Last Update : 24-April-2011, Sunday
અમદાવાદના મિલ,મિનારા,મંદિર અને મસ્જિદ કલાકારોની નજરે

- વિશ્વ વારસા દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતના પચાસથી વધારે કલાકારોએ પોતાની કલા દ્વારા અમદાવાદ ગૌરવવંતા વારસાને કેનવાસ પર ઉતાર્યો હતો. અને જૂના અમદાવાદને આ કલાકારોએ ફરીથી ચિત્રો દ્વારા ધબકતું કરવાનો પ્રયાસ કર્યો હતો.

આજે વિશ્વ વારસા દિન નિમિત્તે અમદાવાદના ઐતિહાસિક ગૌરવવંતા વારસાને કલા દ્વારા રજૂ કરવામા આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના અમૂલ્ય વારસાને ચિત્રો દ્વારા રજૂ કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી ૫૦થી વધારે કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

 

જેમાં દરેક આર્ટિસ્ટે પોતાની કલા દ્વારા અમદાવાદને કેનવાસ પર ઉતાર્યું હતું. આ ચિત્રોમાં અમદાવાદની રાજાશાહી ઝલક જોવા મળી હતી. અને જૂના અમદાવાદને આ ચિત્રકારોએ ફરીથી પોતાની કલા દ્વારા ધબકતું કરવાનો પ્રયાસ કર્યુ ંહતો. જેમાં પાલનપુરના આર્ટિસ્ટ પાનચંદ ભુણેચીયાએ પોતાના ચિત્રમાં સમગ્ર અમદાવાદને આવરી લીઘું હતું.

 

જેમાં અમદાવાદની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદી, ત્રણ દરવાજા, ભદ્રનો કિલ્લો, જુમ્મા મસ્જિદ, મિલો બંધ થઇ જતા મિલોના ભૂંગળાને લારીમાં લઇ જતો ફેરિયો, ગાંધી આશ્રમ જેવા અમદાવાદના અગત્યના ઐતિહાસિક વારસાને તેમણે એક જ ચિત્રમાં અદ્‌ભૂત રીતે રજૂ કર્યા હતા.

 

આ અંગે પાનચંદ ભુણેચીયા કહે છે કે, અમદાવાદની ઐતિહાસિક ધરોહરને આર્ટના ફોર્મમાં રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું છું, અને અમદાવાદ એ ગુજરાતના ઐતિહાસિક વારસાનું એપી સેન્ટર છે. અમદાવાદનો ખૂણે ખૂણો રોમાંચક ઇતિહાસથી ભરપૂર છે.

 

અમદાવાદના ઐતિહાસિક વારસાની વાત આવે તો ઝૂલતા મિનારા તો દરેક લોકોના હૈયે અને હોઠે હોય છે. અમદાવાદના આર્ટિસ્ટ ભૂપેન્દ્ર જેસલપુરાએ પોતાના રંગો દ્વારા ઝૂલતા મિનારાને કેનવાસ પર ઉતાર્યા હતા. તેઓ કહે છે, અમદાવાદના ઇતિહાસમાં ઝૂલતા મિનારાનું અમૂલ્ય સ્થાન છે.

 

અને ગોમતીપુરના ઝૂલતા મિનારા આજે પણ અડિખમ ઊભા છે એ આપણા માટે ગૌરવની બાબત છે.

 

જૂના અમદાવાદમાં પ્રવેશ કરો તો તમને તેની બીજી ખાસિયત ઠેર ઠેર ચબૂતરાઓ જોવા મળશે. પોળોમાં અને ચોકમાં તને ચબૂતરો અચૂક જોવા મળશે. અમદાવાદના આર્ટિસ્ટ બાબુભાઇ ગણારેએ પોતાના ચિત્રમાં જમાલપુરના ચબૂતરાને આબેહૂબ રજૂ કર્યો હતો.

 

તેઓ કહે છે કે, આજે આ પ્રકારના ચબૂતરા ક્યાંય જોવા મળતા નથી. અને આ ચબૂતરાઓ પણ અમદાવાદના વારસા સાથે વણાયેલા છે. દરેક કલાકારોએ અમદાવાદની ઐતિહાસિક ઇમારતોને કેનવાસ પર ઉતારી હતી.

 

અમદાવાદ એક માત્ર શહેર છે કે જ્યાં મીલ,મીનારા,મંદિર અને મસ્જિદની ગૌરવવંતી પરંપરાઓ આજે પણ જળવાયેલી છે.અહીં ચબુતરા છે એટલે જ ચણ નાંખનારા છે. કુદરતના રસ્તાને વઘુ પહોળો બનાવનારા લોકોએ આ શહેરને સમૃઘ્ઘ બનાવ્યું.

 

 

Share |
  More News
સાંઇબાબા બિમાર હોઇ તેંડુલકર આજે સાદાઇથી જન્મદિન પસાર કરશે
તેંડુલકરના જન્મદિન નિમિત્તે તેના રેકોર્ડનો અનોખો અંદાજ
કેટરિના કૈફની વિદાય પછી સલમાન ખાનના જીવનમાં ઝરીન ખાનનું આગમન
કરણ જોહર નિર્મિત ફિલ્મમાં રણબીર સામે હવે અનુષ્કા શર્મા
અક્ષયકુમાર, સંજય લીલા ભણસાળી અને પ્રભુદેવા સાથે કામ કરશે
મીટર બનાવતી કંપનીઓ સાથે વીજ કંપનીઓની મિલીભગત
રાષ્ટ્રીય એકતા માટે અનુવાદ દ્વારા ભારતીય ભાષાઓનું એકત્વ જરુરી
TDSની વિગતો અપલોડ ન કરતી કંપનીઓ સામે પગલાં લેવાશે
ગુજરતભરમાં કાળઝાળ ગરમી ઃ પારો ૪૩ ડિગ્રીએ
  More News
એપ્રિલ અંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૯૫૫ થી ૧૯૨૨૨ અને નિફટી ૬૦૨૨ થી ૫૭૬ વચ્ચે ફંગોળાશે
ચાંદીના ભાવો વધૂ રૃ.૨૧૭૦ ઉછળતાં રૃ.૭૨ હજાર પાર થઈ રૃ.૭૨૯૮૦નો નવો વિક્રમ સર્જાયો!
રૃમાં પ્રત્યાઘાતી ઘટાડો અટકી ધીમો સુધારોઃ મિલોની ખરીદી જોકે પાંખી રહ્યાના નિર્દેશો
એમસીએક્સ-એસએક્સ પર રૃ.૭૫,૨૫૫ કરોડનાં સાપ્તાહિક કામકાજ સાથે એપ્રિલ વાયદામાં રૃપિયો યુરો અને ડોલર સામે મજબૂત પાઉન્ડ અને યેન સામે નરમ
નેશનલ સ્પોટ એક્સચેન્જ પર સપ્તાહ દરમિયાન સોનામાં ૩,૨૭૦ કિલો અને ચાંદીમાં ૨,૨૨,૧૧૯ કિલોથી વધુના વોલ્યુમ સાથે ભાવમાં ઉછાળો
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારતીય યુવકની હત્યા
અમેરિકી દળોને પાકિસ્તાને હવાઈ મથકેથી તગેડી મુકયા
મનમોહનસિંહે પાક. સૈન્યના વડા સાથે ગુપ્ત મંત્રણા શરુ કરી હતી
ફોર્બ્સની ગ્લોબલ-૨૦૦૦ લિસ્ટમાં ૫૭ ભારતીય કંપનીઓને સ્થાન
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'ફુકુશિમા પાવર પ્લાંન્ટ ન્યુક્લિયર ડેન્જર ઝોન'
ગણિતનો રસથાળ પીરસનાર અધ્યાપક રાવ સાહેબનો ૧૦૩ વર્ષે દેહવિલય
આપણી જીનેટિક પેટર્ન પ્રાચીન છે અને લાઈફસ્ટાઈલ આધુનિક અને કૃત્રિમ બની ગઈ છે... !
સોલર સેલવાળી આધુનિક પર્સ
 

Gujarat Samachar Plus

આજે પણ ઉનાળાની ઊંઘ તો અગાશી પર જ
મુસાફરની મરજીનું ભાડું જ મારી સાચી આજીવિકા
ફરવા ગયા અને કાયમી કોમ્યુનિટી બની ગઈ
ભલભલા ગણિતજ્ઞો અહીં પિલ્લરો ગણવામાં એકવાર તો થાપ ખાય છે!
અમદાવાદના મિલ,મિનારા,મંદિર અને મસ્જિદ કલાકારોની નજરે
 
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved