| Last Update : 13-Dec-2011,Tuesday |
|
|
| |
|
|
|
|
| મોણપર ગામે મહિલાએ આત્મહત્યા કર્યા બાદ બારોબાર અંતિમ સંસ્કાર કરાયા |
| |
| |
ભાવનગર, સોમવાર
વલ્લભીપુર તાલુકાના મોણપર ગામે માનસીક અસ્થિરતાના કારણે એક મહિલાએ બે દિવસ પૂર્વે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધા બાદ તેના પરિવારજનોએ તેણીના વતનમાં અંતિમ સંસ્કાર કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી.
ઘટના પ્રકાશમાં આવતા વલ્લભીપુર પોલીસે મૃતક મહિલાના સંબંધીના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી
બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર વલ્લભીપુર તાલુકાના મોણપર ગામે રહેતા કાંન્તાબેન રોહીતભાઈ કોળીએ ગત તા.૧૦ ના રોજ સવારે ૧૦ કલાકના સુમારે ઘરેથી દર્શન કરવા જવાનું કહી નિકળી ગયા બાદ છેલ્લા ઘણા સમયથી મગજના અસ્થિરતા ધરાવતા હોય જેના કારણે વલ્લભીપુરમાં જુના ભાડુતી ઘરે પહોંચી ખાલી મકાનમાં જઈ પોતાની જાતેથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઉક્ત ઘટના સંદર્ભે વલ્લભીપુર પી.એસ.આઈ. ઝાલાએ જણાવ્યું હતું કે, મૃતકની લાશ રાત્રી ૮ કલાકના અરસા દરમીયાન મળી આવ્યા બાદ તેના પિયરપક્ષને બોલાવી બન્ને પક્ષની સહમતીના કારણે તેમના ધંધુકા તાલુકાના ભાણગઢ ગામે જઈ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. પોલીસને જાણ કર્યા વિના અંતિમ સંસ્કાર કરાયા સંદર્ભે ઘટના જાણમાં આવતા મોણપર પહોંચી તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ અસ્થિર મગજના કારણે પગલુ ભર્યા બાદ બન્ને પક્ષે સહમતીથી અંતિમ સંસ્કાર કરાયા હોવાનું જણાવતા પિયર અને સસુર પક્ષના નિવેદન લઈ આગળની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|