| Last Update : 18-Dec-2011,Sunday |
|
|
| |
|
|
|
|
સદ્ભાવના મિશન અંતર્ગત મુખ્યમંત્રી આજે સુરતમાં ઃ RTO સર્કલથી ટ્રાફિકનું ડાયવર્ઝન
|
| |
| RTO સર્કલથી અઠવાગેટ, અડાજણ જવા નાનપુરા ટીમલીયાવાડ થઇને જવું પડશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદ્ભાવના મિશનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ટ્રાફિક વિભાગે આર.ટી.ઓ. સર્કલથી અઠવાગેટ તરફ જતા ટ્રાફિકને ડાયવર્ઝન આપ્યું છે. આ ટ્રાફિક આર.ટી.ઓ. સિગ્નલથી ગાંધીસ્મૃતિ- ટીમલીયાવાડ થઇ અઠવાગેટ જઇ શકશે.
આવતીકાલે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદ્ભાવના મિશનના કાર્યક્રમમાં અઠવાગેટના વનિતાવિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શકયતાને પગલે સુરત શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક સમસ્યા નિવારવા ડાયવર્ઝન આપ્યું છે.
આર.ટી.ઓ. સર્કલથી અઠવાગેટ તરફ જતો ટ્રાફિક આર.ટી.ઓ. સિગ્નલથી ગાંધીસ્મૃતિ ભવન થઇ અઠવાગેટ પોઇન્ટ થઇ અઠવાલાઇન્સ અને અડાજણ તરફ જઇ શકશે. મજુરાગેટથી ડુમસ તરફ જતા ટ્રાફિકને મજુરાગેટથી ઘોડદોડ રોડ થઇ ડુમસ જવા ટ્રાફિક પોલીસે અનુરોધ કર્યો છે. અડાજણ કે અઠવાલાઇન્સ તરફથી આર.ટી.ઓ. તરફ આવતો ટ્રાફિક રાબેતા મુજબ ચાલી શકશે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સવારે ૯-૩૦ કલાકે સુરત એરપોર્ટથી નીકળી ૯-૪૫ કલાકે સદ્ભાવના મિશનનો પ્રારંભ કરશે. સાંજે ૫-૩૦ કલાકે સીટીલાઇટ સિટી સાયન્સ સેન્ટરની બેઠકમાં હાજરી આપશે. સદ્ભાવના મિશન કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને ગૃહરાજયમંત્રી પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહેશે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|