Last Update : 21-Nov-2011, Monday
 

સોનિયાજીની છ બિમારીઓ...

 
સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે સોનિયા ગાંધીને પેન્ક્રિયાઝ કેન્સર અને મગજમાં ગાંઠની બિમારીઓ છે. કોંગ્રેસીઓ કહે છે કે સ્વામી ગપ્પાં ઠોકે છે! પણ સોનિયાજીનાં અમુક ‘સિમ્પટમ’ (લક્ષણ) પરથી અમને શંકા છે કે એમને અમુક બિમારીઓ ચોક્કસપણે લાગુ પડેલી છે...
* * *
(૧) હિયરીંગ ઈમ્પેરીટી ઃ
સોનિયાજીને કાને ઓછું સંભળાય છે! ખાતરી ના થતી હોય તો એમની કાનભંભેરણી કરનારાઓને જ પૂછી જુઓ ને? એ લોકો પણ કહેશે કે મેડમ કંઈ સાંભળતા જ નથી...
* * *
(૨) સ્પીચ-ડિસફંક્શન ઃ
બિચારા કોંગ્રેસીઓ તો મેડમનો પડ્યો બોલ ઝીલી લેવા તૈયાર છે. પણ પડે છે ક્યાં? એમને ‘ગુંગી ગુડીયા’ કહેનારા વિરોધીઓને છોડો, એમના સલાહકારો પણ એમની પાસે મગનું નામ મરી નથી પડાવી શકતા!
* * *
(૩) રિમોટ-પુશ-મેનિયા ઃ
ટીવી ન જોતાં હોય તોય રીમોટનું બટન દબાવ્યા કરવાની આ બિમારી વિશે ફક્ત એક વ્યક્તિને પૂછો... મનમોહનસંિહ! એ તમને છેલ્લા ૭ વરસની ‘મેડિકલ’ ફાઈલ બતાડશે!
* * *
(૪) સિલેક્ટીવ-રેટિનલ-ફંક્શન ઃ
સોનિયાજીની આંખે બઘું જ દેખાય છે છતાં એમની નજર સામે ચાલી રહેલો ભ્રષ્ટાચાર એમને દેખાતો જ નથી! ક્યારેક વળી સિલેક્ટીવ રીતે દેખાઈ જાય ત્યારે બિચારા કલમાડી જેવા ભરાઈ પડે છે.
* * *
(૫) લો-બ્લડ ટેમ્પરેચર ઃ
કેટલાક ઈટાલિયન માફિયાઓને પણ ટક્કર મારે એ રીતે મેડમનું લોહીનું ટેમ્પરેચર ભલભલા સંજોગોમાં ‘કોલ્ડ’ રહેતું હોય છે! એમનાં ‘કોલ્ડ-બ્લડેડ’ કારનામાં પણ હજી કોલ્ડ-સ્ટોરેજમાં જ છે...
* * *
(૬) ટોપ-સિક્રેટોઝોફેનિયા
સોનિયાજીમાં બાળપણથી આ રહસ્યમય બિહેવીયર-પેટર્ન છે. ડોક્ટર પૂછે કે બેટા શું થાય છે? તો એનો જવાબ પણ એ ‘સિક્રેટ’ રાખતાં હતાં...
આજે સોનિયાજી પાસે સીબીઆઈ કરતાં પણ વધારે ‘ટોપ-સિક્રેટ્‌સ’ ભેગાં થઈ ગયાં છે!
- મન્નુ શેખચલ્લી
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ઈન્ડિયન કલ્ચરને ફિલ કરવા કેનેડિયન સ્ટુડન્ટ્‌સ અમદાવાદમાં
સચીન ભલે સદી ચૂકી ગયો પણ અમે નથી ચૂક્યા
શહેરની સરગમમાં સૂફીના સૂર રેલાશે

ત્રણ દરવાજાના ગોખમાં લક્ષ્મીજીની જ્યોત અખંડ રાખતો મુસ્લિમ યુવાન

૭૫ હજાર દિવાસળી વડે તાજમહેલનુ નિર્માણ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved