| Last Update : 13-Dec-2011,Tuesday |
|
|
| |
|
|
|
|
| કોન્વોકેશનની ડાયમંડ જયુબિલી પણ, યુનિ. સત્તાધીશો સાવ નિરસ |
|
| યુનિ.સત્તાધીશો અને સીન્ડીકેટ સભ્યોે યાદગાર ઉજવણી કરી શક્યા હોત
સીન્ડીકેટ સભ્યોને ચૂંટણીઓ અને નિમણૂંકો સીવાય કશામાં રસ નથીઃ યુવાઓ પર પ્રભાવ પાડે તેવા મહાનુભાવને આમંત્રીત કરવાનો પ્રયત્ન જ ના કરાયો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
એમ.એસ.યુનિવર્સીટીનો ૧૭મીએ યોજાનારો વાર્ષિક પદવીદાન સમારોહ યુનિવર્સીટીનો ૬૦મો વાર્ષિક પદવીદાન સમારોહ છે.પણ યુનિવર્સીટીના પદવીદાન સમારોહની ડાયમંડ જ્યુબેલી સાવ ફીક્કી રહે તેવા એંધાણ મળી રહ્યા છેે.
કોઈ પણ સંસ્થાની કે વિશિષ્ટ પરંપરાની કે પછી જન્મ દિવસની ડાયમંડ જ્યુબેલીનુ આગવુ મહત્વ હોય છે.તેમાં પણ આ વખતે તો યુનિવર્સીટીના પદવીદાન સમારોહની જ ડાયમંડ જ્યુબેલી છે પરંતુ યુનિવર્સીટીના સત્તાધીશો અને સીન્ડીકેટ સભ્યોની દુરંદેશીના અભાવે પદવીદાન સમારોહ નિરસ રહે તેવુ અત્યારથી જ લાગી રહ્યુ છે.
સેનેટમાં કેટલી બેઠકો પોતાના જુથને મળશે તેના સીવાય સીન્ડીકેટ સભ્યોને અન્ય કોઈ પણ બાબતમાં રસ હોય તેમ લાગતુ નથી.યુનિવર્સીટીમાં બહુમતિ ધરાવનાર જુથ ધારતો તો આ સમારોહ માટે અગાઉથી યોજના બનાવીને તેની ઉજવણીને યાદગાર બનાવી શક્યુ હોત પરંતુ દિર્ઘદ્રષ્ટિ વગરના સીન્ડીકેટ સભ્યોએ વાઈસ ચાન્સેલર તરીકે પ્રા.યોગેશ સીંઘના આગમન બાદ અત્યાર સુધી સેનેટની ચૂંટણી સીવાયની અન્ય કોઈ પ્રવૃત્તિમાં રસ બતાવ્યો નથી.જેના કારણે યુનિવર્સીટીના મુઠ્ઠીભર અધિકારીઓ જ શાસન ચલાવતા હોય તેવી છાપ ઉભી થઈ રહી છે.
આ પ્રકારના વહીવટનુ હાલનુ ઉદાહરણ યુનિવર્સીટીનો પદવીદાન સમારોહ છે.પદવીદાન સમારોહમાં સામાન્ય રીતે એવા મહાનુભાવોને નિમંત્રીત કરાતા હોય છે જેમનો સમાજમાં આગવો પ્રભાવ હોય અને તેમનુ પ્રવચન પદવીદાન સમાહોરમાં વિદ્યાર્થીઓને ખેંચી લાવે.આ વખતે ઉચ્ચ શિક્ષણની સર્વોચ્ચ સંસ્થા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશનના ચેરમેનને આમંત્રીત કરાયા છે.શૈૈક્ષણિક વર્તુળોમાં ચોક્કસ તેઓ પ્રભાવિત કરનારા વ્યક્તિ કહી શકાય પરંતુ યંગ જનરેશન તેમના પ્રવચનમાં રસ બતાવે તેવી શક્યતાઓ ઓછી છે.આ જ દિવસે તેઓ એસ.પી.યુનિવર્સીટીમાં પણ પ્રવચન આપવાના છે.
પદવીદાન સમારોહની ડાયમંડ જ્યુબેલી છે તેવુ જાણતા સત્તાધીશો અગાઉથી તેની ઉજવણી વિશેષ રીતે કરવા માટે આયોજન કરી શક્યા હોત અને યુજીસી ચેરમેનની સાથે સમાજમાં મહત્વનુ યોગદાન આપનાર મહાનુભાવને બોલાવી શક્યા હોત.ભૂતકાળમાં સંખ્યાબંધ મહાનુભાવો એમ.એસ.યુનિવર્સીટીની પ્રતિષ્ઠાના કારણે પદવીદાન સમારોહમાં હાજર રહી ચુક્યા છે.પરંતુ અધિકારીઓથી માંડીને સીન્ડીકેટ સભ્યોને પણ આવી કોઈ પરવા નહી હોવાનુ દેખાઈ રહ્યુ છે.જાણે પરંપરા નિભાવવા માટે યંત્રવત આયોજન થયુ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|