| Last Update : 08-Dec-2011,Thursday |
|
|
| |
|
|
|
|
| શિયાળો-ચોમાસાના દિવસો ઘટતા ગયા ગરમીના દિવસો વધતા ગયા |
| |
| |
ગ્લોબલ વોર્મિંગના લીધે
ઠંડી પડતી નથી તેથી શિયાળું પાકને અસર ગરમ વસ્ત્રોની ખરીદીમાં ગરમીને બદલે ઠંડી
ભાવનગર, બુધવાર
શિયાળાનું આગમન છતાં શહેરના ઉષ્ણતામાનમાં નોંધપાત્ર ઘટાડો નથી. દિવસ દરમ્યાન ૩૧થી૩૨ ડીગ્રી તાપમાન રહેતા લોકો બપોરના સમયે ઉનાળા જેવો અનુભવ કરી રહ્યા છે. વર્ષ દરમ્યાન ગરમીના દિવસોની સંખ્યા વધતી જાય છે.
સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકતી ઠંડી પડતી હોય છે તેના બદલે આકરો તાપ પડવા લાગ્યો
શહેરમાં શિયાળાનો અનુભવ હજુ લોકોને થતો નથી. તાપમાન ઉંચુ રહેતા બપોરના સમયે ઉનાળા જેવો આકરો તાપ પડે છે. એટલું જ નહિ બપોરના સમયે પંખા એ.સી. વગેરે ચાલુ કરવા પડે છે. સાંજના પાંચ વાગ્યા સુધી આકરો તાપ પડવા લાગ્યો છે. જ્યારે રાત્રિના થોડીક ઠંડી અનુભવાય છે. આમ છતાં હજુ એવી ઠંડી નથી પડતી કે લોકોને ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો પડે.
ઠંડી પડતી નથી તેથી ગરમ વસ્ત્રોના વિક્રેતાઓને પણ ટાઢી ઘરાકી છે. હજુ જોઈએ તેવી ડિમાન્ડ નીકળી નથી. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. નગરજનો મોટી સંખ્યામાં સવારે બગીચા તથા સર્કલમાં કસરત કરવા માટે જવા લાગ્યા છે તો તંદુરસ્તી માટેના જુદા જુદા ઉકાળા અને રસનું પણ સેવન કરતા નજરે પડે છે.
સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડતી હોય છે તેના બદલે હજુ ઉનાળા જેવી ગરમી અને સહન ન થાય તેવો તાપ પડે છે. ઠંડી જામતી નથી તેથી ઘઉં, શાકભાજી, ફળો વગેરે પાકો ઉપર પણ અસર વર્તાય છે. ઉપરાંત શિયાળુ પાક ગણાતા જીરૃ, વરિયાળી તથા ઈસબગુલના પાક ઉત્પાદન પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. બજારમાં શિયાળુને અનુલક્ષીને તલસાની તથા ફળોનું આગમન થઈ ગયું છે. પરંતુ હજુ જોઈએ તેવી ઘરાકી જામતી નથી.
કાશ્મીર પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ પલટાતા અને પારો માઈનસ ડીગ્રી નીચે જતા આગામી દિવસોમાં ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડી પડવાની આગાહી ઋતુશાસ્ત્રીઓએ કરી છે. ગ્લોબલ વોર્મીંગની અસરને લીધે છેલ્લા પાંચ વર્ષનું સરવૈયું કરવામાં આવે તો ચોમાસું ટૂંકુ થતુંજાય છે તેમાંય વરસાદના દિવસો ઘટતા જાય છે. જ્યારે શિયાળાની અવધિ પણ ટુકી થતી જાય છે અને લગભગ અત્યારે ફેબુ્રઆરીના ત્રીજા સપ્તાહથી ગરમી પડવી શરૃ થાય છે તે છેક જુલાઈના પહેલા બીજા સપ્તાહ સુધી ચાલુ રહે છે. આમ પૃથ્વી પરનું તાપમાન અને તાપમાનનો સમયગાળો લંબાતો જાય છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|