| Last Update : 12-Dec-2011,Monday |
|
|
| |
|
|
|
|
ડિંડોલીના અવવારૃં બિલ્ડીંગમાંથી બાળાની ફાંસો આપેલી લાશ મળી
|
| |
| ૩ વર્ષની અજાણી બાળકીના મોઢા પર દિવાલ સાથે અફાડી હોય તેવા ઇજાના નિશાન ઃ ઓળખ માટે કવાયત
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
લિંબાયતમાં ડિંડોલી ખાતે આજે મોડી સાંજે અવાવરૃ બિલ્ડીંગમાંથી આશરે ૩ વર્ષીય બાળકીની ગળે ફાંસો આપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી છે. આ બાળા પર બળાત્કાાર થયો છે કે નહીં ? તે માટે પોલીસે એફએસએલની મદદ લઇ તેની ઓળખ માટેની કવાયત હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતમાં લિંબાયતમાં નવાગામ-ડિંડોલી રોડ પર માનસી રેસીડન્સીની સામેના સી.આર.પાટીલ નગરના એક અવાવરૃ બિલ્ડીંગમાં આજે સાંજે એક યુવાન લઘુશંકા કરવા ગયો હતો. તે સમયે તેની નજર બીજા માળે કોલમ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકી આશરે ૩ વર્ષીય અજાણી બાળકી પર ગઇ હતી. આ જોઇને તે ચોંકી ઉઠયો હતો અને તેણે આજુબાજુના લોકોને જાણ કરી હતી. બાદમાં આ અંગે પોલીસ કંટ્રોલને જાણ કરાતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
ઉલ્લેખનીય છે કે બાળકીના મોઢા પર દિવાલ સાથે અફાડી હોય તેવા ઇજાના ચિન્હ મળી આવ્યા છે. બાળકીએ બ્લ્યુ અને લાલ લાઇનવાળો સ્કૂલનો યુનિફોર્મ પહેરેલો છે. આજુબાજુ વિસ્તારમાં આ વાત વાયુવેગે પ્રસરતાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. પોલીસે સ્થાનિક વિસ્તારમાં આ બાળકી કોણ છે, તે જાણવા માટે કવાયત આદરી છે. પણ રાત્રી સુધીમાં તેના કોઇ સંબંધીની ભાળ મળી ન હતી. બાળકી પરપ્રાંતિય હોવાની શક્યતા પોલીસે દર્શાવી છે. પોલીસે ગુમ થયેલી બાળકોની યાદી લઇ તપાસ હાથ ધરી છે. પોલીસે બાળકી પર બળાત્કાર થ?ો છે કે નહીં ? તેની તપાસ માટે એફએસએલની પણ મદદ લીધી છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|