
સત્ય સાંઈબાબા અબજો રૃપિયાની સંપત્તિ ધરાવે છે, એ વાત હવે બહુ છુપી રહી નથી. પોતાનું એરપોર્ટ તો કોઇ સ્વામી ધરાવતા નથી. સત્ય સાંઈબાબાએ પોતાનું અલગ એરપોર્ટ બનાવ્યું હતું અને રેલવેની સ્પેશ્યલ સંમતિ લઇને પોતાનું રેલવે પ્લેટફોર્મ બનાવ્યું હતું. આશ્રમનું પોતાનું ઈનડોર સ્ટેડીયમ હતું. આશ્રમના ટ્રસ્ટની સંપત્તિમાં આ તમામ મકાનોનો સમાવેશ કરાયો છે. ભારતમાં કોઇ એક વ્યક્તિનું એરપોર્ટ હોય એ બહુ આશ્ચર્યજનક કહી શકાય. રેલવે સ્ટેશન પર આશ્રમ ભક્તોની અવર-જવર આસાનીથી થાય અને તેમને તમામ સવલતો મળે તેનું ખાસ ધ્યાન રખાતું હતું...