Last Update : 24-April-2011, Sunday

અઠવાડિક ભવિષ્ય તા.૨૪-૪-૨૦૧૧ રવિવારથી તા. ૩૦ -૪-૨૦૧૧ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

આ સપ્તાહમાં આપને કામકાજમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય. આપના રૃકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતા રાહત અનુભવો. સપ્તાહ દરમ્યાન કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહો. દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. આપની બુધ્ધિપ્રતિભા-અનુભવ-આવડતના આધારે સફળતા પ્રાપ્ત કરી શકો. તેમ છતાં મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ના કરવી. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ઓછી થાય. યાત્રા પ્રવાસ, મિલન, મુલાકાતથી આનંદ ઉત્સાહ અનુભવો. આંખોમાં દર્દી-પીડાથી સંભાળવું. તા. ૨૪ સાનુકૂળતા રહે. તા. ૨૫ કામમાં વ્યસ્ત રહો. તા. ૨૬ પ્રગતિ જણાય. તા. ૨૭ કામકાજમાં સફળતા. તા. ૨૮ હર્ષ-લાભ. તા. ૨૯ બપોર પછી ઠીક. તા. ૩૦ ચિંતા-ઉચાટ જણાય. સ્ત્રીવર્ગને કામકાજમાં સાનુકૂળતા રહેતા રાહત રહે. વિદ્યાર્થીબંધુને આનંદ-ઉત્સાહ રહે.

 

વૃષભ (બ.વ.ઉ.)

આજથી શરૃ થઈ રહેલું સપ્તાહ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ આપની સાનુકૂળતામાં વધારો થતો જાય. આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. નોકરી ધંધામાં ન ધારેલી સફળતા પ્રાપ્ત થવાના લીધે આનંદ ઉત્સાહમાં વધારો થાય. દેશ પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધંધાકીય વાતચીત ચાલતી હોય તો તેમાં સાનુકૂળતા રહે. નવો ઓર્ડર મળી રહે. નોકરીમાં બઢતી-બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. પરંતુ સરકારી નોકરીમાં ખાતાકીય તપાસ કે સરકારી કોઈ તપાસમાં ફસાઈ ના જાવ તેની તકેદારી રાખવી. કોર્ટ-કચેરીના પ્રશ્ને ચિંતા રહે. જમીન-મકાન-વાહનની લે-વેચમાં ઉતાવળ ના કરવી. તા. ૨૪ યાત્રા પ્રવાસ, તા. ૨૫ કામકાજમાં સાનુકૂળતા રહે. તા. ૨૬ મિલન મુલાકાતમાં સફળતા. તા. ૨૭ કામમાં વ્યસ્ત રહો. ૨૮ આનંદ-ઉત્સાહ રહે. ૨૯ હર્ષલાભ. તા. ૩૦ પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને રાહત રહે. સ્ત્રીવર્ગને કાર્યસફળતાના લીધે આનંદ-ઉત્સાહ રહે. વિદ્યાર્થીબંધુને સફળતા પ્રાપ્ત થાય.

 

મિથુન (ક.છ.ઘ.)

સપ્તાહના પ્રારંભે ઉચાટ-ઉદ્વેગ અનુભવો. હરો-ફરો કામકાજ કરો પરંતુ કૌટુંબિક-પારિવારિક પ્રશ્નોના લીધે કામમાં મન લાગે નહીં. શું કરવું? શું નહીં? તેની દ્વિધામાં અટવાયા કરો. દોડધામ-શ્રમ-ખર્ચમાં વધારો જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવો તેના લીધે સતત માનસિક પરિતાપ રહ્યા કરે. નોકરી ધંધામાં નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી. નાણાંકીય જવાબદારી સંભાળતા હોવ તો વિશેષ ધ્યાન રાખવું. પરંતુ જેમ જેમ સપ્તાહ પસાર થતું જાય તેમ તેમ ધીરે ધીરે આપને રાહત થતી જાય. આપના ચિંતા-પરિતાપમાં ઘટાડો થતો જાય. આપના વિલંબમાં-રૃકાવટમાં અટવાઈ પડેલા કામમાં મન લગાવી શકો. તા. ૨૪ ચિંતા-પરિતાપ. તા. ૨૫ વાહન ધીરે ચલાવવું. તા. ૨૬ નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. તા. ૨૭ મધ્યમ. તા. ૨૮ કામમાં મન લગાવી શકો. તા. ૨૯ સાનુકૂળતા રહે. તા. ૩૦ કામનો ઉકેલ આવવાથી રાહત રહે. સ્ત્રીવર્ગને તબિયતની અસ્વસ્થતાના લીધે ધાર્યું કામકાજ થાય નહીં. વિદ્યાર્થીબંધુએ વાહન ધીરે ચલાવવું.

 

કર્ક (ડ.હ.)

આ સપ્તાહમાં સાનુકૂળતા-પ્રતિકૂળતા રહ્યા કરે. તેમ છતાં એકંદરે આપનું સપ્તાહ સારું પસાર થાય. રૃકાવટ-વિલંબમાં પડેલા કામનો ઉકેલ લાવવા પાછળની આપની મહેનત સફળ થાય. તેનો આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સફળતા પ્રાપ્ત કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતથી આનંદ-ઉત્સાહ અનુભવો. મહત્વના નિર્ણયો લેવાનાં હોય તો લઈ શકાય. જાહેર સંસ્થાકીય કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. રાજકીય સરકારી કામમાં સફળતા પ્રાપ્ત કરી શકો. તા. ૨૪ બપોર પછી રાહત રહે. તા. ૨૫ સાનુકૂળતા જણાય. તા. ૨૬ કામનો ઉકેલ આવે. તા. ૨૭ ચિંતા-પરિતાપ રહે. તા. ૨૮ તબિયતની કાળજી રાખવી. તા. ૨૯ મધ્યમ. તા. ૩૦ મિલન-મુલાકાત થાય. સ્ત્રીવર્ગને પતિ-સંતાનનો સાથ સહકાર મળી રહે. વિદ્યાર્થીબંધુને મધ્યમ.

 

સિંહ (મ.ટ.)

આપનું આ સપ્તાહ આરોહ-અવરોહમાં પસાર થાય. નોકરી ધંધાના કામકાજમાં રૃકાવટ મુશ્કેલી અનુભવાય. ધાર્યા પ્રમાણેનું કામ થઈ શકે નહીં. હરીફવર્ગ-ઇર્ષા કરનાર વર્ગ આપની મુશ્કેલીમાં વધારો કરવાના પ્રયત્નો કરે. ધંધામાં આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસો કરે. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. યાત્રા પ્રવાસ દરમ્યાન બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું. દેશ-પરદેશના કામમાં રૃકાવટ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત દરમ્યાન આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં. તબિયતની અસ્વસ્થતા અનુભવાય. તા. ૨૪ મધ્યમ. તા. ૨૫ દોડધામ-શ્રમ રહે. તા. ૨૬ ઠીક. તા. ૨૭ સાનુકૂળતા. તા. ૨૮ કામમાં વ્યસ્ત રહો. તા. ૨૯ ચિંતા-ઉચાટ રહે. તા. ૩૦ તબિયતની કાળજી રાખવી. સ્ત્રીવર્ગને કામમાં રૃકાવટ રહે. વિદ્યાર્થીવર્ગને ઠીક.

 

કન્યા (પ.ઠ.ણ.)

સપ્તાહનો પ્રારંભ સાનુકૂળ રહે. આપની બુદ્ધિપ્રતિભા, અનુભવ-આવડતના આધારે આપના કામનો ઉકેલ લાવી શકો. કામમાં સાનુકૂળતા રહેવાના લીધે આપને રાહત અનુભવાય. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ થાય. ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. આપના કામની પ્રશંસા થાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય. પરંતુ સપ્તાહના મધ્યમભાગથી આપની દોડધામમાં વધારો થાય. કામમાં રૃકાવટ જણાય કે આકસ્મિક જ જૂના કોઈ કામ અંગે દોડધામ-શ્રમ કરવા પડે. ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે. કોર્ટ-કચેરીના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. આંખોમાં, મોઢામાં દર્દ-પીડા અનુભવાય. તા. ૨૪ આનંદ-ઉત્સાહ રહે. તા. ૨૫ કામમાં સફળતા. તા. ૨૬ મધ્યમ. તા. ૨૭ દોડધામ-શ્રમ રહે. તા. ૨૮ કામમાં વ્યસ્ત રહો. તા. ૨૯ સારી. તા. ૩૦ હર્ષ-લાભ. સ્ત્રીવર્ગને સાસરીપક્ષ-મોસાળપક્ષની ચિંતા અનુભવાય. વિદ્યાર્થીબંધુને મિત્રવર્ગથી સાનુકૂળતા રહે.

 

તુલા (ર.ત.)

સપ્તાહના પ્રારંભમાં આપના હૃદય-મન ઉચાટ-ઉદ્વેગ અનુભવ્યા કરે. આપ હરોફરો કામકાજ કરો પરંતુ સતત ચિંતા-પરિતાપ, એક જાતનો ભય અનુભવ્યા કરો. નોકરી ધંધો હોય તો ઘર-પરિવારની ચિંતા સતાવ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહ્યા કરે. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસો પસાર કરી લેવા. નાણાંકીય લેવડ-દેવડમાં, બેંકના કામમાં, શેરોના કામમાં સાવધાની રાખવી. સપ્તાહ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં મન લગાવી તેનો ઉકેલ લાવી શકો. દોડધામ, શ્રમ-ચિંતા રહે. પરંતુ ચિંતા-પરિતાપમાં ઘટાડો થતાં રાહત અનુભવાય. પુત્ર પૌત્રાદિકના સાથ-સહકારથી આનંદ અનુભવો. તા. ૨૪ ચિંતા-પરિતાપ રહે. તા. ૨૫ કામકાજમાં રૃકાવટ-મુશ્કેલી રહે. તા. ૨૬ વ્યગ્રતા-બેચેની. તા. ૨૭ સાનુકૂળતા થતી જાય. તા. ૨૮ કામમાં વ્યસ્ત રહો. તા. ૨૯ મધ્યમ. તા. ૩૦ દોડધામ-શ્રમ રહે. સ્ત્રીવર્ગને ઘર-પરિવારની ચિંતા રહે. વિદ્યાર્થીબંધુને મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

 

વૃશ્ચિક (ન.ય.)

આ સપ્તાહ દરમ્યાન આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ અનુભવાય. ઉપરીવર્ગ આપના કામથી ખુશ થાય. આપના કામની પ્રશંસા કરે તેથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નોકર ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. આપનું કામકાજ થાય. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય. પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા દૂર થાય. સંતાનનો સાથ-સહકાર મળતા આનંદ અનુભવો. મિત્રવર્ગની ચિંતા રહે. ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ, મનદુઃખ, ગેરસમજથી સંભાળવું પડે. તા. ૨૪ યાત્રા-પ્રવાસ થાય. તા. ૨૫ કામકાજમાં સફળતા મળે. તા. ૨૬ મિલન-મુલાકાત થાય. તા. ૨૭ સાધારણ. તા. ૨૮ રૃકાવટ-મુશ્કેલી રહે. તા. ૨૯ મધ્યમ. તા. ૩૦ સારી. સ્ત્રીવર્ગને ભાઈભાંડુવર્ગનો સાથ સહકાર મળી રહે. વિદ્યાર્થીબંધુને સફળતા.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સપ્તાહના પ્રારંભમાં આપને સાનૂકળતા-પ્રગતિ જણાય. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. નોકરી-ધંધાની સાથે કૌટુંબિક-પારિવારિક-સામાજિક-વ્યવહારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવું પડે. આપની દોડધામ-શ્રમ-ખર્ચમાં વધારો થાય. પરંતુ તેનો આનંદ રહે. સહકાર્યકરવર્ગ-નોકર ચાકર વર્ગના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. યશ-પદ-ધનમાં વધારો થાય. યાત્રા પ્રવાસ-મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. પરંતુ સપ્તાહના અંતમાં આપને બેચેની વ્યગ્રતા જણાય. કોર્ટ-કચેરીના કામમાં, સરકારી કામમાં, જમીન-મકાનની લે-વેચમાં સાવધાની રાખવી. તા. ૨૪ સાનુકૂળતા રહે. તા. ૨૫ કામકાજમાં સફળતા. તા. ૨૬ સારી. તા. ૨૭ યાત્રા-પ્રવાસ મિલન-મુલાકાત થાય. ૨૮ ધર્મકાર્ય-શુભકાર્ય થાય. તા. ૨૯ કામકાજમાં રૃકાવટ જણાય. તા.૩૦ ચિંતા-બેચેની રહે. સ્ત્રીવર્ગને કુટુંબ-પરિવારના સાથ-સહકારથી આનંદ-ઉત્સાહ રહે. વિદ્યાર્થીબંધુને મિત્રવર્ગ માટે ચિંતા-ખર્ચ અનુભવાય.

 

મકર (ખ.જ.)

આ સપ્તાહમાં આપને ન ધારેલી સફળતા મળી રહે. આપના કામનો એક પછી એક ફટાફટ ઉકેલ આવતો જાય. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. ઉપરીવર્ગ આપના કામની કદર-પ્રશંસા કરે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય. તેવી કાર્યરચનાથી આપને આનંદ થાય. કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે દોડધામ-ખર્ચ અનુભવાય. પરંતુ તેનો આનંદ થાય. સામાજિક-વ્યવહારિક કામમાં પ્રગતિ-સાનુકૂળતા જણાય. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. ભાઈભાંડુવર્ગથી હર્ષ-લાભ અનુભવાય. તા. ૨૪ બપોર સુધી રૃકાવટ-ચિંતા અનુભવાય. તા. ૨૫ સાનુકૂળતા રહે. તા. ૨૬ મહત્વના નિર્ણય લઈ શકો. તા. ૨૭ કામકાજમાં વ્યસ્ત રહો. તા. ૨૮ દોડધામ-શ્રમ-ખર્ચ અનુભવાય. તા. ૨૯ સારી. તા. ૩૦ યાત્રા પ્રવાસ, મિલન-મુલાકાત થાય. સ્ત્રીવર્ગને કાર્યસફળતાથી આનંદ-ઉત્સાહ રહે. વિદ્યાર્થીબંધુને સફળતા પ્રાપ્ત થાય.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

સપ્તાહના પ્રારંભે આપને કામકાજમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ કરી શકો નહીં. માનસિક પરિતાપ-ચિંતા-ઉચાટ રહ્યા કરે. વિચારોની દ્વિધા અનુભવો. આકસ્મિક ખર્ચના લીધે નાણાંભીડ અનુભવાય. પરંતુ આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસો પસાર કરી લેવા. જેમ જેમ દિવસો પસાર થતાં જાય તેમ તેમ આપને રાહત થતી જાય. આપના ચિંતા-પરિતાપમાં ઘટાડો થાય. વિચારોની દ્વિધામાંથી બહાર આવી કોઈક રસ્તો કાઢી શકો. રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. તા. ૨૪ બપોર પછી ચિંતા-ઉચાટ રહે. તા. ૨૫ ખર્ચ-ખરીદી થાય. તા. ૨૬ નાણાંભીડ અનુભવાય. તા. ૨૭ ઠીક. તા. ૨૮ કામમાં વ્યસ્ત રહો. તા. ૨૯ દોડધામ-શ્રમ રહે. તા. ૩૦ સાનુકૂળતા રહે. સ્ત્રીવર્ગને પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે. વિદ્યાર્થીબંધુને માનસિક પરિતાપ રહે.

 

મીન (દ.ચ.ઝ.થ.)

આપનું આ સપ્તાહ મધ્યમ પસાર થાય એક-બે દિવસ સારા જાય તો એક-બે દિવસ ચિંતા-પરિતાપ અનુભવો. સપ્તાહના પ્રારંભે કામકાજમાં સાનુકૂળતા મળે. કોઈક કામમાં આકસ્મિક સફળતા મળતાં મતભેદ વધે. ધંધામાં ઘરાકી આવી જવાથી આવક વધે. હર્ષલાભ અનુભવો. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા ઓછી થાય. પરંતુ સપ્તાહ પસાર થતું જાય તેમ-તેમ આપને કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. નાના કારણસર કામ અટકી પડતા આવેશ-ઉશ્કેરાટ અનુભવાય. કોર્ટ-કચેરીના પ્રશ્નમાં આપના ધાર્યા પ્રમાણેનું કામ થઈ શકે નહીં. આપની દોડધામ-શ્રમમાં વધારો થાય. મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં. તા. ૨૪ આનંદ-ઉત્સાહ રહે. તા. ૨૫ કાર્યસફળતા મળે. તા. ૨૬ સારી. તા. ૨૭ ખર્ચ-ચિંતા અનુભવાય. તા. ૨૮ શાંતિથી દિવસ પસાર કરી લેવો. તા. ૨૯ બપોર પછી રાહત રહે. તા. ૩૦ મધ્યમ. સ્ત્રીવર્ગને કાર્યસફળતાની સાથે ચિંતાખર્ચ અનુભવાય. વિદ્યાર્થીબંધુને મધ્યમ

 

[Top]
 
 
 
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved