| Last Update : 15-Dec-2011,Thursday |
|
|
| |
|
|
|
|
| પૂર્વ કચ્છ પોલીસ તંત્રની મીઠી નજર તળે ચાલતું જુગારધામ |
| |
અંજાર મધ્યે આવેલા લોક મેળામાં જુગારની બાજી જામતા લોકો પરેશન
ગાંધીધામ,તા.૧૩
અંજાર શહેર ખાતેથી પસાર થતી સાંગનદીના પટમાં આવેલા લોક મેળા સાથે સાથે જુગારધામ પણ પુરબહારમાં ખીલતા મનોરંજન માટે આવેલા અનેક સહપરિવારો લુખ્ખા તત્વોના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
મનોરંજન માટે અનેક પરિવારો મેળામાં ગયા પરંતુ ખુલ્લેઆમ ચાલતા જુગારના ખેલો જોઈને ચોકીં ઉઠયા ઃ પોલીસ સમક્ષ પગલાં ભરવા રજૂઆત
અંજાર શહેરમાં ખુલ્લેઆમ આંકડા સહિતના જુગારો તેમજ ઈંગ્લીશ દારૃનું વેંચાણ પોલીસ તંત્રની મીઠી નજર તળે થતું હોવાની અનેક ફરિયાદો અગાઉ ઉઠી ચૂકી છે. ત્યારે પોલીસ તંત્રની મીઠી નજર તળે વધુ એક જુગારધામ ખુલ્લેઆમ ચાલુ કરાતા ભારે ચકચારી મચી જવા પામી છે. અંજાર ખાતેથી પસાર થતી સાંગ નદીના પટમાં છેલ્લા થોડા દિવસોથી લોક મેળો જામતા શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી અને મનોરંજન માટે સહપરિવાર સાથે લોક મેળામાં ઉત્સાહ ભેર ગયા હતા પરંતુ ત્યાં ચાલતી પ્રવૃતિઓને જોઈને ચોંકી ઉઠયા હતા.
લોક મેળાની આડમાં ચાલતા જુગારધામ ચાલતું હોવાની વિગતો બહાર આવી છે. અહીં ખુલ્લેઆમ રમાતા જુગારમાં દારૃ સહિતની વ્યવસ્થાઓ સંચાલકો દ્વારા કરી આપવામાં આવતી હોવાના આક્ષેપો મેળામાં ગયેલા લોકોએ કર્યા હતા. એટલું જ ઓછું હોય તેમ મેળાનો આનંદ માણવા માટે આવેલા પરિવારોની મહિલાઓ સામે પણ ઘણાખરા જુગારી અને દારૃડીયા શખ્સોએ અભદ્ર વર્તન કર્યું હોવાની ફરિયાદો કરી હતી.
સરેઆમ જામતી જુગારની બાજીઓ છતાં પણ સ્થાનિક તેમજ પૂર્વ કચ્છની પોલીસ તંત્ર ચૂપ રહેતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે લોક મેળાની આડમાં ચાલતા જુગારધામને તાત્કાલિક બંધ કરવા શહેરીજનોએ માંગ કરી છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|