવૂડની જેમ બોલીવૂડમાં અભિનેત્રીઓને ઢળતી ઉંમરે હીરોઈનનો રોલ મળે તે શક્ય નથી તેવુ મંતવ્ય એક દુજે કે લીયે ફેઈમ અભિનેત્રી રતિ અગ્નિહોત્રીએ વ્યક્ત કર્યુ હતુ.
શહેરના સમા સાવલી રોડ પરની અંબે વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં હાજરી આપવા માટે આવેલી રતિ અગ્નહોત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હોલીવૂડમાં મેરીલ સ્ટ્રીપ જેવી હીરોઈન ૫૦ વર્ષની વય વટાવી ગયા પછી પણ હીરોઈનની ભૂમિકા ભજવી શકે છે.પરંતુ બોલીવૂડમાં તમારો ચહેરો સીનેમેટીક એટલે કે કેમેરાની આંખે યુવાન લાગી શકે તે વય વટાવી જાય એટલે મુખ્ય ભૂમિકામાં કામ મળવાની શક્યતાઓ ઘટી જાય છે.ફીલ્મ ઈન્ડસ્ટ્રી પુરુષ પ્રધાન હતી અને રહી છે પરંતુ આવા માહોલમાં પણ અભિનેત્રીઓ પોતાના દમ પર ફીલ્મોને હીટ બનાવી શકે છે.ડર્ટી પીક્ચર જ નહી ભૂતકાળમાં પણ હીરોઈન્સ કેન્દ્ર સ્થાને હોય તેવી ઢગલાબંધ સફળ ફીલ્મો આવી ચુકી છે.
રતિએ કહ્યું હતું કે કયા ક્ષેત્રમાં તમારે કેટલો સમય રહેવુ છે તેવુ તમારે ખુદ નક્કી કરવાનુ હોય છે.નાની ઉંમરે સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ મેં લગ્ન કરીને બાળકોના ઉછેર પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ.૧૬ વર્ષ બાદ હવે જ્યારે હું અભિનય કરવા માટે પાછી ફરી છું ત્યારે લાગે છે કે બોલીવૂડમાં પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા પરિવર્તન આવી ચુક્યા છે.હવે મોનીટર પર શોટ જોઈને કલાકારો દિગ્દર્શકને સૂચન કરે છે કે રીટેક કરવો છે કે નહી.તમારા ચહેરાને પરદા પર સુંદર દેખાડવા કોમ્પ્યુટરનો ઉપોગ થાય છે.
રતિ અગ્નિહોત્રીનો પુત્ર તનુજ પણ ફીલ્મજગતમાં પદાર્પણ કરી રહ્યો છે.તેની ફીલ્મ આગામી વર્ષે રીલીઝ થવાની છે.આ અંગે રતિએ કહ્યું હતું કે મને કોઈએ ફોન કરીને કહ્યું ત્યારે ખબર પડી હતી કે મારા પુત્રે ફીલ્મ સાઈન કરી છે.તેની ફીલ્મનુ શૂટીંગ પુરુ થવા આવ્યુ છે પરંતુ મેં અત્યાર સુધીમાં માત્ર એક જ વખત પ મીનીટ માટે તેના સેટ પર હાજરી આપી છે.કારણકે હુ માનુ છું કે માતા પિતાએ પોતાના સંતાનોના નિર્ણયનુ સન્માન કરવુ જોઈએ.તેમને જાતે નિર્ણય લેવા દેવા જોઈએ.નવી પેઢી એવા વાતાવરણમાં ઉછરી રહી છે કે માતા પિતાએ જ તેમના સંતાનો સાથે અનુુકુળ થવુ પડશે.
રતિએ રાજકારણ કે અન્ના હજારેની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ અંગે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપવાનો ઈન્કાર કરીને જણાવ્યું હતું કે સમાજે મને નાની ઉમંરે સ્ટારડમ આપ્યું હતું.સમાજને કશુ પાછુ આપવાના આશયથી હું રાજકારણમાં કે કોઈ સંસ્થા સાથે જોડાયા વગર મારી જાતે સામાજીક કાર્યો કરૃ છું.અન્ના હજારે માટ મારે કશું કહેવુ નથી પરંતુ મેં જીવનમાં ક્યારેય એક પણ રૃપિયાની લાંચ આપી નથી.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|