| સાવલી,તા.૧૩
ખખડધજ અને તુટી ગયેલા પાર્ટસ વાળી એસ.ટી. બસને રીપેર કરવાની જગ્યાએ મુસાફરો ભરીને એસટી. તંત્રે માર્ગ પર દોડાવતા થયેલા અકસ્માતમાં ચાર મુસાફરોને ઇજા થઇ છે.
ઇજાગ્રસ્તોને વડોદરા ખસેડાયા
હાલોલ ડેપોની જીજે ૧૮ વાય ૧૬૫૫ નંબર વાળી બસની કમાન ભાગી ગયેલ અને પાટા તુટી ગયેલા. આ બાબતે બસ ડ્રાઇવરે હાલોલ હેડ મિકેનિકને રીપેર કરવા વાંરવાર રજુઆત કરી હતી, જેની લોંગશીટમા એન્ટ્રી પણપાડીછે. આ બસને રીપેર કરવાની અવગણના કરીને મુસાફરોને ભરીને રસ્તા પર દોડાવવામાં આવતી હતી. ત્યારે આજે સવારે આ બસ મુસાફરો ભરીને સાવલીથી વડોદરા જતી હતી.
ત્યારે સામેથી પૂરઝડપે આવતા એક ડમ્પર અથડાતા બસ ચાલક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો.
બસના પાટા કમાન તુટી ગયેલી હાલતમાં જ વાહન કંટ્રોલ નડી થતા બસ સીધી ધડાકાભેર રોડની બાજુના ઝાડ સાથે ભટકાઇ હતી. જેમાં બસ કન્ડકટર સહિત ચારને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવારઅર્થે વડોદરાની સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
|