| Last Update : 30-June-2011, Thursday |
|
|
| |
|
|
|
|
| દુધીયામાં શાળાના ટ્રસ્ટનો સ્વર્ગસ્થ સભ્યોના નામે વહિવટ |
| ૧૫ કારોબારી સભ્યમાંથી એક જ હયાત |
| લીમખેડા,તા.૨૯
લીમખેડા તાલુકાના દુધીયા ગામે દુધીયા કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભામાં સભ્ય ફી ભરનાર સભ્યોને પ્રવેશ ન અપાતાં સભા તોફાની બની હતી. પ્રવેશ ન મળતા સભ્યોએ શાળાના પ્રાંગણમાં જ આમરણ ઉપવાસ પર ઉતર્યા હતા.
સભામાં ભારે ધાંધલ ઃ પ્રવેશથી વંચિત સભ્યોએ આમરણ ઉપવાસ શરૃ કરી દીધા
પ્રાપ્ત વિગતો મુજબ લીમખેડા તાલુકાના દુધીયા કેળવણી મંડળમાં ૧૯૭૩ થી ૨૦૦૪ના વર્ષ દરમિયાન કુલ ૧૫ કારોબારી સભ્યો પૈકીના હાલમાં એક જ સભ્ય જીવિત છે. તેમ છતાં કેટલાક સભ્યો દ્વારા માળખાનો વહીવટ ચલાવી મોટાપાયે ગેરવહીવટ આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે આજરોજ કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભા કડક પોલીસ જાપ્તા હેઠળ યોજવામાં આવી હતી.
દરમિયાન દુધીયાના ૪૦ જેટલા કમિટી સભ્યપદના ઉમેદવારો, જેમણે મંડળને નાણાંકીય દાન આપેલું હોવા છતાં પ્રવેશ ન અપાતાં પોલીસ અને અસંતુષ્ટ ચાળીસ જેટલા કમિટી સભ્યપદના ઉમેદવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. પોલીસે જોકે કુનેહપૂર્વક મામલો થાળે પાડયો હતો.
ચેરીટી વિભાગ દ્વારા અપાયેલ પ્રમાણિત નકલમાં ૧૪ જેટલા કારોબારી સભ્યોમાંથી પૈકી માત્ર હાલના મંડળના ઉપપ્રમુખ જ હયાત છે. ને બાકીના સભ્યો મૃત હોઇ સાધારણ સભામાં આ અંગે વિવાદ સર્જાયો હતો. જ્યારે દુધીયા કેળવણી મંડળના હાલના એક સભ્યએ જણાવ્યુ હતું કે મૃતક સભ્યોના નામો કમી કરી નવા નામો દાખલ કરવાનો ઠરાવ અમોએ આપેલો છે. પરંતુ તેની સામે વાંધો રજુ થતાં મંડળ હાલમાં યથાવત પરિસ્થિતિમાં છે. જ્યારે ફી ભરનાર ૪૦ જેટલા સભ્યપદના ઉમેદવારોએ બપોરે અચોક્કસની મુદ્દતના ઉપવાસ પર ઉતરી મંડળની કામગીરીની ન્યાયિક તપાસ હાથ ધરવા માટે ગાંધીચિંધ્યો માર્ગ અપનાવ્યો હતો. જેના સંદર્ભમાં દુધીયા વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|