| Last Update : 12-Dec-2011,Monday |
|
|
| |
|
|
|
|
| યુનિ.માં છેલ્લા એક વર્ષથી પ્રોફેસર અને રીડરના ઈન્ટરવ્યૂ થયા નથી |
|
| એકેડમીક પોઈન્ટ સીસ્ટમ દાખલ કરવામાં થયેલા વિલંબના કારણે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
એમ.એસ.યુનિવર્સીટીમાં યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે એેેકેડેમીક પોઈન્ટ ઈન્ડેક્ટ(એપીઆઈ)નો અમલ હજી સુધી નહી થયો હોવાના કારણે છેલ્લા એક વર્ષથી રીડર અને પ્રોફેેસરના ઈન્ટરવ્યૂ થયા નથી.
વાઈસ ચાન્સેલર પણ માને છે કે ઈન્ટરવ્યૂમાં થયેલા વિલંબથી પ્રાધ્યાપકો પ્રમોશનથી વંચીત છે
પ્રાધ્યાપકોને તેમના રીસર્ચ અને અન્ય સિધ્ધિઓના આધારે બઢતી આપવાનો નિર્ણય યુજીસીએ કર્યા બાદ તમામ યુનિવર્સીટીને એપાઈ સ્વરૃપે પોઈન્ટ સીસ્ટમ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.જો પ્રાધ્યાપાક અમુક પોઈન્ટ મેળવ્યા હોય તો જ રીડર કે પ્રોફેસર બની શકે તેવો આશય આ સીસ્ટમ દાખલ કરવા પાછળ હતો.
યુનિવર્સીટી સત્તાધીશોએ યુજીસીની ગાઈડલાઈનના આધારે એપીઆઈનુ માળખુ તૈયાર કરવા માટે એક કમિટિ બનાવી હતી.આ કમિટિએ દોઢ વર્ષ બાદ પોતાનો અહેવાલ યુનવિર્સીટી સત્તાધીશોને તાજેતરમાંં સુપ્રત કર્યો છે.જેના પર સત્તાધીશોએ પ્રાધ્યાપકોના અભિપ્રાય પણ મળેવ્યા છે.હવે આ અહેવાલ મંજુરી માટે સીન્ડીકેટ સમક્ષ મુકવામાં આવશે.
એ દરમ્યાનમાં યુનિવર્સીટીમાં રીડર અને પ્રોફેસરના ઈન્ટરવ્યૂ અટકી પડયા છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લે યુનિવર્સીટીમાં સપ્ટમ્બર ૨૦૧૧માં પ્રાધ્યાપકોની બઢતી માટેના ઈન્ટરવ્યૂ લેવાયા હતા.આમ છેલ્લા એક વર્ષથી ઈન્ટરવ્યૂ યોજાયા નથી.એપીઆઈ સીસ્ટમ દાખલ કરવામાં થયેલા વિલંબના કારણે સેંકો પ્રાધ્યાપકોનુુ પ્રમોશન અટકેલુ છે.
ખુદ વાઈસ ચાન્સેલરનુ પણ માનવુ છે કે પ્રાધ્યાપકોની બઢતીમાં વિલંબ થઈ રહ્યો છે.વાઈસ ચાન્સેલર પ્રા.યોગેશ સીંઘને આ અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે ઈન્ટરવ્યૂ નહી યોજાઈ શક્યા હોવાથી પ્રાધ્યાપકોનુ પ્રમોશન અટકી ગયુ છે.યુનિવર્સીટી દ્વારા સીન્ડીકેટમાં એપીઆઈ અંગેનો અહેવાલ મુકવામાં આવશે અને સાથે સાથે ઈન્ટરવ્યૂ માટે સરકારના એનઓસીની કાર્યવાહી પણ શરુ કરવામાં આવશે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|