| |
ભાવનગર, મંગળવાર
બોટાદ તાલુકાના લાઠીદડ ગામે રહેતા ગોદાવરીબેન ગોરધનભાઈ મુંજપરા (ઉ.વ.૬૫) ગઈકાલે રાત્રીનાં ૭.૩૦ કલાકના અરસા દરમ્યાન તાપતી વેળાએ ભડકો થતાં ગંભીર રીતે દાઝી જતા અત્રેની સર ટી. હોસ્પિટલના બન્સવોર્ડમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન રાત્રીનાં ૧૦.૫૦નાં અરસા દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ સંદર્ભે હોસ્પીટલ ચોકીએ કેસ કાગળ હાથ ધર્યા હતા. |