| Last Update : 17-Dec-2011,Saturday |
|
|
| |
|
|
|
|
| ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ ર૦૧૧નો ઉઠતો ચારેબાજુથી વિરોધ |
| |
માંડવી ખાતે જૈન સમાજના વિવિધ ફિરકારોઅની બેઠક મળી
માંડવી,તા.૧૬
ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ ર૦૧૧નો અમલ ન થાય તે માટે સમાજના વિવિધ મંડળો ટ્રસ્ટો અને સાધુ-સંતોએ સરકાર સામે ઝુંબેશ આદરીને એક્ટ મોકુફ રાખવાને બદલે રદ્દ કરાવવા પ્રયાસો કરવા જોઈએ તેવી હાંકલ માંડવીના પૂર્વ ધારાસભ્યએ કરી છે.
ટ્રસ્ટ એક્ટ મોકુફ રાખવાને બદલે સરકાર ધારો રદ્દ કરે તેવી માંગ
તાજેતરમાં જ માંડવી ખાતે જૈનાચાર્ય કલાપ્રભસાગરજીની નિશ્રામાં વિવિધ ફિરકાના અગ્રણીઓ તેમજ કબીરપંથ તથા બ્રહ્મસમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં માંડવીના પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ ટ્રસ્ટ એક્ટ મોકુફ રાખવાની બદલે સરકાર ધારા રદ્દ કરે તેવી માંગ કરી જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યનો ટ્રસ્ટ એક્ટ-ર૦૧૧ એ ટ્રસ્ટની પ્રવૃતિને રૃંધનાર સારા ટ્રસ્ટીઓને સેવા માટે અવરોધરૃપ, સાર્વજનિક પ્રવૃતિ જેવી કે શૈક્ષણિક, આધ્યાત્મિક અને વૈદ્યકીય જેવી માનવીય પ્રવૃતિને રોક લગાવનારૃ બની રહેશે અને સરકાર અફસરશાહીનું નિયંત્રણ વાળુ બની રહેશે તેને મોકૂફ રાખવાની વાત અધકચરી હોઈ કાયદા પ્રધાન જાહેરાત ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓ ગુમરાહ કરનારી ફેરબી છે.
ટ્રસ્ટ એક્ટ હેઠળ ટ્રસ્ટીઓની નાનકડી ભૂલને કારણે ટ્રસ્ટ પર સરકાર નિયુક્ત ચેરિટી કમિશ્નર હાવી બનીને ફોજદારી ધારો લાગીને ત્રણ વરસની સજા તેમજ દશ હજાર રૃપિયાનો દંડ લગાવી શકે તેવી અસાધારણ સત્તા આપનારૃ ધારો છે. ઉપરાંત એક ટ્રસ્ટનું બીજા ટ્રસ્ટમાં વિલીનીકરણ કરી શકાશે. તેમજ દિવાની અદાલતમાં પણ ટ્રસ્ટીઓ સરકારની સહમતિ વગર પડકારી શકશે નહીં અને જ્યારે અદાલતમાં પડકારવામાં આવશે ત્યારે ચેરિટી કમિશ્નરને પક્ષકાર તરીકે જોડવાની કલમ લગાડવામાં આવી છે. તેમજ ટ્રસ્ટી મંડળે વાર્ષિક બજેટ પણ બનાવવું પડશે ટ્રસ્ટની સાર્વજનિક પ્રવૃતિને માટે ગમે ત્યારે નાણાનો શ્રોત દાન દ્વારા મળતો હોય છે. તો બજેટ કેવી રીતે બનાવી શકાય ? તેવો અણિઆરો સવાલ કરવામાં આવ્યો છે. સરકાર ટ્રિબ્યુનલની રચના કરીને પોતાના મનગમતા અધિકારીઓને સંપૂર્ણ સત્તા આપીને મનસ્વી રીતે જોહુકમી ભર્યો વહીવટ કરીને મુક્ત અને માનદ્ સેવા આપતા ટ્રસ્ટીઓને હેરાન-પરેશાન કરી શકે તેવા અમર્યાદિત સતા ધરાવતું ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાવેલ આ ધારો (એક્ટ) છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ ટ્રસ્ટ એક્ટ ઝડપથી ગુજરત વિધાનસભામાં પસાર કરી દેવામાં આવ્યો અને ગર્વનરએ પણ સહી સિક્કા લગાવી દીધા હતા. પરંતુ અંધારામાં રહેલા વિવિધ ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ સફાળા જાગતા સરકારે અમલીકરણ મોકૂફ છે. પરંતુ સરકાર ગમે ત્યારે અમલ કરી શકે તેવી લટકતી તલવાર છે ત્યારે સંપૂર્ણપણે એક્ટને રદ્દ કરવામાં આવે અને સમીક્ષા કરીને નવેસરથી લોક વિશ્વાસ લઈને કરવામાં આવે તે જરૃરી છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|