| Last Update : 18-Dec-2011,Sunday |
|
|
| |
|
|
|
|
| ઈન્કમટેક્સ રીફંડ કૌભાંડના મુખ્ય સુત્રધારને ડીફોલ્ટ બેઈલ |
|
| ચાર્જફ્રેમ થયા બાદ ૬૦ દિવસમાં કેસ પુરો ન થતાં આરોપીની ડીફોલ્ટ બેઈલની માંગને નકારી કાઢતો નીચલી કોર્ટનો હુકમ રદ
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર
રૃ.૪૦ લાખથી વધુ રકમના ઈન્કમ ટેક્સ રીફંડ કૌભાંડના મુખ્ય સુત્રધાર મનાતા આરોપી ઝુબેર કાઝીએ ડીફોલ્ટ બેઈલની માંગણી નકારતા નીચલી કોર્ટના હુકમ સામે સેશન્સ કોર્ટમાં કરેલી રિવીઝન અરજીને આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ બી.યુ.જોશીએ શરતી મંજુરી આપતો હુકમ કર્યો હતો.
સુરત ઇન્કમટેક્સ કચેરીમાં ડેટા એન્ટ્રીના કોન્ટ્રાકટર વિક્રમની દેખરેખમાં પાંડેસરાના અનિલ રાજકિશોર પાઇકરાઇ અને લિંબાયતના ઝુબેર વલીઉદ્દીન કાઝી સહિત ૧૦૦ કર્મચારીઓના સ્ટાફે રૃા.૪૦ લાખની ગોબાચારી કરી હતી. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચે મુખ્ય સુત્રધાર મનાતા આરોપી ઝુબેર કાઝીની તા.૩-૬-૨૦૧૦ના રોજ ધરપકડ કરી ચાર્જફ્રેમ કર્યાના ૬૦ દિવસમાં સાક્ષીની તપાસ ન કરાતા કાઝીએ ડિફોલ્ટ બેઇલ માગ્યા હતા જે નકારી કઢાયા હતા.
નીચલી કોર્ટના હુકમ સામે કાઝીએ એડવોકેટ કિરીટ પાનવાલા મારફતે સેશન્સ કોર્ટમાં તેની કાયદેસરતાને પડકાર ફેંકતી રિવીઝન અરજી કરી હતી. જેની સુનાવણીના અંતે સેશન્સ કોર્ટે આરોપી ઝુબેર કાઝી તરફેની દલીલોને માન્ય રાખીને રૃ.૫૦ હજારના સધ્ધર જામીન અને તેટલી જ રકમના જાતમુચરકા પર શરતોને આધીન જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો. કોર્ટે નીચલી કોર્ટના તારણના મુદ્દે નાસંમતિ દર્શાવતા જણાવ્યું હતું કે અન્ય આરોપીઓની ગેરહાજરીના કારણે કેસ લંબાવવા પ્રોસિક્યુશનને પરવાનગી આપી શકાય નહીં. જો આવી પરવાનગી આપવામાં આવે તો કાયદાના મૂળભૂત હેતુનો ભંગ થયો ગણાય. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|