| Last Update : 09-Dec-2011, Friday |
|
|
| |
|
|
|
|
| કારેલીબાગમાં વૃધ્ધા ઉપર નિર્દયી રીતે હૂમલો ઃ બંગડીઓ લૂંટી લીધી |
|
| એકલવાયી વ્યક્તિઓની સલામતી જોખમાઈ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
અકોટામાં એકલવાયી એનઆરઆઈ મહિલાની ઘાતકી હત્યા અને લૂંટના બનાવો બાદ એકલવાયી વ્યક્તિઓની સલામતી જોખમાઈ છે તેવા સમયે કારેલીબાગના ભરચક વિસ્તારમાં આજે સાંજે એકલવાયી વૃધ્ધા ઉપર હૂમલો કરીને ત્રણ તોલાની બંગડીઓ લૂંટવાના બનાવ ભારે ચકચાર જગાવી હતી.
અકોટામાં એનઆરઆઈ મહિલાની હત્યા અને લૂંટ બાદ એકલવાયી વૃધ્ધા ઉપર હુમલાનો બીજો બનાવ
કારેલીબાગના શ્રીપાદનગર ખાતે રહેતા ૮૧ વર્ષીય કાંતાબેન સોમાભાઈ પટેલની સારસંભાળ રાખવા માટે તેમના ભાઈ કાશીભાઈ સાથે રહે છે આજે સાંજે પાંચેક વાગે કાશીભાઈ કામઅર્થે બહાર નીકળ્યા તે અરસામાં કોઈ ગઠિયો મકાનમાં ઘૂસી આવ્યો હતો અને વૃધ્ધા ઉપર સ્પ્રે જેવું છાંટી મુક્કામાર્યા હતા. વૃધ્ધા નીચે પટકાતા બળજબરીપૂર્વક તેના હાથમાંથી ત્રણ તોલાની બંગડીઓ લૂંટીને ગઠિયો ફરાર થઈ ગયો હતો.
બનાવને પગલે ફરી એકવાર શહેરમાં રહેતી એકલવાયી વ્યક્તિઓની સલામતી જોખમાઈ છે અને તેમનામાં ગભરાટની લાગણી વ્યાપી છે.
કારેલીબાગ પોલીસે એક શકમંદ યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|