| |
ભાવનગર, શનિવાર
ભાવનગરથી ધોલેરા અને પીપળી સુધીના રોડ રસ્તાની હાલત દયનીય છે ત્યારે આ બિસ્માર રસ્તાના કામને ચોક્કસ સમય મર્યાદામાં શરૃ કરવા અને પૂરો કરવા માંગણી ઉઠવા પામી છે.
ચોક્કસ સમય મર્યાદામાં કામ શરૃ કરવા અને તેની સાથોસાથ પૂરૃ કરવા ઉઠેલી માંગણી
સરખેજ, વટામણ ચોકડી-ભાવનગર છ માર્ગીય રસ્તા અંગે સરકાર દ્વારા નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે અને તે અંગે સક્રિયપણે કાર્ય કરાશે તેમ હકીકતો જાણવા મળેલ છે. આ માર્ગ થાય તેને કારણે પરિવહનને ઘણી જ ઉપયોગીતા થાય તેમ છે, અને આ વિસ્તારનો વિકાસ પણ વધવા પામે તેમ છે. પરંતુ હકીકતમાં આજે ભાવનગરથી લગભગ ધોલેરા સુધી અને ધોલેરાથી પીપળી સુધીનો રસ્તો તદ્દન બિસ્માર છે પરિણામે વાહનોને નુકશાની અને સમયની બરબાદી થાય છે.
કામ વિલંબ થવાને કારણે બજેટરી એસ્ટીમેન્ટમાં પણ વધારો થવા પામ્યો છે, ત્યારે આ રસ્તો બનાવવાનું કામ ચોક્કસ સમયમર્યાદામાં શરૃ કરવા અને તે ચોક્કસ સમય મર્યાદામાં પુર્ણ થાય તે માટે જરૃરી આદેશો આપવા માંગણી ઉઠી છે. આ પ્રકારે રસ્તો થવાને કારણે ભાવનગરથી અમદાવાદ ઉપરાંત, ભાવનગરથી વડોદરા, સુરત વિગેરે જગ્યાએ જવા માટે પણ ઘણી અનુકુળતા, સમય અને ઇંધણની બચત થાય તેમ છે. આથી આપને સત્વરે આ અંગે નિર્ણય લઇ કામ શરૃ કરાવવા અને નિયત સમયમાં તે પુરૃ થાય તે અંગેની કાર્યવાહી કરવા માંગણી કરી છે. |