| Last Update : 21-Nov-2011, Monday |
|
|
| |
|
|
|
|
ભારત-ચીન સબંધોનો ઇતિહાસ રાજ-રમત અને મિત્રદ્રોહ તેમજ સ્વાર્થ માટે ગમે ત્યારે દગો દેવાના પ્રસંગોથી ભરપૂર
|
|
ભારત ચીન સાથેના તેના રાજકિય, વ્યાપારીક સંબંધોને હજી વધુ મજબુત સપાટી પર મુકવા માટે સક્રિય છે ત્યારે જરૃરી છે આપણે આપણા બેક વ્યુ મીરરમાં એ જોઇએ કે ભારત-ચીનના સબંધો ભુતકાળમાં કેવા હતા....ભુતકાળનું આ ડોકિયુ આપણને આવી રહેલી આવતીકાલ અને બંન્ને દેશો વચ્ચેના સંબંધોનું ભવિષ્ય કેવું હશે તેનો થોડો અંદાજ તો જરૃરથી પુરો પાડશે.
આપણા બેક વ્યુ મીરરમાં દેખાય છે ૧૯૬૨ સુધીનો ગાળો જ્યારે આપણા દેશમાં હિંદી - ચીની ભાઇ ભાઇના સૂત્રો ઘણા જાણીતા બનેલા. સ્વ. શ્રી નહેરૃ અને ચીનના વડાપ્રધાન શ્રી ચાઉ સ્પેન લાઇ (મેન્ડેરીઅન ભાષામાં તે ઝાઉ એનલાઇન ઉચ્ચારાય છે.) ભારતની મુલાકાતે પણ આવેલા અને પાલમ વિમાની મથકથી છેક રાષ્ટ્રપતિ ભવન સાથે શાળાના બાળકોને રસ્તાની બંને બાજુઓ પર ભારત - ચીનના ઝંડાઓ સાથ ઊભા કરી દેવામાં આવેલા.
બંને દેશો વચ્ચે સરહદોના વિસ્તારો અને તેના પર કોનું નિયંત્રણ હોવુંજોઇએ તે વિવાદની ચર્ચા- વિચારણા થતી હતી. તે દિવસોમાં ભારત- ચીન સરહદના હિમાલયન વિસ્તાર થાગલાની ખીણ, વેલોંગ, અનેલોન્ગજુ વિસ્તાર કોના કબજા હેઠળ હોવો જોઇએ તે વિવાદની ચર્ચાઓ થતી હતી. આ તમામ વિસ્તારો પર ચીનના લશ્કરનો કબજો હતો. અને તેને લાઇન ઓફ એકચ્યુયલ કંટ્રોલ વિસ્તાર તરીકે ઓળખાતો. નહેરૃ અને ચીનના વડાપ્રધાન વચ્ચેની ચર્ચા વિચારણા દરમ્યાન ૭મી નવેમ્બર ૧૯૫૯ના રોજ સ્વ.શ્રી નહેરૃએ આ તમામ વિસ્તારો ભારતની સરહદમાં હોવાનો અને તેના પરનો ચીનનો કબ્જો ગેરકાયદેસરનો આક્રમક કબજો હોવાનો દાવો કર્યો હતો.
૧૯૬૨ના સપ્ટેમ્બરમાં ચીને સરહદ ઓળંગી ભારત પર આક્રમણ કર્યું. ઇન્ડોનેશિયાના વડા જનરલ સુકાર્ણો, ઇજીપ્તના વડા જનરલ નાસર, યુગોસ્લોવિયાના માર્શલ ટીટો અને સિલોનના વડાપ્રધાનશ્રી બંદારનાયક તેમજ બર્મા (હાલના મયનામાર) ના વડા ટુકુ અબ્દુલ રહેમાન ભારતના વડાપ્રધાન શ્રી નહેરૃને મદદ કરવાના આશયથી એકબીજાના સંપર્કમાં હતા. તેઓએ સિલોનની રાજધાની કોલંબો ખાતે એક બેંક બોલાવી જેનો ઇતિહાસમાં કોલંબો પરિષદ તરીકે ઉલ્લેખ થયેલો છે. આ બેઠકે ભારત અને ચીન બંનેને તાકીદ કરીને તેઓએ તેમના લશ્કરો જ્યાં હોય ત્યાંથી ૨૦ કિલોમીટર પાછા ખેંચવા અને બંને દેશો વચ્ચેનો મીલીટરીઝોન ઊભો કરવો.
ભારત-ચીન વચ્ચે ઘણા પ્રશ્નો હતાં. જેનો કોલંબો પરિષદે કોઇ જ ઉકેલ બતાવેલો નહીં. કોલંબો ખાતેની બેંકમાં બર્મા, કમ્બોડીયા, સિલોન , ઘટના ઇન્ડોનેયિા ઉપરાંત યુનાઇટેડ આરબ રીપબ્લીકનો સમાવેશ થતો હતો. ભારત પર ચીને લશ્કરી હુમલો કર્યો હતો. એટલે બધા દેશોની સુહાનુભુતિ ભારત અને નહેરૃ પ્રત્યે હોય તે સ્વાભાવિક હતુ.
નહેરૃએ ચીનનો પ્રવાસ ખેડવાનું નક્કી કર્યું. સમગ્ર બાબતે ભારતની પાર્લામેન્ટમાં ભારે હોબાળો મચાવ્યો. સ્વ.શ્રી નાથપાયી જેવા નેતાઓ તેમજ પાટીલ- ઘોષે નહેરૃ પર ચીનને ઘૂંટણીએ પડવાનો આરોપ મુકી નબળા નેતાનો પુરસ્કાર આપ્યો. ૧૯૬૨ના ભારત પરના ચીનના આક્રમણે સ્વ. શ્રી નહેરૃના મનોબળને તોડી નાંખ્યું. વિશ્વ શાંતિની વાતો કરનારા નહેરૃ પર જ્યારે સૈનિક આક્રમણ થયુ ત્યારે તેમને સાંત્વના આપનારા ઘણા હતા. પરંતુસાચા સહાયકોની મોટી ખામી હતી.
ભારત-ચીન વચ્ચે ક્યારે પણ કોઇ મુદ્દાસરની ચર્ચા વિચારણા થઇ નહી.
૧૯૬૮ના નવાવર્ષના શુભેચ્છા સંદેશા દરમ્યાન સ્વ.શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ચીન સાથે વાર્તાલાપ કરવા ભારત તૈયાર છે. તેવી રજુઆત કરી. આ ગાળા દરમ્યાન ચીન અને અમેરિકા એકબીજાની નજીક આવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ભારતના ચીન ખાતેના આપણા એલચી હતા શ્રી બ્રિજેશસીંગ અને પીકીંગ ખાતેનાં એક સત્કાર સમારંભમાં હાજર રહેલા ચીનના વડાપ્રધાન શ્રી ચાઉ-એન.લાઇએ આપણા એલચી સામે જોઇ માત્ર સ્મિત આપ્યું હતું. તે બાબતને દેશભરના અખબારોએ ઘણું મહત્વ આપ્યું હતું. અને ચીનના મોહક સ્મિત અંગેના તંત્રી લેખો લખાવ્યા હતા આ મોહક સ્મિતનો પ્રસંગ ૧૯૭૦ ના ચીનના મે ડેની ઉજવણીના સમયે બન્યો હતો. દરમ્યાનમાં ચીન-પાક એકબીજાની નજીક આવી રહ્યા હતા. પાક.ના વિદેશ પ્રધાન સ્વ. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ આ મિત્રતા વધુને વધુ મજબુત બને તેવા પાયાની રચના કરી હતી. ૧૯૭૦ ના ગાળામાં વિશ્વના બે મહાન દેશ-ભારત અને ચીને મિત્રતા કેળવવી જોઇએ તેવી ભાવના ફેલાઇ રહી હતી અને પૂર્વ પાકિસ્તાન- હાલના બંગલાદેશમાં સ્થાનિક પ્રજા પાક.ના લશ્કરી શાસક સામે જંગે ચઢવાનો મુડ બનાવી રહી હતી. ભારતે સમગ્ર હોબાળાનો પૂરો રાજકિય લાભ ઉઠાવ્યો પાક.ની ભુગોળને સ્વ. શ્રીમતી ઇંદિરા ગાંધીએ બદલી નાંખી પૂર્વ-પાક. બંગલાદેશ તરીકે નિર્માણ પામ્યું. સમગ્ર પ્રશ્ન પરત્વે ચીને કોઇનો પણ પક્ષના લીધો તે હકીકત હોવા છતાં ભારત ચીન વચ્ચેના રાજકીય સંબંધોમાં કોઇ ઝાઝો ફેરફાર ના દેખાયો.
૧૯૭૧ થી ૨૦૧૧ નાં ૪૦ વર્ષના ગાળા દરમ્યાન ઘણાં બનાવો બન્યા. ચીનનાં પગલે પગલે ભારત અને પાક બંન્ને દેશોએ અણું શસ્ત્રો વિકસાવ્યાં. અમેરિકા કરતાં ભારત પર રશિયાનો પ્રભાવ વધ્યો ભારતને અમેરિકા કરતાં રશિયાનો શસ્ત્ર સરંજામ વધુ સંખ્યામાં અને જ્યારે જરૃર પડે ત્યારે મળવા લાગ્યો.આજે ૨૦૧૧ માં ચીન ભારતની લગભગ ૩૫૫૦ કીલોમીટરની સરહદ સૌથી વધુ ઉગ્ર મતભેદો ધરાવતો સરહદી વિસ્તાર છે.
ચીને ભારતના અરૃણાચલ રાજ્ય જે લગભગ ૯૦,૦૦૦ સ્કેવર કીલોમીટરનો છે. તે ચીનનો હોવાનો દાવો આગળ કર્યો છે. એટલું જ નહી પરંતુ તિબેટ અને અન્ય વિસ્તારોમાં પોતાની જબ્બર લશ્કરી તાકાત એકઠી કરી છે. સમગ્ર વિસ્તારમાં ટેંકો આવ-જા કરી શકે તેવા મજબુત પાકા રસ્તાઓનું નિર્માણ કરેલું છે. એકલા તિબેટમાં આવા પાકા રસ્તાઓ ૫૮૦૦૦ કીલો મીટર લાંબા છે. અને વર્ષના બારે મહિના તે ખુલ્લા રહે તેવી ગોઠવણ ચીનના લશ્કરે કરેલી છે. તિબેટનાં પાટનગર લ્હાસાને ચીનના કવીનગીને સાંકળી લેતી ૧૧૪૨ કીલોમીટર લાંબી રેલવે લાઇન તૈયાર કરેલી છે. જેના પર દિલ્હી-મુંબઇ વચ્ચે દોડતી ટ્રેનો કરતાં પણ વધુ આધુનિક અને વધુ ઝડપી ટ્રેનનો વ્યવહાર ચાલુ છે. આવતા વર્ષોમાં આ રેલ્વે લાઇને સિક્કિમના પાડોંગ સુધી લંબાવવા માટેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.
ટૂંકમાં ભારત-ચીન સરહદે ચીન પાકા રસ્તાઓ, ટ્રેન વ્યવહાર ઊભો કરી રહેલ છે. તેના હજ્જારો સૈનિકો આ સરહદે ખડકી દેવામાં આવ્યા છે. અને જરૃર પડે માત્ર ૨૪ કલાકમાં બીજા કેટલાક હજાર સૈનિકોને તેમનાં શસ્ત્ર સરંજામ સાથે ભારતની સરહદો પર ખડકી દેવાની ક્ષમતા ચીને ઊભી કરેલી છે તે હકીકતની નોંધ લેવી જ રહી.
|
|
|
|
|
|
|
|
| |
|
|
c |
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|