| Last Update : 24-April-2011, Sunday |
|
|
|
|
|
|
|
| કેટરિના કૈફની વિદાય પછી સલમાન ખાનના જીવનમાં ઝરીન ખાનનું આગમન |
| |
'બૂમ'ને મળેલી સરિયામ નિષ્ફળતા પછી સલમાન ખાન કેટરિનાની પડખે ઊભો હતો અને આજે કેટરિના જે સ્થાન પર પહોંચી છે એ સ્થાને તેને પહોંચાડવામાં સલમાનનો ફાળો ઓછો આંકવાની ભૂલ થઈ શકે તેમ નથી અને હવે કેટરિના જેવી દેખાતી ઝરીન ખાન સલમાનની માનીતી બની ગઈ છે.
અભિનેત્રીની કારકિર્દી આગળ વધારવા અભિનેતા તેને ફિલ્મો અપાવે છે
ઝરીનની પ્રથમ ફિલ્મ 'વીર'ને મળેલી નિષ્ફળતા છતાં પણ ઝરીન ચિંતામાં નથી. સલમાનને કારણે તેને સાજિદ નડિયાદવાલાની ફિલ્મ 'હાઉસફુલ ટૂ'માં રોલ મળ્યો છે તેમ જ 'રેડી'માં તે એક આઇટમ ગીત કરી રહી છે. શરૃઆતમાં આ ફિલ્મ માટે તેને એક નાનકડા રોલમાં સાઇન કરવામાં આવી હતી. પરંતુ સલમાનની ભલામણથી હવે આ રોલ એક આઇટમ ગીત સુધી પહોંચી ગયો છે.
આ બહુચર્ચિત 'કેરેક્ટર ઢીલા' ગીત શરૃઆતમાં જેક્વેલિન ફર્નાન્ડિસ માટે હતું જેમાં એકાદ ક્ષણ માટે ઝરીન દેખાવાની હતી. પરંતુ હવે આ ગીત ઝરીનને ફાળે ગયું છે. યુનિટના સભ્યોને સલમાને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું છે કે આ ગીત તેની સાથે ઝરીન જ કરશે.
જોકે જેક્વેલિનની આ ગીતમાંથી અચાનક જ થયેલી બાદબાકી માટે તારીખોનું બહાનુ આગળ ધરવામાં આવે છે. ફિલ્મની યુનિટના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે સલમાને ઝરીનને લેવાનો આગ્રહ કર્યો હતો અને સલમાન સાથે દલીલ કોણ કરી શકે તેમ છે? આથી હવે આ ગીતમાં ઝરીન આવી ગઈ છે.
સૂત્રે વધુમાં જણાવ્યા પ્રમાણે, 'સલમાનને ઝરીન પ્રત્યે સુંવાળી લાગણી છે એ સૌ જાણે છે. આ ઉપરાંત લોકોને મદદ કરવાનો પણ તેનો સ્વભાવ છે. બીજા શબ્દોમાં કહીએ તો સલમાન કોઈના માથા પર તેનો હાથ મૂકી દે તો તે તેને માટે કંઈ પણ કરી શકે છે.'
ગયે વર્ષે આમિરે એકેડમી એવોર્ડ વિજેતા આર્જેન્ટિનાના સંગીતકાર ગુસ્તાવો આન્ટાઓલ્લાના માનમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યારે સલમાનને એ પાર્ટીમાં ઝરીન સાથે આવવામાં કોઈ સંકોચ આડે આવ્યો નહોતો.
જોકે જેક્વેલિન આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|
|