ભાવનગર, બુધવાર
પર્યાવરણમાં થઇ રહેલ નુકશાન અને તેની સામે માનવના જીવન ઉપર થઇ રહેલ વિપરીત અસરોને કારણે હવે પર્યાવરણનું રક્ષણ કરવું જરૃરી થઇ પડયું છે. આ બાબતના પ્રયાસરૃપે બ્લેક બક નેચર ક્લબ દ્વારા પર્યાવરણના રક્ષણ અને વૃક્ષોના ઉછેરવાની જાગૃતિ સમાજમાં અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં વિકસે તે અર્ત ભાવનગરથી પ્રકૃત્રિ શિક્ષણ શિબિર ઉધાન હિંગોળગઢ સુધી એક સાયકલ યાત્રાનું આયોજન કરેલ છે. જેના કલબના સાયકલયાત્રીઓ આ યાત્રામાં વરતેજ, ઘાંઘળી, ચોગઠ, ઉમરાળા, દડવા, ઉજળવાવ, ખોપાળા, ગઢડા, રોજમાળ જેવા ગામોમાં શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવા બાબતે અને પ્લાસ્ટીકના પ્રદુષણને રોકવા ઉપરાંત વૃક્ષોના ઉછેર બાબતે સમજ આપશે. આ યાત્રા તા.૧૫ને ગુરૃવારે સવારે ૮ વાગ્યે શહેરના વિક્ટોરીયા પાર્ક ખાતેથી શરૃ થશે.