| Last Update : 21-Nov-2011, Monday |
|
|
| |
|
|
|
|
| ૩૯ આંકે અમેરિકાના હોશ ઊડાવ્યાઃ અફઘાન કબીલાઓની માન્યતા સામે નમતું જોખવું પડયું |
|
અફઘાનિસ્તાનમાં અમેરિકાની ભૂમિકા નક્કી કરવા માટે બોલાવાયેલી કબીલાઓની મહાસભામાં ૩૯માં નંબરના મુદ્દે ઝનૂની કબીલા બંદૂક તાણીને ઊભા રહી જતાં તંગદીલી
કાબુલ, તા. ૧૮
વિજ્ઞાાન ગમે તેટલું પ્રગતિ કરે તો પણ કેટલીક માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓમાં બદલાવ નથી જ લાવી શકાતો. જેમ કે આંકડાઓ સાથે નસીબ અને કમનસીબ જોડવાનો માનવ સ્વભાવ દુનિયાના દરેક ખૂણે એકસરખો હોય છે. તાજેતરમાં અફઘાન પઠાણોની આવી જ એક માન્યતાએ અમેરિકા જેવા માંધાતા દેશને પણ અવઢવમાં મૂકી દીધો હતો.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળો પાછા ખેંચવાના મુદ્દે અને એ પછી પણ અફઘાનિસ્તાનમાં શાંતિ જળવાઈ રહે તે માટે અમેરિકાની ભૂમિકા નક્કી કરવા માટે અફઘાનિસ્તાનના તમામ કબીલાઓની, સ્થાનિક ભાષામાં લોયા જિરગા તરીકે ઓળખાતી મહાસભા બોલાવવામાં આવી હતી. પરસ્પર વેરઝેર ધરાવતા અનેક કબીલાઓમાં વહેંચાયેલા અફઘાનિસ્તાનમાં લોયા જિરગા જેવી મહાસભા યોજવી એ ભારે માથાનો દુઃખાવો બની રહેતું હોય છે. ભૂતકાળમાં લોયા જિરગા વખતે કબીલાઓ આપસમાં ખુનામરકી પર ચડી ગયાના અનેક દાખલાઓ પણ છે. આથી આ વખતે અમેરિકી લશ્કરી દળોની દેખરેખ હેઠળ લોયા જિરગા યોજાઈ રહી હતી અને એમ છતાં આંકડાના એક નાનકડા મુદ્દે એવી તંગદીલી સર્જાઈ હતી કે અમેરિકાના શ્વાસ પણ અધ્ધર ચડી ગયા હતા.
બન્યું હતું એવું કે, કબીલાઓ વચ્ચે થનાર નીતિવિષયક ચર્ચા ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકે તે માટે અમેરિકાએ કુલ ૮૦ કબીલાઓને ૪૦-૪૦ના બે જુથમાં વહેંચીને ચર્ચાસભા યોજવાનું આયોજન કર્યું અને દરેક કબીલાને એક નંબર આપવામાં આવ્યો. જેવી નંબરની વહેંચણી થઈ કે તરત જેમનો ૩૯મો નંબર આવતો હતો તેમણે ધરખમ વિરોધ કર્યો. અફઘાન પઠાણોની માન્યતા પ્રમાણે, ૩૯ નંબર એ વેશ્યાના દલાલોનું પ્રતીક મનાય છે. આ નંબર જે કબીલાને મળ્યો તેમણે પોતાની બદનક્ષી થતી હોવાનો દાવો કરીને લોયા જિરગાનો બહિષ્કાર કર્યો. પછી તો દર વખતે સર્જાય છે તેવી જ અંધાધૂંધી સર્જાઈ ગઈ અને બીજા કબીલાઓ પણ બંદૂકો તાકીને એકબીજાની સામસામે આવી ગયા.
છેવટે અમેરિકી લશ્કરી દળોએ ખુનરેજી ટાળવા તાકિદે સમસ્યાનું નિરાકરણ લાવવું પડયું અને ૩૭, ૩૮ નંબર આપ્યા પછી સીધો ૪૦ અને ૪૧ નંબર આપીને સમૂળો ૩૯ નંબર જ બાકાત કરી દીધો. હવે અફઘાનિસ્તાનમાં ૨૦ નવેમ્બર સુધી યોજાયેલી લોયા જિરગા કબીલાઈ મહાસભા શાંતિપૂર્વક ચાલી રહી છે.
ક્યા દેશમાં ક્યા નંબર અપશુકનિયાળ?
દેશ |
નંબર |
કારણ |
ભારત |
૬ |
નપૂંસકતા સુચક નંબર ગણાય છે |
ભારત સહિતના |
૧૩ |
જીસસના છેલ્લા ભોજનમાં તેર લોકો હાજર હતા |
ખ્રિસ્તી દેશો |
- |
- |
ફ્રાન્સ |
૨૧ |
આ નંબરનો અર્થ ફ્રેન્ચ ભાષામાં બેવકૂફ થાય છે |
ઝિમ્બાબ્વે |
૯ |
એ દેશમાં ૯ નંબર મૃત્યુનું પ્રતીક ગણાય છે |
નેધરલેન્ડ |
૬૫ |
૧૮૬૫માં દેશમાં ભીષણ કુદરતી આપત્તિ આવી હતી |
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|