| Last Update : 14-Nov-2011, Monday |
|
|
| |
|
|
|
|
| કમ્પ્યૂટરનું આ વોલપેપર કોનું ? |
| |

કોમ્પ્યુટરના વપરાશકારો માટે કદાચ આ લીલા ઘાસ, સફેદ વાદળા અને વાદળી આકાશનું દ્રશ્ય અજાણ્યું નહીં હોય પણ કેલિફોર્નિયાના આ નયનરમ્ય નજારા સાથે બહુ રસપ્રદ ઘટના જોડાયેલી છે. આ તસવીર કોમ્પ્યુટરની 'કરામત' નહીં પણ કેમેરાની 'ક્લિક'થી જન્મેલી છે અને તેનો જન્મદાતા છે નેશનલ જ્યોગ્રાફિક મેગેઝિનનો ભૂતપૂર્વ ફોટોગ્રાફર ચક ઓ 'રીઅર (ડાબી તસવીર). ૬૯ વર્ષીય રીઅરે આ ફોટો નાપા અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચેના રસ્તા પર ૨૦૦૨ અથવા ૨૦૦૩ના જાન્યુઆરી મહિનામાં પાડયો હતો. ત્યારબાદ માઈક્રોસોફ્ટના ઈજનેરોને આ તસવીર ગમી જતાં તેમણે બહુ મોટી રકમ ચૂકવીને ચક પાસેથી તેનો 'વિન્ડોઝ એક્સપી'ના ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવાના અધિકારો મેળવ્યા છે. ચકને કેટલા ચૂકવાયા તે જાહેર કરાયું નથી પણ આ વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોંઘુ ફોટો લાઈસન્સ હોવાનું માનવામાં આવે છે. તસવીરમાં દેખાતો નજારો જે સ્થળનો છે ત્યાંથી અનેક લોકો અસંખ્યવાર પસાર થયા હશે પણ કોઈને આ તસવીરના 'ઉદ્ભવસ્થાન' અંગે અણસાર પણ આવ્યો નથી! આ ફોટો પાડયો ત્યારે ચકને કલ્પના પણ નહોતી કે માત્ર એક 'ક્લિક' તેમને આટલાં કાવડીયા કમાઈ આપશે! ઉલ્લેખનીય છે કે ચકે નેશનલ જીયોગ્રાફિક મેગેઝિન સાથે ૨૫ વર્ષ કામ કર્યું છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|