Last Update : 21-Nov-2011, Monday
 

ડિજિટલ સંગીતની વિજયકૂચ

ફિલ્મી કે બિનફિલ્મી સંગીતની વાત કરતાં લોંગ પ્લે રેકોર્ડ તો ઠીક, ઓડિયો કેસેટ યાદ આવે એ જમાનો પણ ક્યારનો વીતી ચૂક્યો છે. સીડી સ્વરૃપે સંગીતનો ડિજિટલ અવતાર પણ હવે જૂનો થયો, પરંતુ સંગીતના ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ આવી હોય તો એ છેલ્લાં થોડાં વર્ષોમાં. આ સમયગાળા દરમિયાન અલાયદાં ડિસ્ક પ્લેયરને બદલે, જાણે તમામ સાધનોમાં ડિજિટલ સંગીત વગાડવાની સુવિધા આવી ગઇઃ મોબાઇલ ફોન, ટચૂકડાં એમપી-૩ પ્લેયર, એફએમ રેડિયો. ડિજિટલ મ્યુઝિક જાણે ડિસ્કનું પણ મોહતાજ ન રહ્યું. મોબાઇલ કંપનીઓએ ફોન પરથી યોગ્ય કિંમત ચૂકવીને સીધું મ્યુઝિક ડાઉનલોડ કરી શકાય એવી સુવિધાઓ ગોઠવી દીધી.
અગાઉ વોકમેનના પ્રતાપે સંગીત મોબાઇલ બન્યું હતું. છતાં સાથે વોકમેન લઇને ફરનારાનું પ્રમાણ ઘણું ઓછું હતું. તેની સરખામણીમાં અત્યારે મોટા ભાગના મોબાઇલધારકો ફોન પર વાત ન કરતા હોય ત્યારે કાનમાં ઇયરફોન નાખીને ગીતો સાંભળતા હોય એવું લાગે છે. સ્ટીવ જોબ્સના 'આઇપોડ' દ્વારા એકાદ દાયકા પહેલાં શરૃ થયેલો ડિજિટલ સંગીતનો યુગ હવે ભારતમાં પણ મધ્યાહ્ને પહોંચ્યો છે.
મિડીયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીના વર્ષ ૨૦૧૦ના અહેવાલમાંથી જાણવા મળે છે કે એ વર્ષે પહેલી વાર ભારતમાં 'ફિઝિકલ' (ડિસ્ક કે કેસેટ સ્વરૃપે) વેચાતા મ્યુઝિકની આવક કરતાં ડિજિટલ મ્યુઝિકના વેચાણમાંથી થતી આવક વધી ગઇ.
એ વર્ષે ડિજિટલ મ્યુઝિકના વેચાણમાંથી રૃ.૪૨૦ કરોડનો અને ફિઝિકલ સ્વરૃપે મ્યુઝિકના વેચાણમાંથી રૃ.૩૨૦ કરોડનો વકરો થયો. ત્રણ જ વર્ષ પહેલાં એવી સ્થિતિ હતી કે ૨૦૦૭માં ડિજિટલ મ્યુઝિકમાંથી થયેલી રૃ.૧૪૦ કરોડની આવક સામે ફિઝિકલ મ્યુઝિકમાંથી થયેલી આવક રૃ.૫૬૦ કરોડ હતી. આ ક્ષેત્રનો અભ્યાસ કરનારાના અંદાજ પ્રમાણે આવનારાં ચારેક વર્ષમાં ભારતમાં થતા મ્યુઝિકના કુલ વેચાણમાં ડિજિટલ મ્યુઝિકનો હિસ્સો આશરે ૮૦ ટકા જેટલો ઊંચો હશે.
એકાદ દાયકા પહેલાં ડિજિટલ મ્યુઝિક માટે એવી શંકાઓ સેવાતી હતી કે ગ્રાહકો ઓનલાઇન મ્યુઝિક ખરીદવા માટે ખિસ્સામાં હાથ નાખશે? કે મફતીયું મ્યુઝિક ડાઉનલોડ કરીને રાજી થઇ જશે? પરંતુ ડિજિટલ મ્યુઝિકનું બજાર જે રીતે વિકસ્યું છે અને હજુ વિકસી રહ્યું છે એ જોતાં ગ્રાહકો રૃપિયા ખર્ચશે કે નહીં, એ શંકા બિનપાયેદાર સાબીત થઇ છે. ઉલટું, ગ્રાહકોએ હવે ફિલ્મી ગીતોની સીડી ખરીદવાનું સાવ ઓછું કરી નાખ્યું છે. એક અહેવાલ પ્રમાણે, હિટ ફિલ્મ 'દબંગ' કે 'થ્રી ઇડિયટ્સ'ની પણ બહુ ઓછી સીડી વેચાય છે. 'દબંગ'ની માંડ ચારેક હજાર સીડી વેચાઇ હતી અને તે પણ ફિલ્મ રજૂ થયા પછીના થોડા અરસામાં જે વેચાઇ તે ખરી.
આ પરિવર્તનને કારણે પરંપરાગત રીતે ધંધો કરનારી મ્યુઝિક કંપનીઓ અને તેમની વિતરણ પ્રણાલિ સામે પણ નવા પડકાર ઊભા થયા છે, જેની સામે ટકી રહેવા માટે તેમણે મૌલિક નુસખા અપનાવવા પડશે. નવી ફિલ્મોના સંગીતના હકો ઊંચી કિંમતે વેચાઇ રહ્યા છે. ફિલ્મનિર્માણના કુલ ખર્ચનો ૨૫ થી ૩૫ ટકા જેટલો મોટો હિસ્સો સંગીતના હકોના વેચાણમાંથી મળી જતો હોય છે. એ રીતે સંગીતનો ધંધો ક્યારેય ન હોય એટલો કસદાર બન્યો છે. પરંતુ સંગીત પરના હકનો વિવાદ પણ તેની સાથોસાથ સળગતો રહ્યો છે.
એક સમયે ઓનલાઇન મ્યુઝિકને કારણે નકલખોરી- પાઇરસીની ભારે ચિંતા મ્યુઝિક કંપનીઓને સતાવતી હતી. પરંતુ વાજબી ભાવે ઓનલાઇન વેચાતા મ્યુઝિકે ઉપરથી મ્યુઝિક કંપનીઓને જુદી રીતે ટેકો પૂરો પાડયો છે.
દરમિયાન મ્યુઝિકના કોપીરાઇટની વર્તમાન જોગવાઇઓમાં ફેરફાર કરતો ખરડો પણ વિચારાધીન છે અને ટૂંક સમયમાં આવવાની શક્યતા છે. એ ખરડો કાયદો બનશે તો સંગીત સાથે સંકળાયેલા કલાકારોને, ખાસ કરીને ગીતકારોને, સારો એવો ફાયદો થવાનો સંભવ છે.
અત્યાર લગી મ્યુઝિકના હકોમાંથી મ્યુઝિક કંપનીઓ અથવા નિર્માતાઓ જ ખાટતા હતા. સંગીતઉદ્યોગના બદલાયેલા પ્રવાહો જોતાં હજુ ગ્રાહકોની સુવિધાઓમાં અને પસંદગી કરવાની મોકળાશમાં વધારો થાય એવી પૂરી સંભાવનાઓ છે.
 
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
હિન્દુજા જૂથ ભારતની વિધવાઓના સંતાનોને અઢી લાખ પાઉન્ડનું દાન આપશે
ઈજીપ્તના વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો ઃ ૨નાં મોત, ૮૦૦ ઘાયલ
સૈફ અલ- ઇસ્લામ સામે લિબિયામાં જ ખટલો ચલાવાશેઃ NTC
જર્મન કંપની એડિડાસ માત્ર રૃ. ૫૦ના શૂ બજારમાં મૂકશે
૩૯ આંકે અમેરિકાના હોશ ઊડાવ્યાઃ અફઘાન કબીલાઓની માન્યતા સામે નમતું જોખવું પડયું
સોનાની વણથંભી તેજીનો લાભ ભારત સરકારને પણ થયો
પૌત્રીનો ફોટો જાહેર કરવા અમિતાભની 'ના'
નવજાત શિશુની સુવાવડ માટેનો બધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
  More News
કામ્બલીના આરોપની આઈસીસી તપાસ કરવાનો ઈન્કાર કેમ કરે છે ?
મને દ્રવિડ સામે બોલિંગ કરવી સૌથી વધુ પડકારજનક લાગી છે ઃએડવર્ડઝ
હોટલના રૃમમાંથી રોબકના ડીએનએ લેવામાં આવ્યા
હોકીમાં આઠ ગોલ્ડ મેડલ જીતી ચૂકેલ ભારત કવોલીફાય થવા માટે રમશે

જીતવા માટેના ૩૧૦ રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના ૩ વિકેટે ૧૪૨

ખિલાડી સિરિઝની ફિલ્મમાં હું જ હિરો છું હિમેશ રેશમિયા નહિ ઃ અક્ષય કુમાર
બહુમુખી પ્રતિભા ધરાવતી પ્રિયંકા પર શાહરૃખ ખાન ઓળધોળ
કરણ જોહરની ફિલ્મમાં કેટરિના અને સંજયનું આઇટમ નૃત્ય 'મહેબૂબા' સ્ટાઇલ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ઈન્ડિયન કલ્ચરને ફિલ કરવા કેનેડિયન સ્ટુડન્ટ્‌સ અમદાવાદમાં
સચીન ભલે સદી ચૂકી ગયો પણ અમે નથી ચૂક્યા
શહેરની સરગમમાં સૂફીના સૂર રેલાશે

ત્રણ દરવાજાના ગોખમાં લક્ષ્મીજીની જ્યોત અખંડ રાખતો મુસ્લિમ યુવાન

૭૫ હજાર દિવાસળી વડે તાજમહેલનુ નિર્માણ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved