| Last Update : 10-Dec-2011,Saturday |
|
|
| |
|
|
|
|
| અંકલેશ્વરમાં વૈભવી એસી હોલમાં ગરીબ કલ્યાણ મેળો ! |
|
| અંકલેશ્વર,તા.૯
ગરીબ કલ્યાણ મેળા યોજીને ગરીભો અને શ્રમજીવીઓની સમસ્યાઓ પર નેતાઓ ચિંતા વ્યકત કરીને મગરના આંસુ સારે છે. અને તેની પ્રતિતિ આજે અંકલેશ્વરમાં જોવા મળી હતી. પરસેવો પાડીને કાળી મજુરી કરતા શ્રમજીવીઓ માટેનો ગરીબ કલ્યાણ મેળો વૈભવી એસી હોલમાં યોજાતા ટીકાપાત્ર બન્યો હતો.
કાળા વાવટાના દેખાવો કરતા કોંગી આગેવાનોની અટકાયત
અંકલેશ્વર શહેર વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળો જીઆઇડીસીના એઆઇએનાં વાતાનુકુલિત હોલમાં યોજાયો હતો. જેનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ કરતા પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરમાં એક ટાઉન હોલની અછત હવે સ્પષ્ટ પણે જણાય આવે છે. કારણ કે તાલુકા કક્ષાનો હોય કે શહેર વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળો સરકારની એજન્સીઓએ જીઆઇડીસીનાં ઉદ્યોગ મંડળના (એઆઇએ)નાં વાતાનુકુલ હોલમાં જ યોજવાની ફરજ પડી રહી છે. આજરોજ આ હોલમાં ફરી એક વખત ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. સમય કરતા મોડા આવેલા મંત્રીઓનાં કારણે લોકોએ ભુખ્યા તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો.
ગરીબ કલ્યાણ મેળો અને રાજય સરકારની નિતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવા માટે શહેર કોંગ્રેસના કાર્યકરતાઓ દ્વારા કાળા વાવટા ફરકાવીને મોદી સરકાર વિરૃદ્ધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો કે પોલીસે આ વિરોધ પ્રદર્શનને અટકાવી તમામની અટકાયત કરી હતી. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|