Last Update : 21-Nov-2011, Monday
 

અઠવાડિક ભવિષ્ય તા. ૧૩-૧૧-૨૦૧૧ રવિવારથી તા.૧૯-૧૧-૨૦૧૧ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ)
તા. ૧૫ નવેમ્બર કારતકવદ ચોથથી શનિ તુલા રાશિમાં તાંબાના પાયે પરિભ્રમણ શરૂ કરે છે. તેથી આગામી સમયમાં નોકરી-ધંધામાં સારી તક પ્રાપ્ત થાય. આપના યશ-પદ-ધનમાં વધારો થાય. રાજકીય, સરકારી, ખાતાકીય કામમાં આપને સાનુકૂળતા રહે. તા. ૧૬ મે વૈશાખવદ અગિયારસ સુધી એક, બે મહત્વના કામ ઉકેલાય. પત્નીના નસીબ, ભાગ્યથી ફાયદો, લાભ થાય. ધર્મકાર્ય, શુભકાર્ય થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. પરંતુ તા. ૧૬ નવેમ્બરથી સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે તેથી આગામી એક માસ આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળવો પડે. પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા-ખર્ચ-બિમારીમાં ઘ્યાન રાખવું. તા. ૧૩ નવે. રવિ વધારાના કામમાં ઘ્યાન આપી શકો. ૧૪ સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૫ મંગળ પત્ની-સંતાન-પરિવાર-મિત્રવર્ગના પ્રશ્ને સંભાળવું પડે. ૧૬ બુધ માનસિક તણાવ-ચંિતા. પેટ, કમર, મસ્તકમાં દર્દપીડાથી સંભાળવું. ૧૭ ગુરૂ નોકરી-ધંધાના કામમાં માનસિક તણાવ, ઉચાટ જણાય. ૧૮ શુક્ર તન-મન-ધનથી વાહનથી સંભાળવું. રસ્તામાં આવતા જતા સાવધાની રાખવી. ૧૯ શનિ હળવાશ, રાહત થતી જણાય, કામ ઉકેલાય.

 

વૃષભ (બ.વ.ઉ.)
કારતકવદ ચોથ મંગળવાર તા. ૧૫-૧૧-૨૦૧૧થી શનિ આપની રાશિથી છઠ્ઠે અને રૂપાના પાયે પરિભ્રમણ શરૂ કરે છે. તેથી આપ ન ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકો. આપના મહત્ત્વના કામમાં સાનુકૂળ પ્રગતિ, સફળતા જણાય. યશ-પદ-ધનની પ્રાપ્તિ થાય. નોકરી, ધંધાના, ઘર, પરિવાર, પુત્ર પૌત્રાદિકના કામમાં, ધર્મકાર્ય, શુભકાર્યમાં ખર્ચ થાય પરંતુ આનંદ રહે. નોકરીમાં તમારા ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગથી સાનુકૂળતા રહે. પરદેશ યાત્રાનું, બહારગામનું આયોજન ગોઠવાય. ધંધામાં વધારો થાય. તા. ૧૬મીએ સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે તેથી આગામી એક માસ પત્ની-સંતાનના પ્રશ્નમાં માનસિક પરિતાપ-ચંિતા રહે. પરંતુ ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ કર્યા વગર શાંતિ રાખવી. તા. ૧૩ નવે. રવિ માનસિક પરિતાપ રહે. ૧૪ સોમ નોકરી, ધંધાના કામકાજમાં પ્રગતિ. ૧૫ મંગળ આપના આનંદ, ઉત્સાહ, આત્મવિશ્વાસમાં વધારો થાય તેવી કાર્યરચના થાય. ૧૬ બુધ માનસિક ચંિતા પત્ની-સંતાન-મિત્રવર્ગથી જણાય. ૧૭ ગુરૂ નોકરી-ધંધાના કે અન્ય કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય. ૧૮ શુક્ર યાત્રાપ્રવાસ, મુલાકાતમાં તેમજ રસ્તામાં આવતા જતા સંભાળવું. ૧૯ શનિ ચંિતા છતાં કામમાં પ્રગતિ.

 

મિથુન (ક.છ.ઘ.)
તા. ૧૫ નવેમ્બરે શનિની નાની પનોતી પૂરી થાય છે. શનિનું તુલા રાશિમાં સોનાના પાયે પરિભ્રમણ શરૂ થવાથી પત્નીના આરોગ્ય-સ્વભાવના કારણે આગામી સમય ચંિતા-ખર્ચનો રહે. જેમની જન્મકુંડલીમાં શનિ નિર્બળ હશે તેમને જાહેર સંસ્થાકીય કામમાં તેમજ નોકરી-ધંધાના કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. પરદેશમાં રહેતા પુત્રપૌત્રાદિકના નોકરી-ધંધાના, વિવાહ-લગ્નના પ્રશ્નમાં ચંિતા રહે. સાસરી પક્ષના વ્યવહાર, સબંધમાં મનદુઃખ, વિવાદ થાય. શેરોની લે-વેચમાં, સટ્ટાના, વાયદાના વેપાર, ધંધામાં, લોખંડના કામકાજમાં સાવધાની રાખવી પડે. કૌટુંબીક ભાગીદારીવાળા ધંધામાંે મુશ્કેલીમાં મુકાવ. તા. ૧૩ નવેમ્બર રવિ. શાંતિથી દિવસ પસાર કરવો. ૧૪ સોમ ઘર, પરિવારના, નોકરી-ધંધાના કામમાં ચંિતા, મુશ્કેલી. ૧૫ મંગળ શનિ તુલા રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૧૬ બુધ સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે તેથી યાત્રા પ્રવાસ-મુલાકાતમાં સંભાળવું. ૧૭ ગુરૂ નોકરી-ધંધાના કામકાજમાં ઘ્યાન આપી શકો. ધંધો, આવક થાય. ૧૮ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૯ શનિ બહાર જવાનું થાય. વધારાનું કામ થાય.

 

કર્ક (ડ.હ.)
તા. ૧૫-૧૧-૨૦૧૧ કારતકવદ ચોથ મંગળવારથી શનિ તુલા રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં શનિની નાની પનોતી લોખંડના પાયે તા. ૧૬-૫-૨૦૧૨ વૈશાખવદ અગિયારસ સુધી આપને નોકરી-ધંધામાં, ઘર-પરિવારના , મિત્રવર્ગના વ્યવહાર, સબંધમાં તેમજ આરોગ્યની બાબતમાં કોઈ ને કોઈ ચંિતા-મુશ્કેલી રખાવે. પરંતુ જેમની જન્મકુંડલીમાં શનિ બળવાન હશે તેમને આપત્તિમાં સૂળીનો ઘા સોયથી ટળી જાય. ધંધાની જગ્યાના પ્રશ્નમાં, સંયુક્ત મીલ્કતના પ્રશ્નમાં, પત્નીના આરોગ્યની બાબતમાંં ઘ્યાન રાખવું પડે. તા. ૧૩ નવેમ્બર રવિ પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા રહે, મતભેદ જણાય. ૧૪ સોમ નોકરી-ધંધામાં સાવધાની રાખવી. ૧૫ મંગળ શનિની નાની પનોતી લોખંડના પાયે શરૂ થવાથી માનસિક વ્યગ્રતા, ચંિતા. ૧૬ બુધ હૃદય-મનને શાંતિ જણાય નહીં, આરોગ્ય સાચવવું. ૧૭ ગુરૂ નોકરી, ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ફળ ઓછું જણાય. ૧૮ શુક્ર નકારાત્મક વિચારો-અનંિદ્રા-બેચેની રહ્યા કરે. ૧૯ શનિ ચંિતા હળવી થાય, કામમાં ઘ્યાન આપી શકો.

 

સંિહ (મ.ટ.)
આપને પુત્રપૌત્રાદિકના, પત્નીના તેમજ ભાઈભાંડુના પ્રશ્નમાં નાની-મોટી ચંિતાનો સામનો કરવો પડે. તા. ૧૫ નવેમ્બરે શનિની સાડાસાત વર્ષની પનોતી પૂરી થાય છે. પરંતુ શનિ તુલા રાશિમાં સોનાના પાયે પરિભ્રમણ શરૂ કરે છે. તેથી અવારનવાર પુત્રપૌત્રાદિકના, પત્નીના, સંબંધી-મિત્રવર્ગના, ભાઈભાંડુના પ્રશ્ને આપને ચંિતા બિમારીના કારણે શાંતિ, રાહત જણાય નહીં. નોકરી-ધંધાના કામમાં રૂકાવટ, સંઘર્ષ રહે. સ્વજન-સ્નેહી-મિત્રવર્ગનો વિયોગ થાય. સાસરી પક્ષમાં વડીલવર્ગને તકલીફ થાય. પત્ની, સંતાનના નામે ધંધો હોય, દુકાન, પેઢી, સંસ્થાનું નામ જો ક, છ, ઘ, ડ, હ, મ, ટ, ન, ય, ખ, જ, દ, ચ, ઝ, અક્ષર પર હોય તેમને તા. ૧૬ મે ૨૦૧૨ સુધી ધંધામાં સંભાળવું પડે. તા. ૧૩ નવેમ્બર રવિ વ્યગ્રતા, ઉચાટ, ૧૪ સોમ નોકરી-ધંધાના, સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે. ૧૫ મંગળ શનિનું સોનાના પાયે પરિભ્રમણ શરૂ થવાથી શાંતિથી નિર્ણય કરવો. ૧૬ બુધ સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરતાં હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૧૭ ગુરૂ ખર્ચ-ખરીદી, નોકરી-ધંધામાં સંભાળવું. ૧૮ શુક્ર સરકારી, ખાતાકીય, કાનૂની કામમાં ચંિતા-મુશ્કેલી. ૧૯ શનિ ગુસ્સો કરવો નહીં.

 

કન્યા (પ.ઠ.ણ)
તા. ૧૫ નવેમ્બરે શનિ આપની રાશિમાંથી તુલા રાશિમાં તાંબાના પાયે પરિભ્રમણ શરૂ કરતાં તા. ૧૬ મે ૨૦૧૨ સુધી આપને આપની ચંિતા, મુશ્કેલી, સંઘર્ષમાં રાહત અનુભવાય. નોકરી-ધંધામાં, આવકમાં જે રૂકાવટ, મુશ્કેલી, સ્થગિતતા આવી ગઈ હોય તે હળવી થાય. નાણાંકીય ખેંચ-મુંઝવણ ઓછી થાય. ધર્મકાર્ય, શુભકાર્ય થાય. પુત્ર પૌત્રાદિકની ચંિતા ઉકેલાય. સાનુકૂળ પ્રગતિથી આનંદ રહે. જેમની જન્મકુંડલીમાં ગ્રહયોગ બળવાન હશે તેમને આકસ્મિક ન ધારેલી સફળતા મળે. કૌટુંબીક કામમાં અટકેલ કામકાજ ઉકેલાય. વિવાદજન્ય પ્રશ્નમાં સમાધાન થાય. સાસરીપક્ષે બિમારી-ચંિતા આવી જાય. તા. ૧૩ નવેમ્બર રવિ. યાત્રા પ્રવાસ, મુલાકાતમાં, નિર્ણયમાં સંભાળવું પડે. ૧૪ સોમ નોકરી-ધંધાના, ઘર, પરિવારના પ્રશ્નમાં ચંિતા, ઉચાટ. ૧૫ મંગળ કુટુંબ, પરિવાર, વડીલવર્ગના, સંતાનના પ્રશ્નમાં ચંિતા-ખર્ચ. ૧૬ બુધ શાંતિથી દિવસ પસાર કરવો. ૧૭ ગુરૂ નોકરી-ધંધાના કામકાજમાં પ્રગતિ, આવક થાય. ૧૮ શુક્ર કામકાજમાં સાનુકૂળતા, વધારાનું કામ થાય. ૧૯ શનિ સગાસંબંધી-મિત્રવર્ગથી વ્યસ્તતા રહે. બહાર જવાનું થાય.

 

તુલા (ર.ત.)
રૂપાના પાયે શનિનું પરિભ્રમણ તા. ૧૫ નવેમ્બર કારતકવદ ચોથ મંગળવારથી શરૂ થવાના કારણે આપના હૃદય-મનની પ્રસન્નતા, આનંદમાં વધારો થાય. તા. ૧૬ મે ૨૦૧૨ સુધીનો સમય કાર્યસફળતા, પ્રગતિનો રહે. પુત્રપૌત્રાદિકના કામમાં પ્રગતિ જણાય. નોકરી, ધંધાના, મકાન-વાહન-મીલ્કતના પ્રશ્નમાં સાનુકૂળતા રહે. દેશ પરદેશના કામકાજમાં ચંિતા, રૂકાવટ, મુશ્કેલી દૂર થતી જાય. યશ, સફળતામાં, આવકમાં વધારો થાય. દેવામાંથી મુક્ત થતા જાવ. બચત થઈ શકે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. નવી ઓળખાણ, મિત્રતા થાય. તા. ૧૩ નવેમ્બર રવિ તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૧૪ સોમ યાત્રા-પ્રવાસ-મુલાકાતમાં કે બહાર જતા આવતા સાવધાની રાખવી. ૧૫ મંગળ શનિ આપની રાશિમાં રૂપાના પાયે પરિભ્રમણ શરૂ કરતાં સાનુકૂળતા. ૧૬ બુધ શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૧૭ ગુરૂ નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામમાં પ્રગતિ. ૧૮ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૧૯ શનિ કામકાજમાં પ્રગતિ, સાનુકૂળતા, આનંદ રહે.

 

વૃશ્ચિક (ન.ય.)
તા. ૧૫-૧૧-૨૦૧૧ કારતકવદ ચોથ મંગળવારથી આપને શનિની સાડાસાત વર્ષની પનોતી લોખંડના પાયે શરૂ થાય છે. આપના માટે આગામી સમય કષ્ટપીડાનો રહે. નાણાંકીય આયોજનમાં સાવધાની રાખવી.કુટુંબમાં વડીલવર્ગને બિમારી આવી જાય. મકાન, વાહન, મીલ્કતના પ્રશ્નમાં, નોકરી, ધંધાના પ્રશ્નમાં, રાજકીય, સરકારી, ખાતાકીય, કાનૂની પ્રશ્નમાં નાની મોટી કોઈ તકલીફ ચંિતા, રૂકાવટનો સામનો કરવો પડે. તા. ૨૬ મે ૨૦૧૨ સુધી આપે આપના સ્વઆરોગ્યમાં ઘ્યાન રાખવું. મોસાળપક્ષ કે સાસરી પક્ષમાં બિમારી, ચંિતાનું આવરણ આવી જાય. તા. ૧૩ નવેમ્બર રવિવાર માનસિક વ્યથા, સુસ્તી, બેચેની, ૧૪ સોમ. શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૧૫ મંગળ શનિની સાડાસાત વર્ષની પનોતી લોખંડના પાયે શરૂ થવાથી તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૧૬ બુધ નોકરી-ધંધાના પ્રશ્ને, રાજકીય સરકારી, ખાતાકીય, કાનૂની પ્રશ્ને ચંિતા, મુશ્કેલી. ૧૭ ગુરૂ જોખમ, ઉતાવળ, ગુસ્સો કર્યા વગર શાંતિથી કામકાજ કરવું. ૧૮ શુક્ર શારીરિક-માનસિક અસ્વસ્થતા, પરેશાન થાવ. ૧૯ શનિ હળવાશ, રાહત થતી જણાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)
તા. ૧૫ નવેમ્બરથી શનિ તુલા રાશિમાં તાંબાના પાયે પરિભ્રમણ શરૂ કરતા આપને આકસ્મિક કોઈ ફાયદો, લાભ થાય. તા. ૧૬ મે ૨૦૧૨ વૈશાખવદ અગિયારસ સુધીનો સમય યશ-પદ-ધનમાં વધારો કરનારો રહે. અશક્ય કામ શક્ય બને. ફસાયેલા નાણાં છુટા થાય. પુત્રપૌત્રાદિકના કામમાં પ્રગતિ જણાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પરંતુ તા. ૧૬ ડિસેમ્બર ૨૦૧૧ સુધી નુકસાન, વિવાદ, બિમારીથી સંભાળવું. પરદેશમાં રહેતા સગા સંબંધી- મિત્રવર્ગની ચંિતા આવી જાય. ે આંખમાં દર્દપીડાથી સંભાળવું પડે. કાનૂની વિવાદ ે હોય તો તેમાં શાંતિથી સમય પસાર થીય તે હિતાવહ રહે. જેમની જન્મકુંડલીના ગ્રહયોગ બળવાન હશે તેમને શનિનું શુભફળ સવિશેષ મળી રહે. તા. ૧૩ નવે. રવિ ચંિતા, અસ્વસ્થતા, ૧૪ સોમ નોકરી-ધંધામાં સાવધાની રાખવી, ૧૫ મંગળ શનિ તુલા રાશિમાં પરિભ્રમણ શરૂ કરે છે પરંતુ આજે નોકરી-ધંધાના કામમાં ગાફેલ રહેવું નહીં. ૧૬ બુધ નુકસાન, વિવાદ, બિમારીથી સંભાળવું પડે. ૧૭ ગુરૂ આકસ્મિક ચંિતા-ઉપાધિ. ૧૮ શુક્ર તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૧૯ શનિ સ્વસ્થતા, રાહત થતી જાય.

 

મકર (ખ.જ.)
તા. ૧૫ નવેમ્બર ૨૦૧૧થી શનિ તુલા રાશિમાં પરિભ્રમણ શરૂ કરે છે. સોનાના પાયે શનિની પ્રતિકૂળ અસરો નોકરી, ધંધામાં, આપના આરોગ્યની બાબતમાં તેમજ ઘર, પરિવાર, કુટુંબના પ્રશ્નમાં જણાય. બી.પી., દમ, શ્વાસ, અસ્થમા, હાર્ટની તકલીફ, છાતીમાં દર્દપીડા તેમજ પેશાબના, ગુદાના ભાગમાં, કીડનીમાં, આંખમાં નાની મોટી દર્દપીડામાં, કમરની, હાડકાની તકલીફમાં બેકાળજી રાખવી નહીં. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. મકાન, વાહન, મીલ્કતના પ્રશ્નમાં, આડોશ પાડોશના, મિત્રવર્ગના વ્યવહાર, સંબંધમાં, સરકારી, કાનૂની પ્રશ્નમાં સંભાળવું પડે. જેમને નિવૃત્તિનું વર્ષ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી. ઈન્કમટેક્ષ, સેલટેક્ષ કે ખાતાકીય પ્રશ્નના કારણે ધંધામાં મુશ્કેલી રહે. ભાગીદારીવાળા ધંધામાં તોડફોડ થાય. માતાપિતાને બિમારી, ચંિતા જણાય. તા. ૧૩ નવેમ્બર રવિ વાણી-વ્યવહારમાં સંભાળવું. ૧૪ સોમ નોકરી-ધંધામાં સંભાળવું. ૧૫ મંગળ શનિનું પરિભ્રમણ સોનાના પાયે કષ્ટપીડા રખાવે. ૧૬ બુધ પુત્ર પૌત્રાદિકના, નોકરી ધંધાના પ્રશ્નમાં સંભાળવું. ૧૭ ગુરૂ નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. ૧૮ શુક્ર સાંજ પછી આરોગ્યની કાળજી રાખવી. ૧૯ શનિ તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)
તા. ૧૫ નવેમ્બરે શનિની અઢી વર્ષની નાની પનોતી પૂરી થશે. ત્યાર પછી શનિનું પરિભ્રમણ રૂપાના પાયે શરૂ થવાના કારણે આપ હળવાશ, રાહત અનુભવો. તા. ૧૬ મે ૨૦૧૨ વૈશાખવદ અગિયારસ સુધીનો સમય આપને કામકાજમાં સાનુકૂળ રહે. એક-બે સારા કામ થાય. નોકરી-ધંધામાં યશ-પદ-ધનની પ્રાપ્તિ થાય. પુત્રપૌત્રાદિકના વિદ્યા ભણતર, લગ્ન અંગે ખર્ચ થાય. પરંતુ આનંદ રહે. ધર્મકાર્ય, થાય. આઘ્યાત્મિકતા, આત્મસ્ફૂરણામાં વધારો થાય. અવિવાહિતને કે પુનઃ લગ્ન કરવાનું હોય તેમને તેના સંજોગો ઊભા થાય. તા. ૧૩ નવેમ્બર રવિ ઉચાટ-દ્વિધા-શંકા રહે. ૧૪ સોમ નોકરી-ધંધામાં, કુટુંબ, પરિવારના પ્રશ્નમાં ચંિતા, અશાંતિ. ૧૫ મંગળ શનિની પનોતી આજે પૂરી થવાથી શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૬ બુધ યાત્રા પ્રવાસ, મુલાકાતમાં, ચર્ચા, વિચારણા, નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. ૧૭ ગુરૂ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ. ૧૮ શુક્ર જે કામ કરો તેમાં સાવધાની રાખવી પડે. ૧૯. શનિ હૃદય-મનની પ્રસનનતા, આનંદમાં વધારો થાય તેવું કામ થાય.

 

મીન (દ.ચ.ઝ.થ)
તા. ૧૫-૧૧-૨૦૧૧ કારતકવદ ચોથ મંગળવારથી શનિની અઢી વર્ષની નાની પનોતી લોખંડના પાયે શરૂ થાય છે. તેથી તા. ૧૬ મે ૨૦૧૨ વૈશાખવદ અગિયારસ સુધીનો સમય નોકરી-ધંધામાં આપે સંભાળવો પડે. નુકસાન, વિવાદ થાય. સરકારી, રાજકીય, કાનૂની કે ખાતાકીય તકલીફ, બંધનમાં અટવાઈ પડો. જેમની જન્મકુંડલીમાં ગ્રહયોગ નબળા હશે તેમને વઘુ તકલીફ, પરેશાની અનુભવાય. તે સિવાય આરોગ્યની કાળજી રાખવી. સગા, સંબંધી, મિત્રવર્ગના કારણે, વિવાદ, કલહનો સામનો કરવો પડે. પુત્રપૌત્રાદિકના પ્રશ્ને ચંિતા, અશાંતિ રહે. નોકરીમાં સ્થળાંતર, ફેરફારીના કારણે તકલીફ પડે. તા. ૧૩ નવેમ્બર રવિ રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા સંભાળવું. ૧૪ સોમ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૧૫ મંગળ શનિની અઢી વર્ષની પનોતી લોખંડના પાયે શરૂ થાય છે તેથી તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૧૬ બુધ આકસ્મિક ચંિતા, ઉપાધિ, મુશ્કેલી, ૧૭ ગુરૂ શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૧૮ શુક્ર કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. ૧૯ શનિ ઘર, પરિવાર, પુત્રપૌત્રાદિકના પ્રશ્ને ચંિતા ખર્ચ જણાય.

 

[Top]
 
 
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved