| Last Update : 09-Dec-2011, Friday |
|
|
| |
|
|
|
|
| આગામી સપ્તાહના જનરલ બોર્ડમાં ડે.મેયરની વરણી |
| |
| |
ભાવનગર, બુધવાર
મહાપાલિકાના ડેપ્યૂટી મેયરની મુદ્દત પુરી થતા આગામી તા.૧૬ના રોજ નવા ડેપ્યૂટી મેયરની વરણી કરવામાં આવશે. સાથોસાથ આવતા સપ્તાહમાં સ્ટેન્ડીંગના ચેરમેનની પણ વરણી કરવામાં આવશે.
સ્ટેન્ડીંગ ચેરમેન અને ડે.મેયરની વરણી માટે ક્ષત્રિય અને કોળી સમાજને અગ્રતા
મહાપાલિકાની સામાન્ય સભા તા.૧૬ના રોજ મળશે. જેમાં પ્રશ્નોત્તરીકાળ બાદ નવા ડેપ્યૂટી મેયરની વરણી કરવામાં આવી હતી. વર્તમાન ડેપ્યૂટી મેયર પ્રભાબેન પટેલની મુદ્દત ૧૪મી ડિસેમ્બરે પુરી થાય છે અને ૧૬મીની સામાન્ય સભામાં નવા ડેપ્યુટી મેયરની વરણી થશે. ડેપ્યૂટી મેયરની વરણી પહેલા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનની વરણી થશે.
સ્ટેન્ડીંગ ચેરમેનની વરણી પહેલા થશે કે ડેપ્યૂટી મેયરની વરણી પહેલા થશે તે નિશ્ચિત નથી પરંતુ બંને પદ પર જ્ઞાાતિને પ્રાધાન્ય આપવામાં આવશે. આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી હોય તેથી સંગઠન પણ છાશ ફૂંકી ફૂંકીને પીવા માગે છે. આમ છતાં ક્ષત્રિય અને કોળી સમાજને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતાઓ જણાઇ રહી છે. આ બંને પદ માટે ભાજપના નગરસેવકોમાં પુચ્છન્ન સ્પર્ધા ધીમી પરંતુ મક્કમ ગતિએ ચાલી રહી છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|