રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવ્યું છે.
મેષ (અ.લ.ઇ.) ઃ Seven of Cups - સેવન ઓફ કપ્સનું કાર્ડ તમે વધુ પડતા લાગણીશીલ બની જાવ તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. યશ મળશે. સ્થાન પરિવર્તન અંગે નિર્ણય લઇ શકાશે. જન્મકુંડળીમાં આકસ્મિક ધનલાભની યોગ હોય તેઓને અણધાર્યો નાણાંકીય લાભ પ્રાપ્ત થશે. તા. ૯, ૧૦, ૧૪, ૧૫ શુભ.
વૃષભ (બ.વ.ઉ.) ઃ The Tower - ધ ટાવરનું કાર્ડ તમારી વર્તમાન પરિસ્થિતિનું નવાં ફેરફારો ઊભા થઇ શકવાનું સૂચવી જાય છે તથા ભૂતકાળની કોઇ ભૂલ નોંધપાત્ર કાર્યમાં અવરોધરૃપ બની હશે તો તે સુધારી શકશો. આરોગ્ય અંગે કોઇ તકલીફ આવેલી હશે તેમાં રાહત જણાશે. આકસ્મિક ખર્ચાઓનો યોગ ઉદભવશે. તા. ૧૧, ૧૨, ૧૩ શુભ.
મિથુન (ક.છ.ઘ.) ઃ The moon - ધ મૂનનું કાર્ડ સમય અને સંજોગોને અનુરૃપ બની જઇ તમારા નોંધપાત્ર કાર્યોમાં નિર્ણયો લઇ શકવાનું સૂચવી જાય છે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થઇ શકશે. નાણાંકીય મુશ્કેલીઓ હળવી બનશે. અવિવાહીત હોય તેઓને માટે વિવાહ-લગ્નની તક ઊભી થશે. તા. ૯, ૧૦, ૧૪, ૧૫ શુભ.
કર્ક (ડ.હ.) ઃ Page of wands - પેજ ઓફ વૉન્ડસનું કાર્ડ તમારા નજીકના મિત્ર દ્વારા લાભદાયક પરિસ્થિતિ સર્જાવાનું સૂચવી જાય છે અને પ્રિય વ્યક્તિ દ્વારા મહત્વના કાર્યોમાં સહાયતા પ્રાપ્ત થશે. દૂરની મુસાફરી માટેનું આયોજન કરી શકશો. નવી વ્યક્તિઓનાં પરિચયમાં આવવાનું બનશે. તા. ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.
સિંહ (મ.ટ.) ઃ The chariot - ધ શેરીઓટનું કાર્ડ સંતાનો અંગેના પ્રશ્નોનો શુભફળદાયક ઉકેલ પ્રાપ્ત થઇ શકવાનું સૂચવી જાય છે અને તેઓની કારકિર્દી કે વિવાહ-લગ્ન જેવા મહત્વના પ્રશ્નો માટે નિર્ણય લઇ શકાશે. નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચ થશે. એકાદ શુભ ઘટના તમારા આનંદ- ઉત્સાહમાં વધારો કરશે. તા. ૧૨, ૧૩, ૧૪, ૧૫ શુભ.
કન્યા (પ.ઠ.ણ.) ઃ The star - ધ સ્ટારનું કાર્ડ તમારા માટે એકાદ કસોટીનો પ્રસંગ ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક પૂરવાર ના થાય તે માટે કાળજી રાખવી. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકાશે. મિત્રો સહાયક નીવડશે. તા. ૧૪-૧૫ શુભ.
તુલા (ર.ત.) ઃ Three of swards - થ્રી ઓફ સ્વોર્ડસનું ઊલટું આવેલું કાર્ડ તમે હતાશ બની જાવ તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે તથા ધાર્યા કાર્યોમાં અવરોધ ઉદભવતા નિરાશા અનુભવશો. અણધારી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. કૌટુંબીક બાબતોમાં નોંધપાત્ર નિર્ણયો લેવના આવશે. તા. ૯, ૧૦ શુભ.
વૃશ્ચિક (ન.ય.) ઃ Nine of cups - નાઇન ઓફ કપ્સનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવી કૌટુંબિક ઘટના બનવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ કોઇ તકલીફ આવેલી હશે તે દૂર થઇ શકશે. આવકમાં વધારો થશે. સહકુટુંબ ટુંકી મુસાફરીનો યોગ બનશે. તા. ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.
ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ Two of wands - ટુ ઓફ વૉન્ડસનું કાર્ડ જે કાર્યની સફળતા માટે તમે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હશો તે ખૂબ જ નજીકના ભવિષ્યમાં સફળ બનવાનું સૂચવી જાય છે તથા તમારા માનસન્માનમાં વધારો થશે. જીવનસાથીનો સહકાર મેળવી શકશો. સંતાનોની પ્રગતિ જોવા મળશે. તા. ૧૨, ૧૩, ૧૪, ૧૫ શુભ.
મકર (ખ.જ.) ઃ Six of cups - સીક્સ ઓફ કપ્સનું ઊલટું આવેલું કાર્ડ હાલ પૂરતું નવાં કાર્યોની શરૃઆત મોકૂફ રાખવા સૂચવી જાય છે. સ્વજનો સાથે મહત્વની ચર્ચાવિચારણામાં મતભેદ ઉદભવશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. મિત્રો સહાયક બનશે. તા. ૧૪, ૧૫ શુભ.
કુંભ (ગ.શ.સ.ષ.) ઃ Judgement - જજમેન્ટનું કાર્ડ તમારા માટે દ્વિધાભરી પરિસ્થિતિ નોંધપાત્ર બાબતોમાં મુશ્કેલી ઊભી થઇ શકવાનું સૂચવી જાય છે. કૌટુંબિક બાબતો માટે કે નાણાંકીય દ્રષ્ટિએ અગત્યના નિર્ણયો લેવામાં દ્વિધા અનુભવવાથી મુશ્કેલીમાં વધારો થશે. પ્રવાસ- મુસાફરી અંગે અણધાર્યા ખર્ચાઓ આવશે. તા. ૯, ૧૦ શુભ.
મીન (દ.ચ.ઝ.થ. ઃ Temperance - ટેમ્પરન્સનું કાર્ડ તમારી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરવા સૂચવી જાય છે અને કોઇ કાર્ય માટે જીદવૃત્તિ રાખેલી હોય તો તેમાં પીછેહઠ કરવાથી લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. આરોગ્ય માટે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી વર્તમાન મુશ્કેલીઓમાં માર્ગ મેળવી શકાશે. તા. ૧૧, ૧૨, ૧૩ શુભ.
- ઈન્દ્રમંત્રી
|