| Last Update : 14-Dec-2011,Wednesday |
|
|
| |
|
|
|
|
વાપીની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ઃ ૬ મજલી ઇમારત લપેટમાં
|
| |
પ્રચંડ ધડાકા સાથે રીએકટર ફાટતાં
યશો કેમિકલ કંપનીમાં રહેલા સોલવન્ટના જથ્થાને કારણે આગ બેકાબુ બની ઃ કંપનીનો બીજો પ્લાન્ટ અને બાજુની કંપની પણ લપેટમાં આવી
કર્મચારીઓ ફસાયા છે કે કેમ? તેની વિગતો બહાર આવી નથી
વાપી,મંગળવાર
વાપી ઉદ્યોગનગરના ફોર્થફેઝ વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી કંપનીમાં આજે સાંજે એકાએક પ્રચંડ ધડાકા સાથે રિએકટર ફાટતા ભિષણ આગ સળગી ઉઠી હતી. કંપનીમાં રહેલા સોલવન્ટના જથ્થાને કારણે આગે જોત જોતામાં કંપનીની ૬ મંજલી ઈમારતને લપેટમાં લેતા કંપનીના કર્મચારી સહિત અન્ય કંપનીના કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળા દુર દુર સુધી ફેલાઈ જતા વાપી તથા આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભિષણ આગે કંપનીના અન્ય એક પ્લાન્ટ તથા બાજુમાં આવેલી અન્ય એક કંપનીને પણ લપેટમાં લઈ લીધી હતી. જોકે આ ભિષણ આગમાં ઈજા કે જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
ઘટના સ્થળેથી અને પ્રાપ્ત માહિતી અનુસાર વાપી ઉદ્યોગનગરના ફોર્થફેઝ વિસ્તારના પ્લોટ નંબર રપ૧૪ અને રપ૧પ માં સોલવન્ટનું ડિસ્ટીલેશન કરતી યશો કેમિકલ કંપની આવેલી છે. આ કંપનીમાં આજે સાંજે લગભગ સાડાચાર વાગ્યાની આસપાસ અચાનક રિએકટર ફાટતા પ્રચંડ ધડાકા સાથે આગ સળગી ઉઠતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.કેમિકલ કંપનીમારહેલા ં સોલવન્ટના જથ્થાને કારણે આગે જોત જોતામાં આક્રમક સ્વરૃપ ધારણ કરતા કંપનીની ૬ મજલી ઈમારતને લપેટમાં લઈ લીધી હતી. ઘટનાને પગલે વાપી ટાઉન, નોટીફાઈડ, સરીગામ, દમણ સહિતના ફાયર ફાઈટરના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
લાશ્કરોએ ગંભીર સ્વરૃપ ધારણ કરેલી આગ ઉપર કાબુ મેળવવા કવાયત શરૃ કરી દીધી હતી.ં આગ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. જેને કારણે આસપાસમાં આવેલી કંપનીના કર્મચારીઓ પણ પોતાની કંપનીમાંથી બહાર નીકળી ગયા હતા. આગ ઉપર કાબુ મેળવવા ફોમનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે ઉદ્યોગનગર પોલીસ મથકનાં પીઆઈ વળવી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કંપની નજીક એકત્રિત થયેલા ટોળાને દૂર હટાવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત હાથ ધરી હતી.
બેકાબુ બનેલી આગે યશો કેમિકલને આખી લપેટમાં લીધા બાદ આજ કંપનીના અન્ય એક પ્લાન્ટ તથા બાજુમાં આવેલી સન ઈન્ડસ્ટ્રીઝને પણ લપેટમાં લઈ લીધી હતી. વિકટ બનેલી પરિસ્થિતિને કારણે ફાયર ફાઈટરોના લાશ્કરો અવઢવમાં મુકાયા હતા. જો કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ તે અંગે માહિતી બહાર આવી શકી ન હતી. આગે જોત જોતામાં આખી કંપનીને લપેટમાં લઈ લેતા કંપનીના કર્મચારીઓ આગમાં ફસાયા કે કેમ તે અંગેની માહિતી બહાર આવી શકી નથી. કંપનીમાં રહેલા સોલવન્ટના જથ્થાને કારણે ભારે ધડાકા સાથે આગ જ્વલંત બનતા જ્વાળા દુર દુર સુધી પ્રસરી જતાં વાપી તથા આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે.
મોડી રાત સુધી બેકાબુ બનેલી આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો. એટલું જ નહીં પણ ભારે ભયાનક બનેલી આગને કારણે જીઆઈડીસી વિસ્તારમાં લગભગ અડધો કિ.મી. સુધી લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો. જોત જોતામાં ભારે ભયાનક બનેલી આગને કારણે વાપી વીઆઈએના આગેવાનો સહિતના ઉદ્યોગપતિઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|