| |
ભાવનગર, સોમવાર
ઉર્જા બચત સપ્તાહ અંતર્ગત વીજળીની બચત અંગે સામાન્ય જનને સમજમાં ઓ તે અંગેનું માર્ગદર્શન ગ્રાહકો અને સામાન્ય જનોને આપતા વિવિધ કાર્યક્રમો વર્તુળ કચેરી-બોટાદ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વિવિધ શાળા-કોલેજો ખાતે યોજવામાં આવી રહ્યાં છે.
શહેરમાં વીજ બચત અને વીજ સલામતી અંગે રેલી યોજાઇ
ઉર્જા બચત સપ્તાહના ભાગ સ્વરૃપે તાજેતરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વર્તુળ કચેરી-બોટાદ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં અધિક્ષક ઇજનેર બી.આર.સોરઠીયા, સાહેબ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલ. સદર રેલીમાં વર્તુળ કચેરી-બોટાદ હેઠળની કચેરીઓ જેવી કે, વિભાગીય કચેરી-બોટાદ, શહેર વિભાગીય કચેરી-૧ અને ૨ તથા ગ્રામ્ય પેટા વિભાગીયના કર્મચારી ભાઇ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને વિજ બચત તેમજ સલામતી અંગે લોકોને સમજ આપીને ઉત્કૃષ્ટ કાર્ય કરેલ. વિજ બચત અંગેની પીજીવીસીએલ આયોજીત રેલીમાં શાળાના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઇને વિજ સલામતી અને વિજ બચત અંગે સમજણ લીધેલ તેમજ લોકોને પણ તે અંગે સમજણ આપીને એક આગવું ઉદાહરણ પુરૃ પાડયું હતું. |