| Last Update : 11-Dec-2011,Sunday |
|
|
| |
|
|
|
|
ગેપીલ સામે થયેલી કાર્યવાહીનો રિપોર્ટ સરકારને મોકલી દેવાયો
|
| |
| ખોદકામ દરમિયાન ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરાઇ હતી ઃ રિપોર્ટ બાદ હવે સરકાર વધુ નિર્ણય લેશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
સચીન જીઆઇડીસીની પાઇપલાઇનમાંથી ગેપીલ કંપનીનું ભૂતિયા જોડાણ મળવાના કિસ્સામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ૧૮ દિવસ સુધી હાથ ધરેલી કામગીરીના ફોટોગ્રાફ વિડીયોગ્રાફી સહિતનો સંપૂર્ણ અહેવાલ રાજય સરકાર અને સંબંધિત વિભાગને સુપરત કર્યો હોવાની વિગતો સાંપડી છે.
જીપીસીબીને ગેપીલ કંપનીના ત્રણ ભૂતિયા જોડાણ મળ્યા બાદ જીપીસીબીના ડાયરેકટરે ગેપીલ કંપનીને કલોઝર નોટીસ આપી હતી. કલોઝર નોટીસ બાદ પણ તપાસની કામગીરી જારી રખાઇ હતી.
સચીન જીઆઇડીસીની પાઇપલાઇનથી ગેપીલ કંપનીની મુખ્ય સ્ટોરેજ ટાંકી સુધી જીપીસીબીએ ૧૮ દિવસ સુધી કામગીરી હાથ ધરી હતી તેમજ આ કામગીરી દરમિયાન સતત વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાઇ હતી. આ વિડીયોગ્રાફી- ફોટોગ્રાફી સહિતના તમામ રેકોર્ડ જીપીસીબીના અધિકારીએ તૈયાર કરેલા રિપોર્ટ સાથે રાજય સરકાર અને સંબંધિત ડિપાર્ટમેન્ટને રવાના કરી દેવાયા છે. આ રિપોર્ટ બાદ કલોઝર નોટીસ ઉપરાંત કયા પગલા લેવાય છે તેના પર ગ્રામજનો મીંટ માંડીને બેઠાં છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|