| Last Update : 17-Dec-2011,Saturday |
|
|
| |
|
|
|
|
સ્મીમેરના તબીબોને યુર્નિફોર્મના બદલે સ્મીમેરના લોગોવાળું એપરનનું કાપડ આપવા વિચારણા
|
| |
સ્મીમેર હોસ્પીટલમાં હવે પાર્કિંગ માટે પૈસા ચુકવવા પડશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ હોસ્પીટલમાં આગામી દિવસોમાં પાર્કિંગ માટે પૈસા ચુકવવા પડે તેવી કવાયત થઈ રહી છે. આ ઉપરાત સ્મીમેર હોસ્પીટલના તબીબોને યુર્નિફોર્મના બદલે સ્મીમેરના લોગાવાળું એપરન આપવા માટે પણ કવાયત થઈ રહી છે.
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પીટલમાં હાલ મુલાકાતીઓ માટે પાર્કિંગ માટે કોઈ પ્રકારની ફી વસુલાતી નથી. પરંતુ આગામી દિવસોમા પે એન્ડ પાર્ક માટેનો સૈધાંતિક નિર્ણય લેવા માટે કવાયત થઈ રહી છે. જેના કારણે વાહન લઈ આવતા મુલાકાતીઓએ પાર્કિંગ માટે પૈસા ચુકવવા પડશે.
પાલિકાની સ્મીમેર હોસ્પીટલમાં રોજ સાતથી આઠ હજાર મુલાકાતીઓ આવે છે. આ મુલાકાતીઓની સંખ્યામાં રોજ બરોજ વધારો થતો જાય છે. મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતાં પાર્કિંગની સમસ્યા પણ વકરી રહી છે. આ ઉપરાત સ્મીમેર હોસ્પીટલના કમ્પાઉન્ડમાંથી બાઈક-સાઈકલ ચોરીના કિસ્સા પણ બની રહ્યાં છે. આ ઉપરાત આડેધડ પાર્કિંગ કરાતા અકસ્માત પણ થઈ રહ્યાં છે.
આવી પ્રકારની સમસ્યા નિવારવા માટે સ્મીમેર હોસ્પીટલમાં પે એન્ડ પાર્ક બનાવવા માટે વિચારણા થઈ રહી છે. પાલિકા દ્વારા પાર્કિંગ માટે પૈસા વસુલવાનો નિર્ણય આગામી દિવસોમાં કરવામાં આવશે.
સુરત પાલિકા દ્વારા રેગ્યુલર ધોરણે ભરતી સ્ટાફને પાલિકા દ્વારા યુનિર્ફોમ આપવામાં આવે છે. જ્યારે કોન્ટ્રાક્ટા કર્મચારીઓને યુર્નિફોમ આપવામાં આવતો નથી. જેના કારણે એકરાગીતા જળવાતી નથી. જેના કારણે કોન્ટ્રાક્ટ પરના તબીબ તથા અન્ય કર્મચારીઓની ઓળખ છતી થાય તે માટે સ્મીમેર હોસ્પીટલના લોગોવાળા એપરનના કાપડ આપવા માટે વિચારણા થઈ રહી છે. આ નીતિ વિષયક નિર્ણય થાય તો આગામી દિવસોમાં એપરન પર લોગાવાળા કર્મચારીઓ જોવા મળશે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|