| |
ધંધુકા, તા.૧૭
ધંધુકા તાલુકાની ૫૩ ગ્રામ પંચાયતોની ચૂંંટણીમાં ૨૦ ગ્રામ પંચાયત સમરસ થતા હવે ૩૩ ગ્રામ પંચાયતની ચૂંટણી ૨૯મી ડીસેમ્બરે યોજાશે. ચુંડી ગ્રામ પંચાયત મહિલા સરપંચ સહિત તમામ સભ્યો મહિલા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતાં.
ચુંડી ગામે પંચાયતમાં સરપંચ સહિત તમામ મહિલા સભ્યોની પંચાયત બીનહરીફ
ધંધુકા તાલુકાની ૫૩ ગ્રામ પંચાયત પૈકી ૨૦ ગ્રામ પંચાયત બીનહરીફ (સમરસ) ચૂંટાયેલી જાહેર કરવામાં આવી હતી. જેમાં સરપંચ પદે આગામી પાંચ વર્ષ માટે જાળીયા ગ્રા.પં. ચેતનસિંહ દિપસંગભાઇ ચાવડા, ઝાંઝરકા ગ્રા.પં. કરમણભાઇ હીરાભાઇ જોગરાણા, છારોડીયા ગ્રા.પં. મહાવીરસિંહ જગતસિંહ ઝાલા, ખસ્તા ગ્રા.પં.હેમલતાબેન વખતસિંહ ગોહીલ, ગોરાસુ ગ્રા.પં. જગદીશભાઇ અમરશીભાઇ ઇટાળીયા, ચેર ગ્રા.પં.ભગીરથસિંહ પૃથ્વીસિંહ ચુડાસમા, ઓતારીયા ગ્રા.પં.ઝાંપડીયા જાદવ ગોવિંદભાઇ લાલજીભાઇ, અણીયાળી ભીમજી ગ્રા.પં. પ્રવિણાબા વિરેન્દ્રસિંહ ચુડાસમા, બુરાનપુર ગ્રા.પં.સવજીભાઇ રૃપાભાઇ કકુરાણીયા, નવાગામ કણા ગ્રા.પં.વસંતબેન પ્રેમજીભાઇ ડાભી, વાલીન્ડા ગ્રા.પં.રવજીભાઇ શંકરભાઇ સોલંકી, શેલા ગ્રા.પં.ચીમનભાઇ પોપટભાઇ મકવાણા, કામાતળાવ ગ્રા.પં.જીકુબેન વિરજીભાઇ બારૈયા, મુંડી ગ્રામ પંચાયતમાં સરપંચપદે સુજાબેન પ્રતાપસંગ પરમાર સાથે તમામ સભ્યો મહિલા બીનહરીફ ચૂંટાયેલા ચૂંટણી અધિકારી ભગોરાએ જાહેર કર્યા હતાં.
ભાણગઢ-મહાદેવપુરા ગ્રામ પંચાયતમાં લાલજીભાઇ લધરભાઇ પરમાર, બાવળીયારી ગ્રા.પં.માં જ્યોત્સનાબા રણજીતસિંહ ચુડાસમા, ઝીઝર ગ્રામ પંચાયતમાં જયાબા લક્ષ્મણદેવસિંહ ચુડાસમા આખેઆખી ગ્રામ પંચાયત સભ્યોની બોડી સાથે સરપંચ તરીકે બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતાં.
ધંધુકા તાલુકામાં ૫૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ૨૯મી ડીસેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે ૨૦ ગ્રામ પંચાયતો સાગમટે બિનહીફ ચૂંટાયેલી જાહેર થતા હવે ૩૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ કરવાની થશે.
બરવાળા તાલુકામાં ૨૧ ગ્રામ પંચાયતો માટેની યોજાનાર ચૂંટણીમાં ખમીદાણા અને સાંગાસર ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જેથી ૧૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની રહેશે. |