રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે. યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલ છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરુઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.
મેષ (અ. લ. ઇ.) ઃ The Hierophant- ધ એરોફન્ટનું કાર્ડ તમારા નિશ્ચિત કરેલા ધ્યેયમાં આગળ વધવા ધીરજ રાખવા સૂચવી જાય છે. ભાગ્ય પરિવર્તનની દ્રષ્ટિએ મહત્ત્વનો સમય પુરવાર થશે. કુટુંબની વ્યક્તિઓ સાથે મુસાફરી થશે. અણધાર્યા ખર્ચાઓ ઉદ્ભવશે. તા. ૨૪, ૨૫, ૨૬ શુભ.
વૃષભ (બ. વ. ઉ.) ઃ The Devil - ધ ડેવિલનું કાર્ડ તમે એક યા બીજા કારણસર આવેશમાં ન આવો તેનું ધ્યાન રાખવા સૂચવી જાય છે. નવા કાર્યોની શરુઆતમાં અવરોધ ઉદ્ભવશે સ્વ-આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા ઉદ્ભવશે કોર્ટ, કચેરી, સંબંધિત કાર્યોમાં વડિલ વ્યક્તિઓની સલાહ સૂચનાઓ ઉપયોગી નીવડશે.
મિથુન (ક. છ. ઘ.) ઃ Six of coins - સિક્સ ઓફ કોઇન્સનું કાર્ડ કોઈને સહાયરૃપ થઈ શકવાનું સૂચવી જાય છે. અને મિત્રો, વડીલ વ્યક્તિઓ કે કુટુંબની વ્યક્તિઓનો સ્નેહ મેળવી શકશો. તમારા દૈનિક કાર્યોમાં સરળતા રહેશે. સંતાનોની કારકિર્દી માટે નવા નિર્ણયો લેવાના આવશે તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩ શુભ.
કર્ક (ડ. હ.) ઃ The Sun - ધ સનનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થવાનું સૂચવી જાય છે. યશ મળશે આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હો તો તેમાં રાહત જણાશે. એકાદ હૃદયસ્પર્શી શુભ ઘટના બનશે. દૂર વસતા સ્નેહીજનો અંગે સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬ શુભ.
સિંહ (મ. ટ.) ઃ Strength- સ્ટ્રેન્થનું કાર્ડ તમને આત્મવિશ્વાસ જાળવી રાખવા સૂચવી જાય છે. તમારા રોજિંદા કાર્યોમાં એકાદ કસોટી આવી શકે પરંતુ હિંમત રાખવાથી સરળતાપૂર્વક કસોટીનો સામનો કરી શકશો. તમારા વ્યવસાય ક્ષેત્રે નવા ફેરફારો ઉદ્ભવશે. ટુંકી મુસાફરી થશે. તા. ૨૪, ૨૫, ૨૬ શુભ.
કન્યા (પ. ઠ. ણ.) The Emperer - એમ્પેરરનું કાર્ડ વડીલ વ્યક્તિઓની આમન્યા જાળવવા અને તેઓનું સ્વામાન જાળવવા અને તેઓનું સ્વમાન જાળવવા સૂચવી જાય છે. અન્યથા ન જેવી બાબતો મતભેદ ઉભા કરશે. કૌટુંબિક દ્રષ્ટિએ વધુ પડતા ખર્ચાઓ થશે ભાગીદારી સંબંધિત બાબતો જો કોઈ હોય તો તે મહત્ત્વની બનશ. તા. ૨૦, ૨૧ શુભ
તુલા (ર. ત. ) ઃ Seven of Vessels - સેવન ઓફ વેસલ્સનું કાર્ડ તમારા રોજિંદા કાર્યોમાં ઉતાવળા ન બનવા સૂચવી જાય છે. કોઈ પણ કાર્ય અંગે ઉતાવળિયો નિર્ણય નુકસાનકારક પુરવાર થશે. વધુ પડતી દોડાદોડી સ્વ-આરોગ્ય માટે સામાન્ય પ્રતિકૂળતા ઉભી કરશે. કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા મહત્ત્વના કામોને ઉકેલી શકાશે તા. ૨૨, ૨૩ શુભ.
વૃશ્ચિક (ન. ય.) ઃ The Lovers - ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાનું સૂચવી જાય છે. અવિવાહિત હોય તેઓને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે તક મળશે. તમારા દાંપત્યજીવનમાં કોઈ અવરોધ ઉદ્ભવ્યો હોય તો તે દૂર થઈ શકશે. નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થશે. તા. ૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૬ શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ નવા કાર્યોની શરુઆત દ્રઢતાપૂર્વક કરવા સૂચવી જાય છે અન્યથા નિષ્ફળતા મળશે સ્વજનો સાથેના સંબંધો મતભેદ ભર્યા ન બને તે અંગે કાળજી રાખવી. સંતાનોના વિવાહ લગ્ન અંગેના પ્રશ્નો નોંધપાત્ર બનશે. સ્વ-પ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા રહેશે. તા. ૨૨, ૨૩ શુભ.
મકર (ખ. જ.) ઃ The Tower - ધ ટાવરનું કાર્ડ આશ્ચર્યજનક પરિવર્તન ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. જે તમારા નોકરી- વ્યવસાય ક્ષેત્રે અથવા સ્નેહીજનો સાથેના સંબંધો સાથે સંકળાયેલી હશે. તમારા આનંદ- ઉત્સાહમાં વધારો થશે. નવા કાર્યોની શરુઆત કરી શકાશે. શુભ સમાચાર મળશે. તા. ૨૦, ૨૧, ૨૪, ૨૫ શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Chariot - ધ શેરીઓટનું કાર્ડ એકાદ કાર્યમાં તમારી બૌદ્ધિક પ્રતિભાનો પરિચય આપી શકવાનું અને અન્ય કાર્યોમાં સરળતા ઉભી કરી શકવાનું સૂચવી જાય છે. જે તમને યશ આપશે તમારા માન- સન્માનમાં વધારો થશે. નાણાંકીય લાભ મળશે. ટુંકી મુસાફરી થશે. તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩ શુભ.
મીન (દ. ચ. ઝ. થ.) The world - ધ વર્લ્ડનું કાર્ડ તમારા વ્યક્તિત્વનો સચોટ પરિચય આપી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે જે તમારા સામાજિક મોભાને યશ અપાશવે. પ્રવાસ- મુસાફરી લાભદાયક બનશે નોકરીઆત વર્ગની વ્યક્તિઓને નવીન તક પ્રાપ્ત થશે. તેમજ મનગમતી ટ્રાન્સફર મેળવી શકશો મિત્રો સહાયક બનશે. એકાદ અગત્યનું કાર્ય થઈ શકશે. તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬ શુભ.
- ઇન્દ્રમંત્રી
|