Last Update : 24-April-2011, Sunday

ભારતીય ગુ્રપને જર્મનીમાં થયેલો અનુભવ કદાચ આપણા બધાની આંખ ઉઘાડી શકે ઓડકારની કંિમત તો ચૂકવી દીધી !

હોરાઇઝન - ભવેન કચ્છી

 

‘‘અમે બિલની રકમ ચૂકવી દીધી છે. પછી અમારી મરજી, વાનગી વધારીએ પણ ખરા’’ જર્મન અધિકારીએ કડકાઈથી કહ્યું ‘‘મની ઇઝ યોર્સ બટ રિસોર્સિઝ બિલોંગ ટુ સોસાયટી’’

જર્મનીમાં ગુ્રપ સ્ટડી એકસચેંજ કાર્યક્રમ અંતર્ગત ગયેલા મિત્રએ પ્રવાસ દરમ્યાન તેઓને થયેલ ચોટદાર અનુભવ ઈ-મેઈલ દ્વારા મોકલ્યો છે.
તેઓનું ગુ્રપ હેમ્બર્ગની એક રેસ્ટોરામાં ભોજન લેવા ગયું હતું. અવનવી વાનગીઓનો ઓર્ડર બધા પોતપોતાની રીતે આપવા માંડ્યા, વેઈટર પણ કુતૂહુલતા સાથે ઓર્ડર નોંધતો ગયો. તેના ચહેરા પરથી એ શંકા અને આશ્ચર્યના એવા ભાવાંકનો સ્પષ્ટ જોઈ શકતા હતા કે, ‘‘આ ગુ્રપ જે રીતે વાનગીઓની યાદી લખાવે છે તે જોતા બે-ચાર દિવસનો ઉપવાસ કરીને આવ્યા લાગે છે. આટલું બઘું હજમ કરી નાંખશે ?’’
જોતજોતામાં આખું ટેબલ વાનગીઓ ભરેલી પ્લેટોથી ભરાઈ ગયું. આપણા ભારતીય મિત્રોની આ ભોજન જયાફત માંડ ૧૫-૨૦ મિનિટ ચાલી હશે ત્યાં તો બધા ધરાઈ ગયા. રોફભેર બિલ મંગાવ્યું. મેનેજરે આઘાત અનુભવતા કહ્યું કે, ‘‘તમે આટલું બઘું ભોજન વધાર્યું ? હું તમને વિનંતી કરૂં છું કે તમે થોડું વધારે બેસો અને વધેલી વાનગીઓ પુરી કરો. હું જાણું છું કે તમે વિદેશી છો...’’
ટેબલ પર આપણા આ ગુ્રપે જે ભોજનનો ઓર્ડર કર્યો હતો તેના ત્રીજા ભાગનું વઘ્યું હતું. પણ આપણા માટે આ રીતે ઓર્ડર આપીને વધારવું કંઈ નવી વાત નહોતી. આપણે ત્યાં તો હોટલના મેનેજરને પણ તેમાં કંઈ અજુગતુ નથી લાગતું હોતું. પણ અહીં હેમ્બર્ગની આ રેસ્ટોરાનો મેનેજર આપણા ગુ્રપને થોડી ચેતવણી અને થોડી કાકલુદી મિશ્રિત ટોનમાં જણાવી રહ્યો હતો કે, ‘‘ભાઈ સાહેબ, કંઈ બગાડ કર્યા વગર ટેબલ છોડો તો સારું.’’
મેનેજર અને આપણા ગુ્રપ વચ્ચેનાં સંવાદે એક પીઢ જર્મન મહિલાનું ઘ્યાન ખેંચ્યું. આ ગુ્રપ જોડે એક સ્થાનિક જર્મન સ્વયંસેવક પણ હતો. તેણે આ પીઢ મહિલાને સમજાવ્યું કે આ રકઝક પૂરી કરીએ તો સારૂં.
મામલો થોડો શાંત પડ્યો હશે ત્યાં જ આપણા આ ભારતીય ગુ્રપમાંથી એક સભ્યએ આપણા બધાની સામાન્ય રીતે જે પ્રતિક્રિયા હોય તેમ ટોણો માર્યો કે, ‘‘અમે જેટલી વાનગીઓ મંગાવી છે તેની પૂરેપૂરી રકમ તો ચૂકવી જ છે ને અમે વધારીએ એમાં તમને શું નુકશાન ? કેવી વાહિયાત વાત કરો છો ?’’
પેલી પીઢ જર્મન મહિલાથી હવે ન રહેવાયું. તેણે રાતાપીળા થઈને તરત જ કોઈને ફોન કર્યો. આ ગુ્રપને કંઈ સમજાયું નહીં કે આ બઘુ શું થઈ રહ્યું છે. તેઓને થોડીવાર માટે થોભવા જણાવાયું.
ભારતીય ગુ્રપ સાથેના જર્મન સ્વયંસેવક પરિસ્થિતિ પામી ગયા હતા. તેમણે ધીમા અવાજે એટલું જ કહ્યું કે ‘‘આપણે દંડ ભરવો પડશે.’’
તેવામાં જ યુનિફોર્મ પહેરેલ એક સમાજ સુરક્ષા વિભાગનો ઓફિસર આવ્યો. પેલી જર્મન મહિલા જોડે કંઈક વાતચીત કરીને અમારા ટેબલ પરની વાનગીઓ પર નજર ફેરવીને ૫૦ માર્ક (ચલણી રકમ)નો દંડ ફટકારતી રસીદ ફાડી આપી. ભારતીય ગુ્રપ જોડેના જર્મન સ્વયંસેવકે આ દંડ ભરી દીધો, જે એટલો મોટો તો નહોતો જ પણ શરમમાં મૂક્તો કે બોધપાઠ આપવા માટે પૂરતો હતો.
વઘુ જોશમાં આવી ફરી આપણા ગુ્રપના પેલા સભ્યએ દલીલ કરી કે ‘‘આ ખોટું કહેવાય. અમે જે મંગાવ્યું તેની રકમ આપી દીધી છે. અમારી મરજી અમે ખાઈએ કે વધારીએ. અમને દંડ ફટકારાય તે કેવો ન્યાય !’’
પેલા સમાજ સુરક્ષાના ઓફિસરે કડક ટોન સાથે સમજાવ્યું કે ‘‘તમે તો ચીજની રકમ ચૂકવી. પણ તે ચીજનો બગાડ થયો તે રીસોર્સિસ (સંપદા)ની કંિમત તમે કયાંથી ચૂકવી શકશો ? હવે આ અન્ન કોઈને કામ નહીં લાગે. બધાની કંિમત ચૂકવીને જવાબદારી થોડી પૂરી થઈ જાય છે ? અમારા દેશમાં અને વિશ્વમાં હજુ એવા અગણિત લોકો છે જેઓને ખાવા-પીવાનું પૂરતુ મળતું નથી. તમે તો વાનગીઓની કંિમત જ ચૂકવી છે. - મની ઈઝ યોર્સ બટ રિસોર્સિસ બિલોંગ ટુ ધ સોસાયટી. ધેર આર મેની અધર્સ ઇન ધ વર્લ્ડ વ્હુ આર ફેસંિગ શોર્ટેજ ઓફ રિસોર્સિસ. યુ હેવ નો રીઝન ટુ વેસ્ટ રિસોર્સિસ.’’
ઓફિસર આટલું બોલીને તેમના દેશનું ગૌરવ વધારતા ચાલ્યા ગયા. આપણા ભારતીય ગુ્રપે તો કાપો તો લોહી ના નીકળે તેવી ભોંઠપ અનુભવી. ખેલદિલીપૂર્વક બધાની આંખો ઉઘડવા સાથે ભીની થઈ. તેઓએ રેસ્ટોરન્ટના પ્રત્યેક ટેબલ પર નજર ફેરવી લીધી. જરૂર પડે તેટલી જ વાનગીઓનો ઓર્ડર અપાતો હતો. જે ટેબલ પર ગ્રાહકો ઉભા થઈ ગયા હતા તેમની પ્લેટો બગાડ વગરની ચોખ્ખી હતી.
જર્મની આપણા કરતાં ઘણું ધનિક અને આઘુનિક છે. તેની તુલનામાં ભારતમાં ૬૦ ટકાથી વઘુ ગરીબ પ્રજાને પાણી, વીજળી અને અન્ન જેવી પાયાની સગવડો પહોંચતી નથી. કદાચ જર્મનીની સરેરાશ પ્રજા સુખી અને પાયાની સગવડો મેળવે છે તેનું કારણ પ્રજાની શિસ્ત, દેશ પ્રત્યેની નિષ્ઠા જ હોઈ શકે. જયાં શિસ્ત કે કર્તવ્યની ભાવના ના હોય ત્યાં આવા દેશોમાં કડક કાયદાઓ અને તેનું અમલીકરણ છે. જર્મનીના સમાજ સુરક્ષાના અધિકારી ૫૦ માર્કના દંડ સામે ૨૦ માર્કની કટકી લઈને કેસની પતાવટ ના કરે. જો કોઇ કોશિશ કરે તો દેશનો નાગરિક જ સત્તાવાળાને ફોન કરી દે છે ‘‘આ અધિકારી દંડની પતાવટ માટે લાંચ લે છે.’’
આપણા આ ભારતીય ગુ્રપે ૫૦ માર્કના દંડની સામે ફાટેલી રસીદની ઝેરોક્ષ કરાવીને પોતપોતાની સ્મૃતિ માટે રાખી મૂકી છે.
ભારતમાં નેતાઓના ભ્રષ્ટાચારે તો અધમ સ્તરે જઈને માઝા મુકી છે પણ ભારતની પ્રજાનો શ્રીમંત અને મઘ્યમ વર્ગ પોતપોતાના પેટ કે કદ પ્રમાણે બેફામ બનતો જાય છે. સરકારી, અર્ધસરકારી કે ખાનગી કંપનીઓના ટોપ ટુ બોટમ કર્મચારીઓ હોય કે તેઓનું કુટુંબી, ગ્રાહક કે નાગરિક તરીકેનું સ્વરૂપ હોય તેમાં એક પ્રકારની તુમાખી, ઐય્યાશી કે બેજવાબદાર મસ્તી ઉમેરાતી જાય છે.
રૂપિયા આપતા હોઈએ પછી ગમે તેટલું ભોજન બગાડીએ તેવો રોફ અને રાઈ આપણામાં ભરાયેલી જોઈ શકાતી હોય તો મફતમાં કે નજીવા ચાંલ્લાની રકમ સામે બૂફેના ભોજન સમારંભો વખતે તો આપણે જે બગાડ કરીએ છીએ તેવો વૈભવ અમેરિકા કે યુરોપના વૈભવી દેશોને પરવડતો નથી.
આપણે બિલ તો ભરીએ છીએને તેવા કેફ સાથે વીજળીનો બેસૂમાર વ્યય કરીએ છીએ. પાણીના બોરથી માંડી પ્યોરીફાય કેરબાઓની હોમ ડિલીવરીનો રૂઆબ બતાવી શકીએ છીએ. આપણે સંપદા ના સમાન વિતરણના ખ્યાલથી જ અજાણ છીએ. આપણું બચાવેલું જરૂરિયાતમંદોને કઈ રીતે પહોંચી શકે ? પહોંચતું હશે ? તેવી શંકા પણ ખરી જ.
જે પણ બચાવવાની ઝુંબેશ કરનારા છે તેમાં નક્કર વફાદારી કે દેશદાઝનો રણકો નથી સંભળાતો.
જર્મની જેવો દેશ વિશ્વની શિરમોર કંપનીઓ ધરાવે છે. કાર, યંત્રો, પૂર્જા, ફાર્માસ્યુટિકલ અને તબીબી સાધનો અતિ હાઈટેક મશીનોમાં અવ્વલ છે. ધંધો કરવા માટે પારદર્શક છે. પ્રજામાં રાષ્ટ્રપ્રેમ છે. ખમીર છે. અન્ના હઝારે ઉપવાસ કરે તેની ખુશીમાં આપણી પ્રજા બેફામ બગાડ થાય તે રીતે ભોજન કરી લે છે. અમેરિકા અને યુરોપિય દેશો તો કદાચ સ્વાર્થી લાગે તેવા ‘યુઝ એન્ડ થ્રો’ના કલ્ચરમાં માને છે પણ આપણે તો ‘ડોન્ટ યુઝ એન્ડ થ્રો’ જેવી બાદશાહી ભોગવીએ છીએ.
આપણે અન્ના હઝારેને જ તારણહાર બનાવીને આપણી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છીએ. યાદ રહે ભગવાન શ્રીકૃષ્ણ જન્મ લે તો પણ દેશ સુધરી ના શકે. નેતા જેટલું આત્મમંથન પ્રજાએ પણ કરવાનું છે. આખરે તો નેતા થકી નહીં. પ્રજાથી દેશ મહાન બનતો હોય છે. તમે વ્યક્તિ, કર્મચારી, માલિક, કુટુંબી, ઉદ્યોગપતિ, ધર્મગુરૂ, અનુયાયી, નેતા તરીકેની તમારી ભૂમિકા કેવી ભજવો છો ? સરેરાશ નાગરિકને દેશની સંપદાની હકદારી અને આત્મગૌરવ જળવાતું હોય તેવો એહસાસ થાય છે ખરો ?
અને છેલ્લે....
એસએમએસ ઃ ‘‘વો તસવીર લાખો મેં બિક ગઈ, જીસમે રોટી કે બગૈર બચ્ચા ઉદાસ થા.’’

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'ફુકુશિમા પાવર પ્લાંન્ટ ન્યુક્લિયર ડેન્જર ઝોન'
ગણિતનો રસથાળ પીરસનાર અધ્યાપક રાવ સાહેબનો ૧૦૩ વર્ષે દેહવિલય
આપણી જીનેટિક પેટર્ન પ્રાચીન છે અને લાઈફસ્ટાઈલ આધુનિક અને કૃત્રિમ બની ગઈ છે... !
સોલર સેલવાળી આધુનિક પર્સ
 

Gujarat Samachar Plus

આજે પણ ઉનાળાની ઊંઘ તો અગાશી પર જ
મુસાફરની મરજીનું ભાડું જ મારી સાચી આજીવિકા
ફરવા ગયા અને કાયમી કોમ્યુનિટી બની ગઈ
ભલભલા ગણિતજ્ઞો અહીં પિલ્લરો ગણવામાં એકવાર તો થાપ ખાય છે!
અમદાવાદના મિલ,મિનારા,મંદિર અને મસ્જિદ કલાકારોની નજરે
 
 
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved