| |
ભાવનગર, ગુરૃવાર
મરાળા તાલુકાના વડોદ ગામે રહેતા સવિતાબેન ગણપતભાઇ કાનાણીએ ગઇકાલે રાત્રીના ૭-૦૦ના સુમારે જયુભા મંગળસિંહની વાડીએ ભાગવુ કપાસ કરેલ હોય ત્યા ઝુપડુ કરી રહેતા હોય તે વેળાએ કોઇ અગમ્ય કારણસર પોતાના ઝુપડામાં રાંઢવુ બાંધી ગળાફાંસો ખાઇ લટકી જઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને વાડી માલીક શાંતુભા જોઇ જતા તેણીને તાત્કાલીક ટીંબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતાં. બાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ સંદર્ભે ઉમરાળા પોલીસે કાગળ કરી તજવીજ હાથ ધરી હતી. |