| Last Update : 21-Nov-2011, Monday |
|
|
| |
|
|
|
|
| માત્ર એક કલાકના દોઢ લાખ રૃપિયા સેક્સ-સ્કેન્ડલમાં અભિનેત્રીની ધરપકડ |
| |
પોલીસે પુણેની ફાઇવ સ્ટાર હોટેલમાં છટકું ગોઠવીને ૨૧ વર્ષની એક્ટ્રેસ અને સ્પોટબોયને પકડી લીધા
(પ્રતિનધિ દ્વારા) મુંબઇ, તા. ૨૦
સેક્સ રેકેટનો પર્દાફાશ કરી પુણે ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મ અને ટીવી સિરીયલમાં કામ કરતી અભિનેત્રીની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલો એક સ્પોટ બોય પણ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો છે. આ ૨૧ વર્ષીય અભિનેત્રી દેહવ્યવસાય માટે એક કલાકના દોઢ લાખ રૃપિયા લેતી હતી. ગઈ કાલે પોલીસે પુણેની ફાઇવસ્ટાર હોટેલમાં બોગસ ગ્રાહકના સ્વાંગમાં છટકું ગોઠવી બંનેને ઝડપી લીધા હતા. પોલીસે મામલાની નોંધ લઈ ઝીણવટભરી તપાસ શરૃ કરી છે.
પુણે ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ભાનુપ્રતાપ બર્ગેએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે, 'મૂળ જમ્મુ-કાશ્મીરની વતની અને હાલ અંધેરીમાં વર્સોવા ખાતે રહેતી અઝહરા જાન ઉર્ફે ઝારા (ઉં. વ. ૨૧) બે વર્ષ અગાઉ ફિલ્મ અને ટીવી સિરીયલમાં અભિનય કરવા મુંબઈ આવી હતી. તે કસોટી ઝિંદગી કી' જેવી સિરીયલ અને ફિલ્મ 'લમ્હે'માં દેખાઈ હતી. તેણે સિરીયલ અને ટીવીમાં અભિનય પણ કર્યો હતો. પુણેમાં ફાઇવ સ્ટાર હોટેલમાં ઝારા દેહવ્યવસાય કરતી હોવાની માહિતી પોલીસને મળી હતી. જ્યારે સ્પોટબોય નિરજ બદાણી (ઉં. વ. ૨૩) દલાલ તરીકે કામ કરતો હતો. તે અગાઉ પણ પુણે સ્ટેશન પાસે ફાઇવ સ્ટાર હોટેલમાં આપ્યો હતો.
મૂળ દિલ્હીનો નીરજ અંધેરીમાં વીરા દેસાઈ રોડ પર રહેતો હતો. ઝારા દેહવ્યવાસય માટે એક કલાકના દોઢ લાખ રૃપિયા લેતી હતી. પોલીસે બોગસ ગ્રાહક બની આરોપીનો મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો.
આમ છેવટે ગઈ કાલે સાંજે તેઓ ટુરિસ્ટ ટેક્સીમાં પુણે સ્ટેશન નજીક ફાઇવસ્ટાર હોટેલમાં આવ્યા હતા. ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી એમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ બર્ગેએ વધુમાં કહ્યું હતું કે આ સેક્સ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે. |
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|