| Last Update : 18-Dec-2011,Sunday |
|
|
| |
|
|
|
|
| હાલોલ મધવાસ નજીકથી એક સપ્તાહ પૂર્વે લૂંટાયેલી ટ્રક ઉત્તર પ્રદેશથી મળી આવી |
|
| ગોધરા,તા.૧૭
હાલોલનાં મધવાસ નજીકથી ૭ ડિસેમ્બરની રાત્રિએ જીપ અને મારૃતિવાન મારફતે આવેલા લૂંટારૃઓએ કોપર ભરી ઇન્દોર તરફ જતી ટ્રકના ચાલક ક્લીનરને બંધક બનાવી ટ્રક અને કોપર મળી કુલ ૯૦.૧૪ લાખની લુંટ ચલાવતા ચકચાર મચી ગઇ હતી. જે ટ્રક ઉત્તરપ્રદેશના સિકંદરાબાદ ખાતેથી બિનવારસી હાલતમાં મળી આવ્યાની જાણ થતાં જ હાલોલ પોલીસ અને એલસીબી સ્ટાફ દ્વારા સિકંદરાબાદથી ટ્રક કબ્જે લઇ હાલોલ ખાતે લાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટ્રકનાં ચાલક કલીનર ને માર મારી બંધક બનાવી લીમખેડા પાસે એકાંત જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસે લુંટમાં ગયેલી ૧૫ લાખની કિંમતની ટ્રક કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
૯૦.૧૪ લાખની લૂંટનાં આરોપીઓનું પગેરૃં હજી મળતું નથી
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દહેજથી ઇન્દોર કોપર ભરી જતી ટ્રક હાલોલના મધવાસ નજીક ૭ ડિસેમ્બરની રાત્રિના બે વાગ્યાના અરસામાં પસાર થઇ રહી હતી. તે વેળાએ માર્શલ અને મારુતિવાનમાં આવેલા હરીયાણીભાષા બોલતા ૨૫ થી ૪૦વ ર્ષની વય ધરાવતા પાંચથી સાત લૂંટારાઓએ ટ્રકને અટકાવી ચાલક - ક્લીનરને નીચે ઉતારી માર મારી હાથમાં ચેઈન પહેરાવી બંધક બનાવી દીધા હતા. જ્યાંથી બન્ને પર ચાદરો ઢાંકી દઈ બળજબરીપૂર્વક માર્શલ જીપમાં બેસાડી અપહરણ કરી લઈ જવાયા હતા. એ વેળાએ તેમની પાસેથી બે મોબાઈલ ફોન, રોકડા ૧૨૦૦૦ રૃા. પણ લૂંટી લેવામાં આવ્યુ હતું અને લૂંટારાઓ ટ્રક લઈને ભાગી છૂટયા હતા.
એ વેળાએ માર્શલ જીપમાં ચાલક - ક્લીનર બન્નેને લીમખેડા હાઈવે પર એકાંત જંગલમાં ઉતારી દેવામાં આવ્યા હતા. ટ્રક અને કોપર સહિત ૯૦.૧૪ લાખની માતબર રકમની સનસનાટીભરીલૂંટ સંદર્ભે ચાલકે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની પોલીસ દ્વારા હાલ તપાસ કાર્યરત છે.
દરમ્યાન ટ્રક ઉત્તરપ્રદેશના સિંકદરાબાદ ખાતે બિનવારસી હાલતમાં પડી હોવાનું સ્થાનિક પોલીસે માલિકને ટ્રક ઉપર દર્શાવેલા નંબરના આધારે સંપર્ક કરી જાણ કરી હતી. જેના આધારે હાલોલ પોલીસને જાણ થતા પોસઈ ચૌહાણ અને એલસીબી સ્ટાફ દ્વારા સિકંદરાબાદ ખાતે લૂંટ થયેલી ટ્રકનો કબ્જો મેળવી હાલોલ ખાતે લાવવામાં આવી છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|