Last Update : 21-Nov-2011, Monday
 
કારમાં ૨૧ કિલો ચાંદીની પાટો વેચવા આવેલા ચોર પકડાયા

 

 
સુરતમાંથી ચોરેલી ચાંદી ઓગાળી પાંચ પાટો બનાવી હતી

અમદાવાદ, શનિવાર
એક કારમાં ત્રણ શખ્સો ચાંદીની પાટો વેચવા માટે આવવાના હોવાની બાતમી પરથી ક્રાઈમ બ્રાંચે ત્રણ તસ્કરને પકડી પાડયાં છે. બાજુની દુકાનના શટર તોડી ઘૂસતા શખ્સો દિવાલમાં બાકોરૃં પાડી જ્વેલર્સની દુકાનમાં ઘૂસી ચોરી કરતા હતા. આ શખ્સોએ અમદાવાદમાં પાંચ જ્વેલરી શોપમાં ચોરી કર્યાની વિગતો ખૂલી છે.
બાજુની દુકાનમાં બાકોરૃં પાડી જ્વેલર્સની દુકાનમાં ચોરીની પધ્ધતિઃ અમદાવાદમાં પાંચ સ્થળે ઘરફોડ
સૌરાષ્ટ્ર તરફથી આવનારી મેટાલીક સિલેટીયા કલરની વેગન આર કારમાં ત્રણ શખ્સો ચાંદીની પાટો લઈને આવવાના હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. પોલીસે કારમાંથી ઓઢવના (૧)જીજ્ઞોશ કાનાભાઈ કાતલીયા (૨) નિલેશ ધનજીભાઈ પટેલ અને (૩) ઉમેશ ઉર્ફે લાલો રમણભાઈ પટેલને ૧૨.૧૬ લાખની કિંમતની ૨૧,૭૩૨ કિલોગ્રામ વજનની ચાંદીની પાંચ પાટો સાથે પકડી પાડયા હતા.
ક્રાઈમ બ્રાંચના પી.આઈ. જે.ડી. પુરોહીત અને ટીમની પૂછપરછમાં એવી વિગતો ખૂલી છે કે, જીજ્ઞોશ અગાઉ સૂરતમાં હીરાઘસુ તરીકે કામ કરતો હતો હીરાની ચોરીના આરોપસર પકડાયો હતો. તેણે દરજી કામ કરતા અન્ય મિત્રો સાથે મળી જ્વેલર્સને ત્યાં જ ચોરી કરવા લાગ્યો હતો. સુરતમાં બે મહિના અગાઉ ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાનમાંથી ૪૬ કિલો ચાંદીના દાગીના, મૂર્તિઓ અને વાસણ બાઈક ઉપર ચોરી જવાયા હતા. આ પૈકીના અમુક દાગીના વેચી કાર ખરીદી હતી. બાકીના દાગીના મહૂવામાં ગળાવી પાંચ પાટો બનાવીને અમદાવાદમાં વેચવા આવતા ત્રણેય શખ્સો પકડાઈ ગયા હતા.
આ ગેંગે અગાઉ અમદાવાદના ખોખરા, બાપુનગર, મણિનગર અને અમરાઈવાડીમાં પાંચ સોનીની દુકાનમાં ચોરી કરી હતી પણ કુલ બે-અઢી લાખથી મોટો દલ્લો મળ્યો નહોતો. આ ગેંગે ઉનામાં સોનીની દુકાન અને ફોટો સ્ટુડીઓમાં ચોરી કરી હતી. કુલ આઠ ઘરફોડનો ભેદ ઉકેલાયો છે. રાતના સમયે જે જ્વેલરી શોપમાં ચોરી કરવાની હોય તેની બાજુની દુકાન નિશ્ચિત કરતા હતા. બાજુની દુકાનમાં શટર તોડી ઘૂસ્યા બાદ સોનીની દુકાનની તિજોરી હોય તે તરફની દિવાલ ખાસ પ્રકારના ખાતરીયાંથી તોડતા હતા. ક્રાઈમ બ્રાંચે પકડેલા આરોપીઓનો કબજો અમદાવાદ, સુરત અને ઉના પોલીસ મેળવશે.
 

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
હિન્દુજા જૂથ ભારતની વિધવાઓના સંતાનોને અઢી લાખ પાઉન્ડનું દાન આપશે
ઈજીપ્તના વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો ઃ ૨નાં મોત, ૮૦૦ ઘાયલ
સૈફ અલ- ઇસ્લામ સામે લિબિયામાં જ ખટલો ચલાવાશેઃ NTC
જર્મન કંપની એડિડાસ માત્ર રૃ. ૫૦ના શૂ બજારમાં મૂકશે
૩૯ આંકે અમેરિકાના હોશ ઊડાવ્યાઃ અફઘાન કબીલાઓની માન્યતા સામે નમતું જોખવું પડયું
સોનાની વણથંભી તેજીનો લાભ ભારત સરકારને પણ થયો
પૌત્રીનો ફોટો જાહેર કરવા અમિતાભની 'ના'
નવજાત શિશુની સુવાવડ માટેનો બધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
  More News
કામ્બલીના આરોપની આઈસીસી તપાસ કરવાનો ઈન્કાર કેમ કરે છે ?
મને દ્રવિડ સામે બોલિંગ કરવી સૌથી વધુ પડકારજનક લાગી છે ઃએડવર્ડઝ
હોટલના રૃમમાંથી રોબકના ડીએનએ લેવામાં આવ્યા
હોકીમાં આઠ ગોલ્ડ મેડલ જીતી ચૂકેલ ભારત કવોલીફાય થવા માટે રમશે

જીતવા માટેના ૩૧૦ રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના ૩ વિકેટે ૧૪૨

ખિલાડી સિરિઝની ફિલ્મમાં હું જ હિરો છું હિમેશ રેશમિયા નહિ ઃ અક્ષય કુમાર
બહુમુખી પ્રતિભા ધરાવતી પ્રિયંકા પર શાહરૃખ ખાન ઓળધોળ
કરણ જોહરની ફિલ્મમાં કેટરિના અને સંજયનું આઇટમ નૃત્ય 'મહેબૂબા' સ્ટાઇલ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ઈન્ડિયન કલ્ચરને ફિલ કરવા કેનેડિયન સ્ટુડન્ટ્‌સ અમદાવાદમાં
સચીન ભલે સદી ચૂકી ગયો પણ અમે નથી ચૂક્યા
શહેરની સરગમમાં સૂફીના સૂર રેલાશે

ત્રણ દરવાજાના ગોખમાં લક્ષ્મીજીની જ્યોત અખંડ રાખતો મુસ્લિમ યુવાન

૭૫ હજાર દિવાસળી વડે તાજમહેલનુ નિર્માણ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved